Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૯૪ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ જાયસી અને હેમરત્નની રચનાઓમાં તફાવત
જાયસી પવિનીના વાસ્તવિક આત્માને પિછાનતો ન હતો. એને એના લોકવિશ્રુત ઈતિહાસનું પણ વિશેષ જ્ઞાન ન હતું; એ ચિત્તોડના રાજા રતનસેનને ચૌહાણ માને છે. જાયસી કેવળ કાવ્યની દૃષ્ટિએ આ કથાનું આલેખન કરે છે. એના ભાવોમાં આત્મીયતાનો આભાસ નથી. એ વાંચતાં કવિતાનો આસ્વાદ તો મળે છે. પરંતુ કથામાં આવતાં પાત્રોના આલેખનમાં કોઈ પોતાપણાનું સંવેદન થતું નથી. એનાં વર્ણનો ખૂબ લાંબા-લાંબાં અને ઉપમા વગેરે અલંકારોથી ભરેલાં છે. જાણે કવિ આ કથા નિમિત્તે પોતાની કાવ્ય-શકિતને દેખાડવા માગતો હોય એવો જ આભાસ આ રચના વાંચતાં થાય છે. જાયસીએ કેટલાંક વર્ણનો તો એવો મુસલમાની ઢોળ ચડાવીને લખ્યાં છે કે જે સંસ્કારી, ધર્મનિક હિંદુને સાંભળવાં કે વાંચવાં ન ગમે. હેમરત્નની રચના સહજ, અકૃત્રિમ, હૃદયંગમ અને ભાવોદ્દબોધક છે. પવિની, રાજા રતનસેન, ગોરા-બાદલ, રાઘવ ચેતન અને અલ્લાઉદ્દીન વગેરે બધાં પાત્રોનું આલેખન, તે તે વ્યકિતના સ્વભાવને અનુરૂપ, સાવ આડંબર વગરનું થયું છે. આમાં કોઈ જાતની કૃત્રિમતાનો આભાસ સુધ્ધાં નથી થતો. જાણે એમ લાગે છે કે હેમરત્ન પોતાની આંખે દેખેલી ઘટનાઓનું હૂબહૂ વર્ણન કરી રહ્યા છે. આ વર્ણન સાથે જાણે એનો આત્મીય સંબંધ અભિવ્યક્ત થાય છે. હેમરનની કૃતિમાં ભારતની એક શ્રેષ્ઠ સતી નારીના અખંડ શીલવતનું, સાચા સ્વામિભક્ત રાજપૂત યોદ્ધાના સ્વધર્મ કાજે સમર્પિત થઈ જવાના ઉદાત્ત જીવનવ્રતનું શ્રદ્ધાભર્યું આલેખન જોવા મળે છે. હેમરત્નની આ રચના આપણું એક રાષ્ટ્રીય ગીત છે. તેમને જે રીતે પદ્મિનીની કથા વર્ણવી છે, લગભગ એ જ પ્રકારે એના સમકાલીન મુસલમાન ઇતિહાસલેખકોએ પણ એ ઘટનાનું વર્ણન કર્યું છે. ઘટનાની ઐતિહાસિકતા: ડૉ. કાનગોના મતનું નિરાકરણ
પણ, જાયસીની અસંબદ્ધ અને અપ્રાસંગિક વાતોથી ભરેલી પદ્મિનીની કથા પ્રકાશમાં આવતાં, અનેક વાચકોને એની યથાર્થતા ઉપર શંકા થવા લાગી, અને અનેક એતિહાસિક જિજ્ઞાસુઓ અને વિદ્વાનોએ એ સંબંધી ઊહાપોહ શરૂ કર્યો. ભારતના પ્રાચીન ઈતિહાસને શંકાની દષ્ટિએ જોનારાઓને પદ્માવતી–પવિનીની કથાનો, જાયસીના સમયથી પહેલાંના સમયનો. કોઈ વિશ્વાસપાત્ર સ્ત્રોત ન દેખાયો. તેથી તેઓ એવા અભિપ્રાય ઉપર આવ્યા કે–પવિનીની આ કથા એ કેવળ જાયસીની કલ્પના જ છે; એમાં કોઈ ઐતિહાસિક તથ્ય છે નહિ. અલાઉદ્દીને ચિત્તોડ ઉપર આક્રમણ કરીને એના ઉપર ઈસલામનો ઝંડો ફરકાવ્યો, એનો ઉલ્લેખ અલ્લાઉદ્દીનના પોતાના દરબારી લેખકોએ કર્યો છે, અને એમનામાં સૌથી મુખ્ય પ્રસિદ્ધ લેખક અમીર ખુસરુ છે. અમીર ખુસરુ પોતે ચિત્તોડના આક્રમણ વખતે અલ્લાઉદ્દીનની સાથે હતો. એણે એ લડાઈનું વર્ણન કરતાં ચિત્તોડના રાજા રતનસેન અને રાણી પદમાવતી કે પદ્મિનીનો જરાસરખો પણ નિર્દેશ કર્યો નથી. પછી અકબરના સમયમાં થયેલા મુસલમાન ઇતિહાસલેખકો, જેમાં ફરિસ્તા અને અબુલફજલ વગેરેનો સમાવેશ થાય છે, એમણે પદ્મિનીની ઘટનાનું વર્ણન કર્યું છે; પરંતુ તેઓ જાયસી પછી થયા છે, એટલે એમની કથાનો મુખ્ય આધાર જાયસીનું પદ્દમાવત જ છે. એને જ આધારે પછીના હિંદુ કવિઓએ પણ પદ્મિનીની કથાને પ્રચલિત કરી વગેરે વગેરે–આ મતના મુખ્ય પ્રચારક છે સુપ્રસિદ્ધ ઇતિહાસત્તા બંગાળના વિદ્વાન ડૉ. કાલિકારંજન કાનગો.
ડૉ. કાનગોએ પોતાની માન્યતાના સમર્થનમાં કેટલાક તર્ક આપ્યા છે. એક તો એ કે અલાઉદ્દીનના સમકાલીન ઇતિહાસલેખકોએ પદ્મિનીનો કશો નિર્દેશ કર્યો નથી. બીજું, જાયસીની પહેલાં પદ્મિની સંબંધી કોઈ રચના મળતી નથી. ત્રીજું, પછીથી થયેલા ભાટચારણોએ પવિાનીને લગતી જે કથ કહી છે એમાં પરસ્પરમાં વિસંવાદ અને કાળક્રમનો અસંબદ્ધ ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org