Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૯૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
લખ્યોદયે ‘ પદ્મિની-ચરિત્ર-ચઉપઈ ' નામે કાવ્યની રચના કરી. હેમરત્નની રચના મુખ્યત્વે દોહા અને ચૌપઈ છંદમાં થયેલી છે, ત્યારે લખ્યોદયે પોતાની રચના જુદા જુદા દેશી રાગોની ગીતબદ્ધ શૈલીમાં કરી છે; પણ એની કથાનું મુખ્ય વર્ણન હેમરત્નની કૃતિને આધારે જ કરવામાં આવ્યું છે. આ ચઉપઇ ખીકાનેરના ‘સાલ રાજસ્થાની રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ' તરફથી તાજેતરમાં પ્રગટ થઈ છે. એની સાથે કોઇ પ્રાચીન કવિ મલ્યે રચેલ ‘ ગોરા-બદલ-કવિત્ત ' તથા જમલ નાહરે રચેલ ‘ પદ્મિની-ચરિત્ર ' અથવા ગોરા-બદલ-કથા ’ નામની કૃતિ પણ પ્રગટ કરી દેવામાં આવી છે.
<
હેમરત્નની રચનાના મૂળ મુદ્દા
હેમરત્નની ચૌપર્કના મૂળ મુદ્દા આ પ્રમાણે છે : (૧) ચિત્રકૂટ નામે સુપ્રસિદ્ધ અને સુસમૃદ્ધ દુર્ગનો રાજા ગુહિલોત વંશનો રતનસેન છે. (૨) એની પટરાણી પ્રભાવતી નામે છે, જે રૂપે-રંગે રંભા જેવી અને શીલવતી સતી નારી છે. (૩) એ ખૂબ પતિપરાયણ અને હેતાળ છે. (૪) એક દિવસ રાજાએ જમતાં જમતાં રાણીની રસોઈની આવડતમાં કંઈક ખામી બતાવી, તો રાણીએ હસતાં હસતાં મહેણું માર્યું કે મારી રસોઈ તમને ન ગમતી હોય તો પદમણીને પરણી લાવો ! (૫) રાજા એ મહેણાને સાચું કરી બતાવવા પદમણી નારીની શોધમાં નીકળી પડ્યો. (૬) ફરતાં કરતાં સિંહલ દેશમાં પદ્મિની રાજકુમારી હોવાનું એના જાણવામાં આવ્યું. (૭) એ ખૂબ જહેમત ઉઠાવીને સિંહલ દેશમાં પહોંચ્યો અને પોતાની હોંશિયારીથી પદ્મિનીને પરણી લાવ્યો. (૮) રાધવચેતન નામે એક બ્રાહ્મણ રાજાના દરબારમાં હતો; એ પોતાની વિદ્યાથી રાજાને પ્રસન્ન કરતો હતો. (૯) પણ, કોઈક અનુચિત ધટનાને લીધે, રાજાને એ બ્રાહ્મણના ચારિત્ર ઉપર સંદેહ જાય છે, અને તેથી રાજા એનું અપમાન કરીને એને ત્યાંથી કાઢી મૂકે છે, (૧૦) બ્રાહ્મણુ ગુસ્સે થઈ ને રાજા ઉપર દ્વેષ ધારણ કરીને, વેર લેવાની બુદ્ધિથી, દિલ્લીના બાદશાહ અલાઉદ્દીનના દરબારમાં પહોંચી જાય છે. (૧૧) ત્યાં પણ એ પોતાની તાંત્રિક વિદ્યાથી બાદશાહને ખુશ કરે છે, અને બાદશાહની કામવાસના ઉત્તેજિત થાય એ રીતે ચિત્તોડના રાજાની રાણી પદ્મિનીના અનુપમ સૌંદર્યનું વર્ણન કરે છે. (૧૨) લંપટ બાદશાહ પદ્મિનીને મેળવવા માટે મોટા લશ્કર સાથે ચિત્તોડ ઉપર ચડાઈ કરે છે. (૧૩) ઘણા પ્રયત્ન, સંઘર્ષ અને ખળનો ઉપયોગ કરવા છતાં જ્યારે એ ચિત્તોડનો કિલ્લો નથી જીતી શકતો ત્યારે એ છળ-કપટ રચીને, રાજાને ભ્રમમાં નાખીને, કિલ્લો જોવાને બહાને રાજાનો મહેમાન બને છે. (૧૪) રાજા એક ક્ષત્રિયને છાજે એ રીતે એનું આતિથ્ય કરે છે, પણ એ વિશ્વાસધાતી સુલતાન કિલ્લાથી ઊતરતી વખતે રાજાને કેદ કરીને પોતાની છાવણીમાં લઈ જાય છે. (૧૫) બાદશાહ રાજાને ખૂબ દુ:ખ આપે છે; અને એ ોઈ-સાંભળીને બધા ચિત્તોડનિવાસીઓ ભારે મુસીબતમાં, મૂંઝવણમાં પડી જાય છે અને રાજાને કેવી રીતે છોડાવી શકાય એનો ઉપાય વિચારવા લાગે છે. (૧૬) એ વખતે અલાઉદ્દીન પોતાના દૂતને કિલ્લામાં મોકલીને કહેવરાવે છે કે જો મને રાણી પદ્મિનીને સોંપી દેવામાં આવશે તો હું રાજાને છોડી મૂકીશ અને ચિત્તોડનો ઘેરો ઉઠાવીને ચાલતો થઈશ. (૧૭) રાજાની પટરાણીનો પુત્ર વીરભાણુ, જે પોતાની ઓરમાન માતા પદ્મિની તરફ દ્વેષભાવ ધરાવતો હતો, એ પોતાના સરદારોને કહે છે કે ‘ જો ચિત્તોડની અને રાજાની રક્ષા કરવી હોય તો પદ્મિનીને સુલતાનને સોંપી દીધા સિવાય ખીજો કોઈ ઉપાય નથી.’ (૧૮) પદ્મિનીને કાને જ્યારે આ વાત જાય છે ત્યારે એ બહુ ખિન્ન થાય છે. એક બાજુ ચિત્તોડની અને પોતાના પતિની રક્ષાનો સવાલ છે, અને ખીજી બાજુ પોતાના સતીત્વ અને કુળધર્મની માઁદાની રક્ષાનો પ્રશ્ન છે. એને પોતાના જીવનની રક્ષાની તો કશી જ ચિંતા નથી. એ વિચારે છે : ‘ હું તો પળમાત્રમાં મારા પ્રાણુનો ત્યાગ કરીને મારા સતીત્વની રક્ષા કરી શકું છું : જીવતેજીવ તો હું ક્યારેય એ દુષ્ટ સુલતાનના હાથમાં નહીં પડું; પરંતુ મારા પ્રાણ આપવા છતાં શું મારા સ્વામી ખસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org