Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૧૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ સૂર્યસમાન મહારાજાધિરાજ શ્રીભુવનપ્રસાદદેવના પુત્ર મહારાજા શ્રીવીરધવલની પ્રીતિથી સમગ્ર રાજ્યના એશ્વર્યને પામેલા વસ્તુપાલે તથા તેના નાના ભાઈ તેજપાલે પોળ કરાવી.
જેણે અશ્વરાજના પુત્ર(વસ્તુપાલ)ને શ્રી મુદ્રાધિકારી બનાવ્યો તે વરધવલ રાજા સમુદ્ર પર્યન્ત પૃથ્વીનો સ્વામી થાઓ. (૧). - જેના પરિચયથી કોઈ પણ માણસ નિર્મદ અને વિવેકી થાય છે તેવી વસ્તુપાલ ખરેખર ધન્યાત્મા છે. (૨)
- ત્યાગશલ કર્ણના સમયમાં પૃથ્વી એક કર્ણવાળી હતી, તે વસ્તુપાલના ઉદય પછી બે કર્ણવાળી થઈ (૩)
શ્રીવાસ્તુપાલ અને તેજપાલ જગતના માણસોની આંખરૂપ છે, તેથી વિષ્ણુભગવાનની આંખરૂપ સૂર્ય-ચંદ્રની ઉપમા તેમના માટે ઊંચિત ગણાવી ન જોઈએ. (૪)
અને તે જ બે ભાઈઓએ ઉપર જણાવેલી પોળના પશ્ચિમ ભાગની બે ભીંતો ઉપર શ્રી આદિનાથદેવની
માટે આવેલા.........સ્નાત્રોત્સવનમિત્ત પૂણેકલશથી શોભાયમાન હસ્તયુગલવાળા પોતાની વડીલબંધુ ઠ૦ શ્રીણિગ અને મહાન શ્રીમાલદેવની મૂર્તિઓ શ્રીદેવાધિદેવના સમુખ બનાવી.
જેમ માત્ર એક જ કળાને ધારણ કરનાર ચંદ્ર વખણાય છે–પૂજાય છે, અતિ નાની ચિંતામણિ લોકોને ઈછિત આપે છે અને અંગ ઉપર લગાડેલું અમૃતનું બિંદુ તાપને દૂર કરે છે, તેમ વયમાં બાળક હોવા છતાં લૂણસિંહ (વસ્તુપાલનો મોટો ભાઈ) સર્વજનોમાં પ્રશંસાપાત્ર છે. (૧)
કળિયુગનું અધર્મમય અંગ પીસીને જેણે કલિકાલરૂપી શત્રુનો ગર્વ હણ્યો છે તેવા દિવ્યરૂપવાળા ધમિક અને યશસ્વી મંત્રીશ્વર મલ્લદેવ(વસ્તુપાલના મોટા ભાઈ)ની પ્રશંસા કોણ નથી કરતું? (૨-૩)
તથા પ્રસ્તુત પોળના પૂર્વ ભાગની બે ભીંતો ઉપર બનાવેલી હાથ જોડીને ઊભેલી પોતાની (શ્રીવાસ્તુપાલ અને તેજપાલની) મૂર્તિઓ શ્રી શત્રુંજય મહાતીર્થયાત્રા મહોત્સવનિમિત્તે આવતા મહાન શ્રીશ્રમણસંધ પ્રતિ સ્વાગત પૂછે છે. અહીં મહાકવિ સંઘપતિ શ્રીવસ્તુપાલની અંતરોમિ જણાવી છે તે આ પ્રમાણે
હું (વસ્તુપાલ) આજે શ્રીયુગાદિજિનની યાત્રાએ આવેલા સમસ્ત યાત્રિકોને અઢાતપણે ખુશ કરું –એટલે કે યાત્રિકોની ભક્તિ કરું છું–આથી જ મારા પિતાજીની આશા ફળી છે અને માતાજીની આશીષમાં આજે અંકુરો ફૂટ્યા છે. (૧)
જેના બન્ને લોક પવિત્ર છે તેવા શ્રી તેજપાલના હૃદયમાં સદા શ્રીયુગાદિજિન અને શ્રી વીરજિન છે. (૨)
જેની સભાની વિસ્તૃત પ્રમોદવાળી કીતિઓ ત્રણે ભુવનમાં ક્રીડા કરે છે તેવા ગુણવાન, ભાગ્યવાન અને મંત્રીઓમાં સૂર્યસમાન તેજપાલ આનંદ પામો. (૩)
વિનયનું જેમાં ભાન ન હોય એવી અબોધ બાલ્યાવસ્થામાં પણ જે નય, વિનય અને ગુણોદયને ધારણ કરે છે તે આ જૈત્રસિંહ (વસ્તુપાલન પુત્ર) સર્વ કોઈનાં મનને ચુંબે છે–સ્પર્શે છે. (૪)
જેના આપેલા દાનનો અંશમાત્ર પણ લોકોનું દારિદ્રય હણે છે એવા શ્રીવાસ્તુપાલ અધિકાધિક લક્ષ્મીવાન થાઓ. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org