Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મૂડબિદ્રીના જૈન ભંડારનાં પ્રાચીન તાડપત્રીય ચિત્રો
શ્રીમતી સરયૂ વિનોદ દોશી
મહિસુર રાજ્યમાં મેંગલોરની પૂર્વે વીસેક માઈલ દૂર આવેલું મૂડબિકી નામનું નાનું શહેર એના પ્રાચીન
*જેન હસ્તલિખિત ગ્રંથો તેમ જ દિગમ્બર સંપ્રદાયની પ્રાચીન જૈન ધાતુ તેમ જ પાષાણુની પ્રતિમાઓ વગેરે સામગ્રીથી ભરપૂર કીમતી ભંડાર માટે જાણીતું છે. અહીંના સિદ્ધાંતબસદી ભંડારમાં વર્ષોથી સચવાયેલા પણ કષ્ટસાધ્ય ત્રણ તાડપત્રીય * હસ્તલિખિત ગ્રંથો–ષખંડાગમ, મહાબંધ અને ક્યાયપાહુડ-આજે તો પ્રસિદ્ધ થઈ ગયા છે. આ ગ્રંથોમાં કેટલાંક ચિત્રો પણ છે. ડૉ. હીરાલાલ જૈને, પોતાના “ખંડગમ” તેમ જ “ભારતીય સંસ્કૃતિ મેં જૈન ધર્મકા યોગદાન” નામક ગ્રંથોમાં આ પ્રતોમાંનાં પ્રાચીન ચિત્રો પ્રસિદ્ધ કર્યા હતાં, પણ તેના ભાવાર્થ અને કલાનું વિવેચન કરવું જરૂરી છે.
ઈ. સ. ૧૯૬૪ના જાન્યુઆરીમાં દિલ્હીમાં મળેલા આંતરરાષ્ટ્રીય પર્વાય મહાસભાના અધિવેશન પ્રસંગે યોજાયેલા હસ્તપ્રતોના પ્રદર્શનમાં આ પ્રતોનાં ચિત્રો વિદ્વાનોને સારી રીતે જોવા મળ્યાં અને તેના સારા ફોટા વગેરે લઈ શકાયા. સને ૧૯૬૪માં અમેરિકામાં પેનસિલવેનિયા યુનિવર્સિટીમાં યોજાયેલ ટાગોર વ્યાખ્યાનમાળામાં ડૉ. મોતીચંદ્રજીએ એ ચિત્રો પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો હતો. દક્ષિણ ભારતમાંથી આજ સુધી ઉપલબ્ધ ગ્રંથસ્થ ચિત્રોમાં આ ચિત્રો કદાચ સૌથી વધુ પ્રાચીન છે તેથી, તેમ જ પ્રાચીન ભારતીય ચિત્રકલાના ઈતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવતાં હોવાથી, અને દિગમ્બર જૈન સંપ્રદાયનાં ગ્રંથસ્થ ચિત્રોમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવતાં હોવાથી એનું થોડું નિરૂપણું આવશ્યક છે.
વખંડાગમ, મહાબંધ અને કષાયપાહુડ નામક આ ત્રણે સચિત્ર ગ્રંથો જેન કર્મ સિદ્ધાંતનું નિરૂપણ રતા અને દિગમ્બર જૈન માન્યતા મુજબના સમસ્ત તત્ત્વજ્ઞાનના પ્રમાણભૂત ગ્રંથો છે. દિગબર માન્યતા
સવિસ્તર માહિતી માટે જુઓ બુલેટિન ઑફ ધી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ ઑફ વેસ્ટ ઇન્ડિયા નં. ૮, (૧૯૬૨-૬૪), ૫. ૨૯-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org