Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખો : ૩૨૭
પ્રશસ્તિલેખાંક ૫ : માત્ર ચાર કાવ્યાત્મક આ પ્રશસ્તિના રચયિતા મહામાત્ય વસ્તુપાલના પરમમિત્ર યશોવીર મંત્રી છે. આમાં વસ્તુપાલનો ગુણવાન મિત્રો પ્રત્યેનો આંતરભક્તિયુક્ત સ્નેહ અને વસ્તુપાલમાં એવી કોઈ વસ્તુ નથી જે જગતમાં કોઈને પણ અપ્રિય હોય, આ છે હકીકતો મુખ્યતયા જણાવી છે. ઉપરાંત વસ્તુપાલની સક્તિઓ (સુભાષિતો) શ્રેષ્ઠતમ હતી તેનો પણ નિર્દેશ અહીં જાણી શકાય છે.
પ્રશસ્તિલેખાંક ૬ : આ પ્રશસ્તિ ૪૦ લૂણસિંહના પુત્ર ઠેકર અરસિંહ-કપૂર અરિસિંહે રચેલી છે. અહીં વસ્તુપાલની સચ્ચરિત્રતા, ધર્મભાવના અને દાનશીલતા વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા તથા વીરતા જણાવી છે.
પ્રશસ્તિલેખાંક ૭ : આમ નામના પંડિતના ભાઈ દોદર નામના પંડિતે આ પ્રશસ્તિ રચી છે. અહીં વસ્તુપાલમાં લક્ષ્મી-સરસ્વતીનું એકય બતાવ્યું છે. ઉપરાંત તેની સૂક્તિઓ, સર્વતોમુખી કાર્યદક્ષતા, વીરતા, દાનશીલતા અને વિદ્વત્તાનો અહીં નિર્દેશ કર્યો છે તેમ જ તેના યશને સર્વદેઝ્યાપી જણાવ્યો છે.
પ્રશસ્તિલેખાંક ૮ : માત્ર એક જ પદ્યમય આ પ્રશસ્તિ જગસિંહ પંડિતે રચી છે. અહીં વસ્તુપાલને આલંકારિક રીતે સત્પુરુષ જણાવેલો છે.
પ્રશસ્તિલેખાંક ૯: આ પ્રશસ્તિના કર્યાં ભૃગુકચ્છ(ભરૂચ)નિવાસી ધ્રુવ અટકવાળા ઠક્કુર વીકલના પુત્ર ઠક્કુર વૈરિસિંહ છે. અહીં વસ્તુપાલને મહાન યોદ્ધો, શ્રેષ્ઠ પરોપકારી અને વિદ્વાન જણાવેલ છે.
પ્રશસ્તિલેખાંક ૧૦ : આ પ્રશસ્તિમાં એના રચનારનું નામ આપ્યું નથી. અંતની પુષ્પિકા ઉપરથી જાણી શકાય છે કે માંધાતૃનગરમાં આવેલા મડેશ્વર નામના શિવાલયના શિલાલેખની આ પ્રશસ્તિ છે. આનાં પહેલાં એ પદ્યો શંકરની પૂજા-ભક્તિરૂપે છે અને બાકીનાં ત્રણ પદ્યો વસ્તુપાલની પ્રશસ્તિરૂપે છે. આમાં વસ્તુપાલનું નામ નથી તેમ જ અંતિમ પાંચમા પદ્યમાં પ્રશસ્તિના મુખ્ય નાયકને શીલા નામની પત્ની જણાવી છે તેથી આ પ્રતિ વસ્તુપાલની હશે કે કેમ, તેવી શંકા થાય તે સ્વાભાવિક છે. સંભવ છે કે શિલાલેખ ઉપરથી પરંપરાએ ઉતારા થતાં મૂળ પ્રશસ્તિનો કેટલો'ક ભાગ લેખકોના દોષે ભુલાઈ જવાથી લુપ્ત થયો હોય. બાકી જે પોથીમાં વસ્તુપાલની પ્રશસ્તિઓનો જ સંગ્રહ છે તેમાં આવતી આ પ્રશસ્તિ વસ્તુપાલની જ હોવી જોઈએ એમ માની શકાય. ઉપરાંત, વસ્તુપાલે શિવાલયોના પુનરુદ્ધારો તેમ જ શિવનાં પૂજા-દર્શન કર્યાંના ઉલ્લેખો તો તેના સમયની જ કૃતિઓમાં મળે છે તેથી પ્રસ્તુત પ્રશસ્તિ વસ્તુપાલની ન હોય તેમ માનવાને કોઈ કારણ નથી. આ પ્રતિપાદન જો સાચું હોય તો વસ્તુપાલની પત્ની સોખુના નામને સુસંસ્કૃત કરી કદાચ શીલા તરીકે અહીં નિર્દિષ્ટ કર્યું હોય તેવું અનુમાન થઈ શકે.
આ પ્રશસ્તિઓના કર્તાઓ પૈકી આચાર્યશ્રી નરેન્દ્રપ્રભસૂરિ, આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિ, ગૂર્જરેશ્વરપુરોહિત શ્રીસોમેશ્વરદેવ, કવિસાર્વભૌમ હરિહર પંડિત, મંત્રી યશોવીર અને ઠકુર અરિસિંહના સંબંધમાં ડૉ॰ ભોગીલાલ સાંડેસરાએ પોતાના “ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ અને સંસ્કૃતસાહિત્યમાં તેનો ફાળો” નામના પુસ્તકમાં સવિસ્તર લખ્યું છે. સાતમા પ્રશસ્તિલેખના કર્તા ક્રોટ્ઠર પંડિત, આઠમા પ્રશસ્તિલેખના કર્યાં જગસિંહ અને નવમા પ્રશસ્તિલેખના કર્તા હપુર વૈરિસિંહ આ ત્રણ વિદ્વાનોનાં નામ પ્રાયઃ અન્યત્ર અનુપલભ્ય છે. આથી વસ્તુપાલના વિત્તૂલમાં આ ત્રણ નામ ઉમેરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org