Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ર૯૦: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થે સંબંધી ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થવાની આશા રાખવી વ્યર્થ છે. આમ છતાં પતિની એક મોટી ભાગ્યશાળી રાણી છે કે જેના સંબંધી તથ્યાતધ્યમિશ્રિત, ઈતિહાસનો આભાસ કરાવતી કેટલીક સાહિત્યિક રચનાઓ મળી આવે છે. કવિ હેમરત્નવિરચિત “ગોરા-બદલ પદમની-કથા-ચૌપાઈ' આવી રચનાઓમાંની એક રાજસ્થાની ભાષાની વિશિષ્ટ કૃતિ છે. કવિ જાયસીકૃત ‘પદમાવત’
આમ તો, આગળ સૂચવ્યું તેમ, મુસલમાન સૂફી કવિ જાયસીએ અવધી ભાષામાં રાણી પદ્મિનીની જીવનકથા સંભળાવતું ‘પદમાવત’ નામે સુંદર, પ્રૌઢ કાવ્ય રચ્યું છે. એ કાવ્ય હેમરત્નકૃત “ચૌપધ” કરતાં આશરે અરધી સદી પહેલાં રચાયું છે. જાયસીની આ કૃતિ હિંદી ભાષા-સાહિત્યમાં એક ખૂબ મહત્વની અને ઉત્કૃષ્ટ કોટિની રચના મનાય છે; અને એના ઉપર અનેક વિદ્વાનોએ વ્યાખ્યા, વિવેચન કે સમાલોચનારૂપે ગ્રંથ, નિબંધ કે પ્રબંધ લખ્યા છે. આ કૃતિમાં જાયસીએ પદ્મિનીના જીવનનું વર્ણન વિશુદ્ધ કથારૂપે નહિ પણ આલંકારિક ભાષામાં મહાકાવ્યની ઢબે કર્યું છે. કવિ જાયસી સૂફી વિચારસરણીને અનુયાયી હતો. એનું ધ્યેય હિંદુ જનતામાં ખૂબ લોકપ્રિય અને શ્રદ્ધાસ્પદ બનેલી સતી પદ્મિનીની આબાલગોપાલપ્રસિદ્ધ લોકકથાને સૂફી વિચારસરણ અને કલ્પનાના રંગે રંજિત કરીને એ કથાને વાંચવા-સાંભળવાવાળાઓને પોતાના સંપ્રદાયની વિચારસરણી તરફ આકર્ષિત કરવાનું હતું. જાયસીના સંસ્કાર અને ભાવ ઇસ્લામી સંસ્કૃતિથી રંગાયેલા હતા, અને એનો ઉછેર ફારસી-અરબી ભાષાના સાહિત્યની પરંપરામાં થયો હતો, તેથી એની કૃતિમાં એને અનુરૂપ ભાવાભિવ્યક્તિ થવા પામી છે. આમ છતાં એ કવિ હિંદુ વિચારસરણી, ભાવાભિવ્યક્તિ અને સાહિત્યશૈલીથી સુપરિચિત હતો, તેથી એની રચનામાં વિશેષ ભેદભાવ નજરે નથી પડતો; અને તેથી એની રચના હિંદુઓને માટે પણ એટલી જ સ્વીકાર્ય અને આદરપાત્ર બની શકી છે. પ્રસ્તુત કૃતિનું ઐતિહાસિક મહત્વ
જાયસીકૃત ‘પદમાવત’ જેમ ઉત્તર ભારતમાં વિશેષ પ્રચલિત બન્યું તેમ રાજસ્થાન, ગુજરાત, માળવા જેવા પશ્ચિમ ભારતના પ્રદેશોમાં કવિ હેમરત્નની પ્રસ્તુત રચના વિશેષ પ્રસિદ્ધ હતી. આ કવિ વિદ્વાન જેન યતિ હતા. એમની ભાષા સુપરિષ્કૃત રાજસ્થાની છે; પણ એની રચના મારવાડ, મેવાડ, માળવા અને ગુજરાતના પ્રદેશોમાં સમાનરૂપે ઉપયોગમાં લેવાતી શૈલીમાં થયેલી છે.
ઐતિહાસિક દષ્ટિએ આ કૃતિ વિશેષ મહત્વ ધરાવે છે. કવિએ પોતે જ આ કૃતિની પ્રશસ્તિમાં (A પ્રતિની પ્રશસ્તિની ૪થી ૭મી કડીઓમાં) જણાવ્યું છે તે પ્રમાણે આ ચીપઈની રચના ઉદયપુર રાયે અને એના રાજવંશ સાથે વિશેષ સંબંધ ધરાવતા, ઓસવાલ જાતિના, કાવડિયા ગોત્રના તારાચંદની માગણીથી કરવામાં આવી હતી. આ તારાચંદ ઇતિહાસપ્રસિદ્ધ દેશભક્ત વીર ભામાશાહનો નાનો ભાઈ થતો હતો; અને મહારાણા પ્રતાપનો વિશ્વાસુ રાજ્યાધિકારી હતો. સુપ્રસિદ્ધ હલ્દીઘાટના યુદ્ધમાં ભામાશાહની સાથે તારાચંદ પણ એક અગ્રણે યોદ્ધો અને સૈન્યના સંચાલક હતો. એણે ચિત્તોડના રાજવંશની રક્ષાને માટે અનેક પ્રકારે સેવાઓ આપી હતી; તેથી એના અંતરમાં ચિત્તોડની ગૌરવગાથાનું ગાન કરાવવાનો ઉલ્લાસ હોય એ સ્વાભાવિક છે. જ્યારે કવિ હેમરત્ન વિ. સં. ૧૬૪૫નું ચોમાસુ સાદડી નગરમાં રહ્યા તે વખતે તારાચંદ ત્યાં મોટા રાજ્યાધિકારીને પદે હતા. જૈન સમાજની પરંપરા પ્રમાણે તારાચંદ ધર્મગુરુઓને વંદન કરવા તેમ જ એમનો ઉપદેશ સાંભળવા, યથાસમય, જૈન ઉપાશ્રયમાં જતા રહેતા હતા. યતિ હેમરત્ન સારા કવિ હતા અને ધર્મોપદેશમાં તેઓ પોતાની રચનાઓને આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org