Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન કવિ શ્રી હેમરવિરચિત વીરગાથા : ગોરા-ખાદલ-પદ્મમનીકથા-ચૌપઈ : ૨૮૯
બનાવવા ચાહતો હતો; અને એમ કરીને એ હિંદુ જાતિના ધાર્મિક અને સાંસ્કૃતિક હૃદયનું ખૂન કરીને એને પોતાના કબ્રસ્તાનમાં દફનાવવા ચાહતો હતો. અલાઉદ્દીને માન્યું હશે કે ચિત્તોડ એ તો નાનુંસરખું રાજ્ય છે; એની લશ્કરી તાકાત કંઈ મોટી નથી; એ કિલ્લા ઉપર ચપટી વગાડતાં કબજો થઈ જશે, અને ભારતની એ શ્રેષ્ઠ નારીને સહેલાઈથી મારા અંતઃપુરમાં હું દાખલ કરી શકીશ. પણ ચિત્તોડના મુઠ્ઠીભર વીરોએ એના આક્રમણનો દૃઢતાપૂર્વક સામનો કર્યો. એને મહિનાઓ સુધી ત્યાં પડાવ નાખીને પડયા રહેવું પડયું, અને પોતાના સેંકડો ચુનંદા સૈનિકોનાં માથાં કપાવા દેવાં પડ્યાં. લડતાં લડતાં જ્યારે ચિત્તોડના બધા વીરો ખપી જવા આવ્યા ત્યારે પદ્મિનીએ પોતાના વીરોને કેસરિયાં કરવાનું કહીને, એમના કપાળમાં અક્ષત-ચંદનનાં તિલક કરીને, એમને વિદાય કર્યા; અને પોતે, પોતાના સમસ્ત નારીસમુદાયની સાથે, પદ્મિની સરોવરમાં સ્નાન કરીને અને ભગવાન શંકરની ભક્તિપૂર્વક પૂજા-પ્રાર્થના કરીને, મંગળ ગીત ગાતી ગાતી ચિતા ઉપર બેસી ગઈ ! જોતજોતામાં એની અને એની સાથેની બધી સતી નારીઓની સોનલવર્ણી કાયા, ચિતાની સોનલવર્ણી જવાળાઓમાં ભળી જઈને, રાખનો પુંજ બની ગઈ ! જેમ કિલ્લામાં ભડભડતી ચિતાની જવાળાઓ શાંત થઈ ગઈ એમ કિલ્લાની નીચેની રણભૂમિમાં રણવીરોની રક્તધારા પણ વહેતી બંધ થઈ ગઈ ! કિલ્લાના દરવાજા ઉધાડા પડ્યા હતા અને રાજમહેલો સૂના થઈ ગયા હતા ! જ્યારે અલાઉદ્દીન કિલ્લા ઉપર પહોંચ્યો ત્યારે એ પોતાના રાજકવિ અમીર ખુસરુ સામે જોઈ ને કોઈક હુદ હુદ ’ને માટે બૂમો પાડી રહ્યો હતો; પણ ત્યાં ‘હુદહુદ' ક્યાં હતી? ફકત રાખના પુંજમાંથી રાખની ઝીણી રજ ઊડીઊડીને એની ગોઝારી આખોમાં પડી રહી હતી; જેથી એ, પોતાનું કાળું મોં છુપાવતો છુપાવતો અને પોતાની ઘૃણાસ્પદ આંખોને ચોળતો ચોળતો, હતાશ થઈને ખાલી હાથે દિલ્લી પાછો ફરી ગયો !
6
પદ્મિનીની જીવનકથાનું આટલું જ સારભૂત નૃત્તાંત છે; પણ એ એટલું તો ઉદાત્ત અને ભાવોત્તેજક છે કે પ્રત્યેક હિંદુ સંતાન એને સાંભળીને રોમાંચિત થઈ જાય છે. આબાલવૃદ્ધ બધાં સ્ત્રી-પુરુષો આ કથાનું શ્રવણ કરીને લાગણીભીનાં બની જાય છે. હિંદુ જાતિની હસ્તિને જ ખતમ કરી નાખે એવા પ્રલયકાળ સમા એ યુગમાં એક આદર્શ સન્નારી એવી થઈ, જેણે પોતાના સતીત્વ અને જાતીય ગૌરવની રક્ષા માટે પોતાના પ્રાણનું એવી રીતે બલિદાન આપી દીધું કે જેને લીધે હિંદુ જાતિના ગૌરવની દિવ્ય જ્યોતિ આજ સુધી પ્રકાશમાન રહી છે. આને લીધે પદ્મિનીની કથા, એ મૂળ ઘટના બની ત્યારથી જ, માળવા, ગુજરાત વગેરે પ્રદેશોની જનતામાં ખૂબ લોકપ્રિય થઈ ગઈ હતી; અને આબાલવૃદ્ જનસમૂહમાં ખૂબ ભક્તિ, ઉલ્લાસ અને ગૌરવપૂર્વક કહેવા-સાંભળવામાં આવતી હતી—–રાજસ્થાનથી દૂર છેક પૂર્વ ભારતમાં પણુ.
પદ્મિનીની કથાની આવી હૃદયસ્પર્શિતા, વિશિષ્ટતા અને લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને જ જાયસી જેવા મુસલમાન કવિ પણ અવધી ભાષામાં આ કથાને ‘ પદમાવત' નામથી કવિતાઅદ્દ કરવા પ્રેરાયા હતા. જાયસીની આ કવિતા પણુ, કથાની મુખ્ય નાયિકા પદ્મિનીની જેમ, સારા પ્રમાણમાં લોકપ્રિય બની છે. આ કૃતિની રચના પ્રાચીન હિન્દીની અવધી બોલીમાં થયેલ હોવાથી ઉત્તર ભારતમાં એનો પ્રચાર વિશેષ થયો છે.
ઐતિહાસિક સામગ્રીનો અભાવ; સાહિત્યિક સામગ્રીની પ્રાપ્તિ
કાળના પ્રભાવે જ્યારે મોટા-મોટા સમ્રાટોનાં જીવન સંબંધી પણ આપણને થોડીક પણ ઐતિહાસિક સામગ્રી મળી શકતી નથી, ત્યારે પદ્મિની જેવી એક નાના સરખા રાજ્યના શક્તિહીન રાજાની રાણી
સુ૨૦૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org