Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન કવિ શ્રી હેમરવિરચિત વીરગાથા ગોરા-બાદલ-પદમની કથા-ચૌપાઈ: ૨૦૭
જેન યતિઓનું આવું નિસ્પૃહ છવન જનસમૂહના અંતરમાં એમના પ્રત્યે આદર અને બહુમાનની લાગણી ઉત્પન્ન કરે છે. તેઓ એક ઉત્તમ સાધક તરીકે પોતાની આત્મસાધના કરતા રહે છે; અને સાથોસાથ પોતાના સંપર્કમાં આવતાં નર-નારીઓને, એમની યોગ્યતા અનુસાર, અહિંસા, સત્ય, અસ્તેય, વ્યા, દાન, પરોપકાર, સેવા-સુશ્રુષા, દીન-દુ:ખી જનો પ્રત્યે સહાનુભૂતિ, એમની સહાયતા તેમ જ રાષ્ટ્ર તથા સ્વધર્મની રક્ષા વગેરે સદાચાર પોષક સદ્ગુણોના સંસ્કારોનો વિકાસ કરવાની દૃષ્ટિએ સદુપદેશ આપતા રહે છે.
જેન તિજનોના આવા સદાચાર-પોષક ઉપદેશને ઝીલીને હજારો માણસો એમના શ્રદ્ધાળ અનુયાયી બની જતા હતા, અને એમણે બતાવેલા ધર્મમાર્ગનું અનુસરણ કરતા રહેતા હતા. પશ્ચિમ ભારતમાં અત્યારે જેટલી જૈન વણિક જ્ઞાતિઓ કે જેટલા સમાજે હયાત છે તે બધાંય આ જૈન યતિઓના સદુપદેશોને લીધે સંસ્કારસંપન્ન બની શક્યાં છે. આ જૈન સમૂહોએ પશ્ચિમ ભારતના સમગ્ર લોકજીવનના ઘડતર અને વિકાસમાં ઘણું મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ જૈન સમૂહો દેશની રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં હંમેશાં પોતાનો ફાળો આપતા રહેવાની વિશિષ્ટ ફરજ બજાવતા રહ્યા છે. એનો ઈતિહાસ ઘણું વિશાળ તેમ જ પ્રમાણભૂત છે. પણ હજી સુધી એના ઉપર જોઈ એ તેટલો પ્રકાશ પાડવાનો યોગ્ય પ્રયત્ન નથી થયો.
આ જેન તિઓ જનસમૂહને સંસ્કારસંપન્ન કરવા માટે જેમ હમેશાં ઉપદેશ આપતા રહેતા એ જ રીતે તેઓ જાતે જુદા જુદા વિષયોનું વિશિષ્ટ જ્ઞાન મેળવતા રહેતા અને પોતાથી ભિન્ન દેશકાળમાં રહેનાર કે થનાર જિજ્ઞાસુઓને પોતાની જ્ઞાનોપાસનાનો લાભ મળતો રહે એટલા માટે નવા નવા ગ્રંથોની રચના કરીને દેશની સાહિત્યિક સમૃદ્ધિમાં પણ વધારો કરતા રહેતા. જેન તિઓએ રચેલ સાહિત્ય ઘણું વિપુલ છે. છેલ્લાં એક હજાર વર્ષના ભારતીય સાહિત્યનો વિસ્તૃત ઇતિહાસ લખવામાં આવે તો સંખ્યાબંધ જેન યતિઓને એમાં ઘણું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થઈ શકે એવી એમની સેવાઓ છે.
આ જૈન યતિઓ કે મુનિઓ પોતાના ધર્મ અને સંપ્રદાયના મર્મજ્ઞ વિદ્વાન તો થતા જ હતા, પરંતુ એમના જ્ઞાનાર્જન અને જ્ઞાનદાનનું ક્ષેત્ર સર્વવ્યાપક અને સર્વાનુભવવાળું રહેતું હતું. તે તે સમયમાં જ્ઞાત અને પ્રવર્તતી વિદ્યાઓની બધી શાખા-પ્રશાખાઓનું આ વિદ્વાનો યથેષ્ટ આકલન, અધ્યયન, ચિંતન-મનન, આલોચન અને સર્જન કરતા રહેતા હતા. જેમ એમની જ્ઞાનપિપાસા અપરિમિત હતી,
મ એમની જ્ઞાનોપાસના પણ એવી જ ઉત્કટ અને અસાધારણ હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, કોષ, છંદ, અલંકાર, ન્યાય, પ્રમાણુશાસ્ત્ર વગેરે શબ્દશાસ્ત્ર કે તરવવિવેચનને લગતાં શાસ્ત્રોનું અધ્યયન કરવા ઉપરાંત જ્યોતિષ, વૈદ્યક, શિલ્પ, શકુન, વર્ષાવિજ્ઞાન, પ્રશ્નપરિજ્ઞાન, રમલ વગેરે બધી જાતનાં શાસ્ત્રોનું પણ એવું જ અધ્યયન, અવલોકન અને સર્જન કરતા રહેતા. કેટલાય જૈન આચાર્યો અને યતિનાયકો મંત્રવિદ્યા અને તંત્રવિદ્યામાં નિપુણ હતા. જૈન ઇતિહાસના અંગભૂત પ્રાચીન પ્રમાણે અને ઉલ્લેખો મુજબ એવા અનેક મોટા જેન આચાર્યોનું વર્ણન મળી આવે છે કે જેઓ મોટા માંત્રિક અને તાંત્રિક હતા. પોતાની આ વિદ્યાને બળે એમણે એ વખતના જનસમૂહો ઉપર મોટો ઉપકાર કર્યો હતો; પોતાના દેશવાસીઓનાં આંતર-બાહ્ય કષ્ટો દૂર કરવામાં ઘણી મદદ કરી હતી. તેઓ સદાચારનું આચરણ કરવાની પ્રેરણા તો આપતા જ રહેતા હતા; પણ અવસર જોઈને લોકોને નીતિમાર્ગનું અનુસરણ કરવાની પ્રેરણા આપીને રાજા અને પ્રજાની ફરજેનું અને આદરવા યોગ્ય વ્યવહારોનું પણ માર્ગદર્શન કરાવતા રહેતા હતા.
એમના જ્ઞાન અને ચારિત્રબળને લીધે એમના પ્રત્યે શ્રદ્ધા ધરાવતા અનુયાયીઓ તો એમના સદુપદેશને માથે ચડાવવાને માટે હમેશાં તત્પર રહેતા જ હતા; પરંતુ જેઓ એમના અનુયાયી ન હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org