Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન કવિ શ્રી હેમરત્નવિરચિત વીરગાથા ગેરઆદલપદમનકથા-ચૌપાઈ : ર૯૫ ડૉ. કાનૂનગો જેવા વિચારકોનું ખંડન કરનારાઓમાં રાજસ્થાનના જાણીતા ઇતિહાસન ડો. દશરથ શમાં મુખ્ય છે. એમણે કેટલાંક વિશિષ્ટ ઐતિહાસિક પ્રમાણોને આધારે પદ્મિનીની કથાને ઈતિહાસસિદ્ધ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. બિકાનેરથી પ્રગટ થયેલ, અગાઉ સૂચિત, લબ્ધોદય કવિની પદ્મિનીચઉપઈની શરૂઆતમાં “રાની પદ્મિની–એક વિવેચન' શીર્ષક ડૉ. શર્માનો ટૂંકો છતાં સારભૂત લેખ છપાયો છે. એમાં ડૉ. શર્માજીએ ડૉ. કાનગોના તકોનો જવાબ આપતાં કહ્યું છે કે અલ્લાઉદ્દીનના સમકાલીન લેખકોએ પદ્મિની સંબંધી ચર્ચા નથી કરી એ હકીકતને કોઈ પ્રબળ પ્રમાણરૂપ ન લેખી શકાય; એ લેખકોએ તો એવી અનેક બાબતોનો ઉલ્લેખ નથી કર્યો કે જે અન્ય પ્રમાણોથી જાણી શકાય છે. જાયસીની પહેલાં પદ્મિનીના અસ્તિત્વનો સૂચક કોઈ એતિહાસિક ઉલ્લેખ નથી મળતો, એવો ડો. કાનૂનગોનો બીજો તર્ક પણ બરાબર નથી. જાયસી પહેલાં (સં. ૧૫૮૩માં) રચાયેલી છિલા વર્ષમાં રતનસેન, પદ્મિની, ગોરા-બાદલ અને ચિત્તોડની ઘટનાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. કોઈ અજ્ઞાત કી કે ચારણે રચેલાં ગોરા-બાદલના ચરિત્રને લગતાં કવિત્ત મળી આવ્યાં છે, જે ભાષાની દૃષ્ટિએ જાયસી પહેલાંનાં માલૂમ પડે છે. રાજા રતનસિંહનો સં. ૧૩૫૯નો સ્પષ્ટ શિલાલેખ ચિત્તોડમાંથી મળી આવ્યો છે; એને આધારે એ વખતે એ ત્યાંનો રાજા હતો એ નિશ્ચિત થાય છે. આ તર્કોને આધારે ડૉ. શર્માજીએ એમ પુરવાર કર્યું છે કે જાયસીના પક્ષમાવત”ની પહેલાં જ પદ્મિનીની કથા અને અલાઉદ્દીનની લંપટતા સારી રીતે જાણીતી થઈ ચૂકી હતી.
હેમરત્નને જાયસીના “માવત' સંબંધી કશી જાણકારી નહિ હતી. એમણે તો રાજસ્થાનમાં પરાપૂર્વથી લોકવિખ્યાત બનેલાં કથાબીજોને આધારે પોતાની સ્વતંત્ર કૃતિ રચી છે. એ સ્પષ્ટ કહે છે કે મુળ તિ, માધ્ય૩ સંવંધિ' (A પ્રતિની પ્રશસ્તિ, કડી ૧૦) અર્થાત મેં જેવો સંબંધ સાંભળ્યો તેવો કહ્યો છે. વળી, કવિ પોતાની રચનાના પ્રારંભમાં જ કહે છે કે “ઢવશું સાવ થા, ળિ ન મારૂ ” (ત્રીજી કડી) એટલે કે હું સાચી કથા રચીશ અને એમાં કોઈ ખોડ અર્થાત અસત્ય નહિ આવવા દઉં. આ રીતે હેમરત્વની કથા અને એનાં મુખ્ય પાત્રો બિલકુલ ઐતિહાસિક હતાં, એમાં શંકા નથી. પદ્મિનીની આ કથા સુખાંત કેમ?
આમ છતાં એક વાતનું આશ્ચર્ય થયા વગર નથી રહેતું કે હેમરત્ન વગેરે રાજસ્થાનના કવિઓએ પદ્મિનીના જીવનની અંતિમ ઘટના (પોતાના પતિની પાછળ સતી થવા) અંગે કેમ કશું નથી લખ્યું? આ રાજસ્થાની કવિઓ પદ્મિનીની કથાને સુખાંત રૂપમાં જ પૂરી કરે છે; અને એ કથાનો જેવો કરુણ અંત જાયસીએ વર્ણવ્યો છે, એ અંગે સર્વથા મૌન સેવે છે, એમ કેમ બન્યું હશે ?
પતિની સંબંધી બધી કથાઓમાં સૌથી વધારે સંગત અને આધારભૂત રચના કવિ હેમરનની પ્રસ્તુત કૃતિ જણાય છે. સંભવ છે, પવિનીના કરુણ અંત અંગે એને કોઈ વિશ્વાસપાત્ર આધાર જાણવા નહિ મળ્યો હોય, તેથી એણે એનું કોઈ સૂચન નહિ કર્યું હોય અને રાજા રતનસેનની મુકિતની સાથે જ આ કથાને સુખાન્ત રૂપમાં પૂરી કરી દીધી હોય. વીરગાથાની કેટલીક પ્રસાદી
સામાન્ય જનસમુદાયમાં રાષ્ટ્રભાવના કે રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરે એવી અદ્ભુત આ વીરગાથા દસ ખંડમાં વિભકત છે. ગ્રંથની પ્રશસ્તિની કડીઓ, અને વચ્ચે વચ્ચે, આભમાં તારલિયાની જેમ, શોભી
જઓ, ગૌરીશંકર હીરાચંદ્ર ઓઝાત “ઉથપુર રાજ્યના દતિહાસ” ખંડ ૨, પૃ૦ ૪૯૫૪૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org