Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગુજરાતનું લોકજીવન
મંજુલાલ ૨૦ મજમુદાર
ગુજરાતને મિશ્ર સમાજ મધ્યકાલીન ગુજરાતી સમાજ અનેકાનેક જાતિ, વર્ણ અને સંસ્કારોના સંમિશ્રણમાંથી અસ્તિત્વમાં
* આવ્યો છે, એ હકીકત છે. ગુજરાતની ભૂમિ ઉપર અનેક પ્રજાસમૂહોનાં સંમિશ્રણ થયાં છે; પરિણામે, એ સૌનાં સ્વભાવલક્ષણ ગુજરાતી સમાજમાં વરતાવા લાગ્યાં છે. પ્રજાનાં પરિભ્રમણોએ ગુજરાતી સમાજને અને તેના સ્વભાવને ધડ્યો છે, તેથી જ ગુજરાતી પ્રજાજનને, અનુભવથી ઘડાઈને નમ્ર અને વ્યવહારકુશલ થતાં આવડયું છે; તેમ જ આ કારણથી જ ગુજરાતીમાં સ્વપ્રાંતાભિમાન, બીજાને મુકાબલે, બહુ મૉળું રહેવા પામ્યું છે. દ્રવ્યલક્ષી પ્રજા
ગુજરાતીઓ મોટે ભાગે દ્રવ્યલક્ષી પ્રજા છે”—એવું આક્ષેપાત્મક કથન ચાલ્યું આવે છે; તેની સાથે એ પણ યાદ કરવા જેવું છે કે ગુજરાતનાં બંદરો ઉપર ઘણીવાર પરદેશી હકૂમત રહેલી છે, અને તેને લીધે ગુજરાતનો આંતરપ્રદેશ જુલમી અધિકારથી બચી પણ ગયો છે.
મુદ્રાવ્યાપારમાં અગ્રેસર
ગુજરાતના દ્રવ્યલક્ષીત્વની સારી છાપ રાષ્ટ્ર તંત્ર અને તેના કારભાર ઉપર પણ પડ્યા વગર રહી નથી. જેમ આજના જમાનામાં મોટાં રાષ્ટ્રોનો વ્યવહાર શરાફી પેઢીઓ, બેન્કો અને કરાધિપતિઓ ઉપર નભે છે તેમ, ગુજરાતનાં રાજ્યોનો વ્યવહાર તેના મોટા મોટા વેપારીઓ ઉપર નભતો હતો. મધ્યકાલીન ગુજરાતમાં વસ્તુપાલ-તેજપાલ, શાંતિદાસ ઝવેરી, તથા પેશ્વાઈના વખતમાં પૂનામાં પહેલી ટંકશાળા ચલાવનાર ગુજરાતી દુલભ શેઠ, અને કંપની સરકારના વખતમાં સુરતથી મુંબઈમાં આવીને રહેલા આત્મારામ ભૂખણ ત્રવાડી વગેરે શરાકોની પેઢીઓએ નોંધપાત્ર સેવા બજાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org