Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિરહિણનો એક અનુભાવવિશેષ: ૨૭૩ તેવા આપણા દેશના સાહિત્યમાં નિરૂપિત ગોપીઓની દશા કેટલીક વેળા વિપ્રલબ્ધાની છે, તો કેટલીક વેળા ખંડિતાની પણ જણાય છે, કારણ, વિપ્રલબ્ધા ઠગાયાને કારણે વંચિતા છે; તે ખંડિતાને માટે પતિ કે પ્રિયનું અન્યગમન તે વિરહનું અને અન્યોપભોગ બાદનું આગમન તેના માનખંડનનું કારણ છે; જ્યારે કલહાંતરિતા, પતિના કરેલા અવમાનને કારણે પશ્ચાત્તાપ અનુભવતી પતિનૈહવંચિતા છે. આ પાંચે પ્રકારની નાયિકાની સ્નેહદશાનું એક સમાન તત્વ તે વિરહ છે. એ વિરહ, તેનાં સ્વરૂપ, સમય અને ગુણબળની કક્ષામાં અલગ પ્રકારનો ને તરતમ કોટિનો હોય, એ સ્વાભાવિક છે; કેમકે આ નાયિકાઓનાં વિરહનાં નિમિત્તકારણે અલગ અલગ હોઈ તેમની અવસ્થા યે નિરનિરાળી છે. એટલે આપણે અહીં મુખ્ય પ્રોષિતભર્તકા અને વિરહોલંડિતાના વિરહને જ જઈશું એમ નિશ્ચિતપણે નહિ કહી શકાય. તેનું એક બીજું કારણ પણ છે. અહીં આપવા ધારેલાં કેટલાંક અવતરણ તે પ્રકીર્ણ સુભાષિતો-દુહાઓગાથાઓ છે, જે સંદર્ભરહિત હોવાને કારણે, તેમાંથી નાયિકાનો પ્રકાર અવશ્ય કળાય જ, એમ નહિ. એટલે વધારે ચોકકસપણે વિષયને આડ બાંધી લેવા માટે એમ કહીશું કે જ્યાં નાયક અને નાયિકા ઉભયાનકૂલ છે—મનોમેળવાળાં–અનુરક્ત છે, પણ બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ છે, તેમના વિરહની અભિવ્યક્તિનું એક સામાન્ય સ્વરૂપ આપણે તપાસીશું. એ દષ્ટિએ, તેવાં ઉદાહરણે જેમાંથી સહેલાઈથી મળી શકે તેવી નાયિકાઓ વિરહોéક્તિા અને પ્રોષિતભર્તૃકાને લેખી શકાય. માટે સહુ પહેલાં, આપણે વિરહોલંકિતા અને પ્રોષિતભર્તુકાની વ્યાખ્યાથી પરિચિત થઈએ, કારણ, આપણે જેવા ધારેલાં અવતરણે તે બન્નેની—ને તેમાં યે પ્રોષિતભર્તુકાની અવસ્થા દેખીતી રીતે વ્યક્ત કરી આપશે. ભરતે કથેલી વિરહોલ્ડંડિતાની વ્યાખ્યા જોઈએ :
अनेककार्यव्यासङ्गाद्यस्या नागच्छति प्रियः । तस्यानुगमदुःखार्ता विरहोत्कंठिता मता ।।
–ભરતનાટ્યશાસ્ત્રમ, અધ્યાય ૨૪, શ્લોક ૨૦૬. અર્થાત
અનેક કાર્યના રોકાણને લીધે જેનો પ્રિય આવતો નથી તેથી ઉદ્દભવતા દુઃખથી આર્ત તે વિરહાકુંઠિતા મનાય છે.”
ભરતની વ્યાખ્યાથી સાહિત્યદર્પણકારની વિરહોલ્ડંહિતાની વ્યાખ્યામાં જરા ફેર છે. તે કહે છે : આવવાની ઈચ્છા કરેલી છતાં, દેવે કરી જેનો પ્રિય આવી શકતો નથી તેના ન આવવાથી જે દુઃખિત હોય તે વિરહોéકિતા કહેવાય.”૧ વિશ્વનાથે દેવની પ્રતિકૂળતા કહી, સ્પષ્ટ રીતે નાયકની પત્નીઝવણુતા બતાવી છે, જે ભારતની વ્યાખ્યામાં નથી. પણ ઉભયના નિરૂપણમાં નાયિકાનો વિરહસંતાપ નિશ્ચિત છે. પ્રોષિતભર્તુકાની વ્યાખ્યા તેના સ્વરૂપોલેખસહિત ભરતે નીચે મુજબ આપી છે :
गुरुकार्यान्तरवशाद्यस्या विप्रोषितः प्रियः । सा रूक्षालककेशान्ता भवेत्प्रोषित भर्तृका ॥
–એજન, ૨૪મો અધ્યાય, શ્લોક ૨૧૧.
१ आगन्तुं कृतचित्तोऽपि दैवान्नायाति यत्प्रियः । तदनागमदुःखार्ता विरहोत्कंठिता तु सा ॥
–વિશ્વનાથપ્રણીત સાહિત્યદર્પણ, તૃતીય પરિચ્છેદ, શ્લોક ૮૬. સુ૦ ગ્ર૦૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org