Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૮૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ પ્રત્યક્ષ કરી છે. એવી સંપૂર્ણ—સોએ સો ટકાની, અને તે ય સમાન અંગોની તુલનાવડે વ્યંજિત થતી એ કશતા છે. પણ પોતાનાં બે જુદાં જુદાં અંગો વડે સૂચવાતી તુલનાત્મક ક્ષામતાના નિરૂપણનો એક સંદેશાસકનો બીજો–આગળનાની પડખે જ મૂકેલો દુહો છે :
સંદેશsઉ સવિત્થર૩, પર મઈ કશું ન જાઈ
જે કાલગુલિ મુંદડઉ સો બાહડી સમાઈ | ૮૧ | એટલે કે
“સંદેશો સવિસ્તર (છે) પણ મારાથી કહ્યો ન જાય. જે ટચલી આંગળીની મુદ્રિકા તે બાહુમાં સમાઈ જાય છે.”
આ ને આ કૃશતાની બિના મીરાંના એક પદમાં, તેની આગળ આવેલી પંક્તિને કારણે વિશેષ તીવ્રતાથી કહેવાઈ છે ?
માંસ ગેલે ગલ છાજિયા રે, કરક રહ્યા ગલ આહિ; આંગલિયારી ચૂંદડી વ્હારે આવણા લાગી બાંહી.”
–મીરાંનાં પદો, સંપાદકઃ ભૂપેન્દ્ર ત્રિવેદી, પૃ. ૧૮૬, પદ ૨૧ (પાંતરવાળું) આપણે જોયાં એ દષ્ટાંતોમાં તો, એક કે વિભિન્ન પ્રકારનાં પણ નાયિકાનાં પોતાનાં ને પોતાનાં જ બે અંગોને સમીપ મૂકી બતાવી તુલનાથી ક્ષીણતા પ્રત્યક્ષ કરી. પણ એથી છે એક દુશ્યમ દષ્ટાંત, જેણે વિશેષ ચમત્કૃતિ સાધી છે. કોઈ એક પરંપરાના રાધાકૃષ્ણવિરહના માસના સાંભળેલા ગીતની તે પંક્તિઓ છે?
“મહા મહિને મન મારું, મળવાને મન અકળાય રે; હરિની ટચલી આંગળીકરી મુંદ્રિકા,
મારી દશે આંગળીયો સમાય રે;
હો રામ ! શ્રીકૃષ્ણ દ્વારકામાં જઈ રહ્યા.” અહીં કૃષ્ણની એક અને તે ય ટચલી–જે ટચૂકડી આંગળી, તેની બરાબર પોતાની દશ આંગળીઓની, પરસ્પર સંગેની તુલનાથી ક્ષીણતાની માત્રા ઘેરી બની છે. અને એ અતિશયોક્તિ, વિરહતીવ્રતાની બાઢ બતાવે છે.
હવે એક છેલ્લો વલય વિશેનો, વિરહ અને મિલનની ભાવસંધિવાળો હેમચંદ્ર ઉદ્દત કરેલો અપભ્રંશ સાહિત્યનો પ્રચલિત સુંદર દુહો જોઈએ:
વાયસ ઉઠ્ઠાવતિઅએ પિઉ દિઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય, અદ્ધા સુદ તડત્તિ” કામચલાઉ ગુજરાતીમાં
વાયસને ઉડાડતા પિયુ દીઠો સહસાજ,
અર્ધ વલય મહી પર અને અર્ધ તડાક તૂટત. હવે રહે છે છેવટે જોવાનો એક હસ્તાવલંબી અનુભાવ ? અને તે પત્રલેખનનો. શાકુન્તલમાં વિરહોસ્પંદિતા શકતલાનો “ શકોદરસુકુમાર નલિનીપત્ર” પરનો પત્રલોક આપણે વાંચ્યો છે. એટલું જ નહિ, મીરાં જેવીના પદમાં પ્રોષિતભર્તૃકા વિશેના પરદેશ વસતા પિયુને “લિખિલિખિ ભેજત બાંતી”ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org