Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિરહિણનો એક અનુ ભાવવિશેષ
શ્રીમતી હીરાબહેન રા૦ પાઠક
આપણા દેશનું શૃંગારરસનું–તેમાં યે વિરહોત્કટતાનું–રસિક કાવ્યસાહિત્ય મબલખ પ્રમાણમાં છે :
* પ્રાચીન તેમ જ મધ્યકાલીન બન્ને પ્રકારનું એટલે કે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અમુક સમય સુધીના ગુજરાતીનો તેમાં સમાવેશ થાય છે. વળી આપણું ઘણીખરી પ્રાદેશિક ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્દભવેલી હોઈ કેટલીક જે અતૂટ પરંપરા તેમાં જળવાઈ રહી છે તેમાં રસોચિત વૈવિધ્ય સાથે, તેની ભાવભંગિઓમાં અનુભાવ વગેરેની એક સમાન નિરૂપણઆયોજનાને અવિચ્છિન્ન તંતું ચાલ્યો આવતો જણાય છે; જે આપણું કાવ્યની, શાસ્ત્રની અને તેથી યે આગળ આપણી સંસ્કૃતિની એક અનોખી મુદ્રા પ્રગટ કરી આપે છે. અર્વાચીન શૃંગાર સાહિત્ય પશ્ચિમ તેમ જ અન્ય બળોથી પ્રભાવિત હોઈ, તેની મુદ્રા નિરાળી છે.
વિરહનું આ સમગ્ર કાવ્યસાહિત્ય પાર વિનાનું છે–એક મહાનિબંધની ગુંજાશવાળું છે–એટલે તે તમામ તો ક્યાંથી જોઈ શકાય? અહીં માત્ર, આ લખાણનું મથાળું સૂચવે છે તે મુજબ, તેનો એક વિશિષ્ટ અંશ જ જોઈ શકાય; અને તે પણ, આપણા પ્રાદેશિક કાવ્યસાહિત્યની કેટલીક પરંપરાનું મૂળ જેમાં પડેલું છે તેવી તે પ્રકારની સંસ્કૃત કવિતાના પરિચયની ભૂમિકા ઉપર–તેના સંદર્ભમાં–તે જેવું ક થશે.
- ભરતે સંસ્કૃત સાહિત્યમાં નાયિકાની વિવિધ અવસ્થા સૂચવતાં મુખ્ય આઠ પ્રકારો–વાસસજજ, વિરહોલ્ડંહિતા, સ્વાધીનપતિકા, કલહાન્તરિતા, ખડિતા, વિપ્રલબ્ધા, પ્રોષિતભર્તૃકા અને અભિસારિકા આપેલા છે. પાછળથી તેના અન્ય પ્રભેદો ઠીકઠીક સંખ્યામાં પડેલા છે; એટલું જ નહિ, તેને અન્ય વર્ગીકરણ જોડે સાંકળવામાં આવ્યા છે. ભારતનું આ વર્ગીકરણ શૃંગારદષ્ટિએ નાયકને અવલંબીને નાયિકાને ઉદ્ભવેલા રતિભાવ પરથી રચાયેલું છે, જે તેને આપેલા પારિભાષિક નામકરણથી સ્પષ્ટ થઈ જાય છે.
અહીં આપણે જે નિરૂપણ જેવાનાં છીએ તેમાં વિરહોન્કંઠિતા અને પ્રોષિતભર્તકા ઉપરાંત વિપ્રલબ્ધા અને અન્ય નાયિકાનો સમાવેશ થઈ શકે, કારણ, ઓછામાં ઓછું, જ્યાં કૃષ્ણ નાયકરૂપે હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org