Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૭૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
અર્થાત——
“કોઈ બીજા ગુરુ કહેતાં મહત્ત્વના કાર્ય અર્થે જેનો પ્રિય પ્રવાસે ગયો હોય અને જેના કેશ ઋક્ષ અને છૂટા પડી ગયા હોય (કેશસંસ્કારવિનાની હોય) તે પ્રોષિતભર્તૃકા છે.” ત્યારે સાહિત્યદર્પણકાર ભાવને વધારે સ્ફુટપણે પ્રગટ કરીને કહે છે : “ નાનાવિધ કાર્યવશાત્ જેનો પતિ ર દેશ ગયો હોય તેથી કરીને કામપીડાતે નાયિકા તે પ્રોષિતભર્તૃકા કહેવાય.’” ૨ ભાનુદત્ત મુજબ વેચાન્તરશતે પ્રેયત્તિ સંતાવન્યાયુ,જા મોષિતમતુંજા ।૩ મતિરામે એ જ ભાવાર્થ હિન્દીમાં આમ મૂકી આપ્યો છે : “ ગાળો વિય પરદેશમેં વિદ વિરુદ્ધ તિય હોય.” (૨૦ ૨૦ : ૧૧૧).૪
*
આ મુજબ શાસ્ત્રનિરૂપિત ઉભય નાયિકાઓનું વિરહસ્વરૂપ છે. ભરતે વર્ણવેલ આ અષ્ટનાયિકાપ્રકારને સાહિત્યદર્પણકારે ચાલુ રાખેલ છે. દશરૂપકમાં પણ તે છે. એ બન્ને ગ્રન્થો ભરતના નાટ્યશાસ્ત્ર બાદ રચાયા છે એટલું જ નહિ, એ બન્ને ગ્રંથોમાં ભરતના નાયિકાપ્રકાર ઉપરાંત નવા નાયિકાભેદોનાં વર્ગીકરણો ઉમેરાયાં છે અને તે ભરતના વર્ગીકરણને લાગુ પાડેલાં છે, જે આપણે પછીથી જોઈશું.
આ નાયિકાઓ, વિરહને કારણે, જે ‘ અનુ' કહેતાં પશ્ચાત્ કાયિક, માનસિક આહાર્ય (વેશને લગતાં) તથા વાચિક અભિવ્યક્તિનાં પ્રયોજક પરિણામો – ગિતો અનુભવે તેને અનુભાવ કહે છે. આ અનુભાવો, નાયિકાના ભાવરૂપ કારણનાં, પ્રત્યક્ષ થતાં ઈંગિતો—કાર્યો છે. હિન્દી સાહિત્યકોશમાં કોઈ · દેવ’ની અનુભાવ વિશેની નીચે મુજબ વ્યાખ્યા છે :
આવા અનુભાવો અસંખ્ય છે. પણ આપણે તેમાંથી એક વિશિષ્ટ અંશ જોવા ધાર્યો છે; અને તે નાયિકાના એક જ અંગને લગતા મર્યાદિત અનુભાવો જોઈશું. આ અંગ તે હાથ છે—ગુજરાતીમાં આપણે જેને આખા હાથ લેખે ઓળખીએ છીએ તે. તેનાં ઉપાંગો છે બાહુ, કોણી, કાંડું, હસ્ત ને કરતલ તથા આંગળીઓ. નાયિકાનાં એ અંગોનું સ્વરૂપ એટલે કે દશા, તેનો વિન્યાસ તેમ જ તેનાં કાર્યોવડે જે અનુભાવો સર્જાય તે તેની વિરહદશાના દ્યોતક છે. પ્રથમ આપણે સંસ્કૃત કવિતામાંથી તેવા નમૂના પર ઊડતી નજર નાખીએ. ત્યાં અને પ્રાકૃત ઇત્યાદિમાં તે મુખ્યત્વે અતિશયોક્તિઅલંકાર તથા ઉત્પ્રેક્ષા, પરિણામ અને કાવ્યલિંગ ઇત્યાદિ અલંકારોની ભંગીવડે નિરૂપાયા છે. આવાં અવતરણોનો સંચય અભ્યાસીને સંસ્કૃત સંદર્ભગ્રંથ ‘ સુભાષિતરત્નભાંડાગારમ્'માં પ્રત્યેક નાયિકાવિભાગ હેઠળ સાહિત્યમાંથી તારવી લઈ મૂકેલો જોવા મળશે. તે જોઈ એ તે પહેલાં, કાવ્યપ્રકાશકારે અમરુશતકનો એક શ્લોક, પ્રોષિતભર્તૃકાના દષ્ટાંતરૂપે તેવા અનુભાવના વર્ણનવાળો હોઈ ટાંકયો છે તે લઈ એ :
જિનકો નિરખત પરસ્પર રસકો અનુભવ હોઈ । ઇનહીંકો અનુભાવપદ કહત સયાને લોઈ
૩
૪
२ नानाकार्यवशाद्यस्या दूरदेशं गतः पतिः ।
सा मनोभवदुःखार्ता भवेत्प्रोषितभर्तृका ॥
प्रस्थानं वलयैः कृतं प्रियसखैर सैरजस्रं गतं
धृत्या न क्षणमासितं व्यवसितं चित्तेन गन्तुं पुरः । यातुं निश्चितचेतसि प्रियतमे सर्वे समं प्रस्थिता गन्तव्ये सति जीवित ! प्रियसुहृत्सार्थः किमु त्यज्यते १ ॥ ——કાવ્યપ્રકાશ, ઉલ્લાસ ૪, શ્લોક ૩૫.
Jain Education International
—એજન, તૃતીય પરિચ્છેદ, શ્લોક ૮૪.
હિન્દી સાહિત્યકોશ : પ્રોષિતપતિકા (નાર્શિકા), પૃ૦ ૪૯.
જન.
For Private & Personal Use Only
www.jainelibrary.org