Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગુજરાતનું લોકજીવન ઃ ૨૫ જમીનના આ ટકા ઉપર પીરોએ મજિદ બાંધી અને એનાં ધપ, દીપ, તેલ, કરાનપાક વગેરે માટે તથા ચાલુ દુરસ્તી ખર્ચ માટે ધઉલેશ્વરદેવીની માલિકીની, બે માળને ઘરવાળી એક મોટી વાડી, બે હાટ તથા એક ઘાણી ખરીદી લઈ તેની ઉપજ મસ્જિદ માટે વાપરવા આપી દીધી. તે ઉપરાંત શિયાપથી વહાણવટીઓના ઉત્સવ માટે અમુક રકમ ઠરાવી આપી, જેનો વહીવટ પ્રભાસપાટણના મુસ્લિમો કરે, અને કાંઈ રકમ વધે તો મક્કા અને મદીના મોકલે. મુસલમાન વહાણવટીઓની સાથેનો હિન્દુ ધર્માચાર્યોનો મીઠો સંબંધ અહીં સ્પષ્ટ જણાય છે. ગણરાજ્યના અવશેષ: મહાજનનું બળ | ગુજરાતમાં એક બીજી વિશિષ્ટતા ધ્યાન ખેંચે તેવી છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નોંધ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રની પ્રજા વ્યાપાર તથા શસ્ત્રો ઉપર જીવનારી હતી. યાદવોનાં વૃષ્ણિ અને અન્ધક કુલના સમયથી ગણરાજ્યો’નું અસ્તિત્વ પશ્ચિમ હિંદમાં હતું. ધીમે ધીમે સામ્રાજ્યવાદનું આક્રમણ થવા લાગ્યું અને મૌયોં, ક્ષત્રપો, ગુપ્ત વગેરેના સમયમાં ગણરાજ્યનું રાજ્ય ગયું છતાં એક સંગતિ “ગણ' તરીકે વર્તવાની સમૂહશક્તિ, તેમનામાંથી લુપ્ત થઈ શકી નહિ. તેથી જ વર્ણવાર, જાતિવાર, પ્રદેશવાર, ધર્મવાર અને વ્યવસાયપરત્વે “મહાજનો’નું આંતરિક રાજ્ય, પરસ્પર માટે એક અને અભેદ્ય રીતે ચાલ્યા જ કર્યું. આજે પણ “મહાજન” કે “પંચ”નું બળ, રાજકીય સત્તાની સરખામણીમાં, હજી અબાધિત રહ્યું છે. સાંપ્રતકાળનું પંચાયતી રાજય’ તેનો જ આછો પડ્યો છે. જમીનદાર અને ગરીબ વર્ગ
આ દષ્ટિએ, મધ્યકાલીન ગુજરાતમાં જે સમાજનો કોઈ પણ ભાગ વધારે પ્રભાવશાળી અને કાર્યક્ષમ તથા સંગઠિત શક્તિવાળો હોય તો તે આવાં મધ્યમવર્ગનાં જુદાં જુદાં “મહાજનો” છે. હિંદના બીજા પ્રાંતોમાં મુખ્યત્વે કરીને આખો સમાજ બે મોટા વિભાગોમાં વહેંચાયેલો નજરે પડે છે : એક મોટો જમીનદાર, સરદાર અને બાબુલોકોનો દબદબાવાળો વર્ગ : તો બીજી તરફ દ્રોનો વર્ગ–વિવિધ સેવા આપનારનો વર્ગઃ એક તરફ અમીરોનો વર્ગ, તો બીજી તરફ ફકીરનો વર્ગ : એક છેડે બાબુઓનો વર્ગ તો બીજે છેડે ખાખીઓનો વર્ગ. બંગાળમાં, રાજસ્થાનમાં તથા મહારાષ્ટ્રમાં મધ્યમવર્ગનું સ્થાન આ પ્રકારનું છે. એટલે કે બન્ને સમુદાયોની દયા ઉપર છવનાર તરીકે જ શકોનું સ્થાન રહ્યું છે. ગુજરાતનો મધ્યમવર્ગ
ત્યારે ગુજરાતનો મધ્યમવર્ગ સ્વાશ્રયી છે, આપકમાઉ છે; ગરીબ છે છતાં સ્વમાની છે. ગુજરાતમાં અનેકવાર રાયક્રાંતિઓ થવા છતાં, થોડા થોડા સમયને અંતરે, મધ્યમવર્ગ પાછો પોતપોતાને કામે લાગી જતો. કોણ રાજ્ય કરે છે તેની તેમને બહુ પરવા પણ નહોતી. માત્ર તેમનો વ્યાપાર-રોજગાર નિબંધિતપણે ચાલ્યા કરે એવી હકૂમતને જ તેઓ મહત્વ આપતા.
મહાજનનું બળ એટલું બધું અસરકારક ગણાતું કે રાજા પણ તેમની આમન્યા તોડી શકતો નહિ. મોટા વિરોધ અને મતભેદને પ્રસંગે, નગરનું મહાજન આખી વસતિની હિજરતની ધમકી રાજાને આપી શકતું, અને રાજાને પણ એની સત્તાની મર્યાદાનું ભાન કરાવતું. ગુજરાતમાં રાજાનું સ્થાન
એકરીતે ગામનો, નગરનો કે પ્રદેશનો રાજા પણ, પ્રજાના રક્ષણ માટે જ નિભાવાતો. પ્રજાનો રક્ષણહાર તથા સાચા અર્થમાં “ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલ” હોવાથી જ એ પૂજ્ય ગણા; છતાં પ્રજાનો તો સુ૦ ગ્ર. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org