Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૨૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થે શક્યું છે; અને ધર્મભાવનામાં પરસ્પર મત-સહિષ્ણુતાનો ગુણ તેમનામાં વધારે જોવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગોના ક્રમની બાબતમાં ગુજરાતમાં ઊંચી વરણ એટલે “વાણિયા-બ્રાહ્મણ” એમ કહેવાય છે. વસ્તુતઃ, બ્રાહ્મણનું સ્થાન વાણિયા પછી આવે છે. જૈન મંત્રીઓની સમાધાનવૃત્તિ
વિક્રમ સંવત ૧૧૮૧માં મહારાજાધિરાજ સિદ્ધરાજની સભામાં દિગંબર જૈનોની વાદવિવાદમાં હાર થઈ ત્યારે, બીજી તરફથી શૈવ રાજાઓના આશ્રયથી સ્વધર્મનો પ્રચાર કરતા જેન આચાર્યોએ, શૈવવૈઠણવ મત સાથે વ્યવહારુ ડહાપણથી સમાધાનવૃત્તિ રાખી. એ કાળ પછીથી આજ સુધી, જૈનો અને શવષ્ણવોએ ગુજરાતમાં સલાહસંપથી રહેવાનું ચાલુ રાખ્યું છે.
મધ્યકાળમાં શેવરાજાની સેવા જૈન મંત્રીઓએ કરી છે; અને તેમણે દાન વગેરેનો લાભ જૈન ઉપરાંત બ્રાહ્મણ સંસ્થાઓને તથા બ્રાહ્મણ વિદ્વાનોને અને કવિઓને પણ આપ્યો છે. કેવળ મતાંતરસહિષ્ણુતા જ નહિ, પણ મતાંતરો પ્રતિ સમભાવનું જે ઊંચું ધોરણ મૌર્ય સમ્રાટ અશોકે આરંવ્યું હતું અને જેને ગુપ્તોએ અને વલભીના મિત્રોએ અપનાવી લીધું હતું કે, ગુજરાતના રાજવીઓએ અને જેન-બ્રાહ્મણ મંત્રીઓએ મધ્યકાલીન જમાનામાં પણ જાળવી રાખ્યું હતું.
જૈન ધર્મને ગુજરાતના ઘડતરમાં ફાળો
જૈન ધર્મે ગુજરાતની સંસ્કૃતિના વિકાસમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. આ મધ્યકાલીન સમયમાં જ ગુજરાતના સંસ્કૃત સાહિત્યની, અપભ્રંશ સાહિત્યની અને જૂની ગુજરાતીના સાહિત્યની જૈનોએ ઘણી સેવા કરી છે. વળી ગ્રંથો લખી–લખાવીને, તથા “ગ્રંથ ભંડારો' સ્થાપીને, વિદ્યાને જીવંત રાખવાનું કાર્ય તેમણે કર્યું છે.
જેન અને જૈનેતર વિદ્યાવિષયક અનેક ગ્રંથો, બીજે ક્યાંય નથી સચવાયા તે, જૈન ભંડારોમાં સચવાઈ રહેલા મળ્યા છે. જેના માટે જિનાલયો બંધાવીને, તથા પુસ્તકોને સચિત્ર કરાવવાની પ્રથાને ઘણું આશ્રય આપીને, સ્થાપત્ય, મૂર્તિવિધાન તથા તાડપત્ર, લાકડાની પાટલી કે કાગળ ઉપર ચિત્રો દોરાવવાના વિષયમાં લાખો રૂપિયા ખરચતાં, તેમણે પાછું વાળીને જોયું નથી.
અહિંસા અને જીવદયાન પ્રસાર
અહિંસા અને જીવદયાના આચારને વ્યાપક બનાવવામાં પણ જૈનોનો અગ્રગણ્ય ફાળો છે. પક્ષીઓને ચણ નાખવા માટે ગામડે ગામડે દેખાતું “પરબડી'નું સુંદર સ્થાપત્ય તથા મૂંગાં પ્રાણીઓના વિસામારૂપી પાંજરાપોળો', ગુજરાત બહાર ભાગ્યે જોવા મળશે. મંદિરોના સ્થાપન–મહોત્સવો, મૂર્તિઓનાં રાગરાગણીનાં તથા દેશી સંગીતનાં સુશ્રાવ્ય સ્તવન, અર્ચન, વ્રત–ઉપવાસ તથા વરઘોડા અને તીર્થયાત્રાઓ—વગેરે વિષયોમાં, વૈષ્ણવ ધર્મની અને જૈન ધર્મની સમાન અને સમાંતર પ્રવૃત્તિ ચાલતી હતી.
આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને નિત્ય નિહાળવાથી, જનસમાજ ઉપર ઉદાત્ત અસર થતી આવી છે, તેમ બને ધર્મોના આચારમાં કોઈ મોટો ભેદ ભાગ્યે તેમને દેખાય છે. પરિણામે, સામાજિક જીવનમાં પણ એક જ વૈશ્ય જ્ઞાતિમાં વૈષ્ણવ કુટુંબો અને જૈન કુટુંબો હોય છે, અને તેઓ પરસ્પર બેટીવ્યવહાર કરવામાં પણ બાધ ગણતાં નથી. આમ બન્ને સમાજ સમરસ રીતે વર્તતાં જણાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org