Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૨૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ લોકવાર્તા-વ્યાપારી રાજાઓ
ગુજરાતી લોકવાર્તાના સાહિત્યમાં, વેપારીઓને “રાજાઓ” તરીકે ઓળખાવેલા છે. તેમના કુમારો, વ્યાપારમાં કમાયેલી લક્ષ્મીથી ભરપૂર વહાણ લઈને પરદેશથી આવતા ત્યારે, રાજા પણ તેમનું સન્માન કરતા. ઘણીવાર રાજાની કુંવરીને, વૈશ્ય પ્રધાનના વ્યાપારી પુત્રને પરણાવવામાં નાનમ ગણાતી નહિ. પરદેશી વ્યાપારીઓ પ્રત્યેનો વર્તાવ
ગુજરાત-સૌરાષ્ટ્રનાં બંદરો સાથે વેપાર કરવા આવનાર પરદેશીઓ અને પરધર્મીઓ કોઈપણ જાતની હરકત વગર પોતપોતાનો ધર્મ તથા આચાર પાળી શકે તે માટે, ઉદારભાવે જોગવાઈઓ કરી આપવામાં આવતી હતી. માંગરોળ તથા ખંભાતનાં બંદરો ઉપર મુસલમાનો માટે મજિદો પણ બાંધી આપવામાં આવી હતી, એવી તેની નોંધ મળી આવી છે.
ધર્મમત-સહિષ્ણુતા
- ગુજરાતમાં ધર્મમત સહિષ્ણુતા સોલંકી સમયમાં પ્રવર્તતી હોવાના નિર્ણાયક દાખલા ઈતિહાસમાંથી મળે છે. અગિઆરમા અને બારમા સૈકામાં દક્ષિણમાં, શેવરાજાઓ દ્વારા વૈષ્ણવોની ભારે કનડગત થઈ હોવાના દાખલા મળે છે, પણ ગુજરાતમાં એવા દાખલા નથી. શૈવધર્મ રા” મંડલિકે વૈષ્ણવ સંતકવિ નરસિંહ મહેતાને પજવ્યાનો દાખલો અપવાદ ગણવો જોઈએ. અલબત્ત, શ્વેતામ્બર અને દિગમ્બર જૈનો વચ્ચે તથા બ્રાહ્મણ અને જેનો વચ્ચે વાયુદ્ધો તથા પરસ્પરની નિંદા થયેલી છે ખરી. પણ એથી આગળ કંઈ થયું નથી. રાજાઓએ તથા મંત્રીઓએ તો સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખેલો છે.
પારસીઓને આવકાર
એટલું જ નહિ, પણ ઈ. સ. ૯૩૬માં મુસિલમ કનડગતને લીધે ઇરાનથી દક્ષિણ ગુજરાતમાં ભાગી આવેલા અગ્નિપૂજક પારસીઓને, ગુજરાતના પડોશી એવા કોંકણના શિલાહાર રાજાએ આશ્રય આપ્યો હતો, અને એ દક્ષિણ કાંઠા પર આવીને વસેલા પારસીઓ ગુજરાતીઓ તરીકે જ અગિયારસો વર્ષથી માનભેર જીવી રહ્યા છે. સિદ્ધરાજના સમયમાં ખંભાતની મસ્જિદને આ સૂર્યપૂજકોએ કાફિરો દ્વારા બાળી મુકાવી હતી. એ દંગામાં એંસી મુસ્લિમો માર્યા ગયેલા. આની ફરિયાદ સિદ્ધરાજ પાસે પહોંચતાં, તે રાજાએ જાતે તપાસ કરી, વાત સાચી ઠરતાં, બ્રાહ્મણોનો તથા અગ્નિપૂજકોના મુખ્ય નેતાઓનો યોગ્ય દંડ કર્યો અને પ્રજાપાલનની સમભાવભરી વ્યવસ્થા અમલમાં મૂકી.
ધાર્મિક સમભાવ મંદિર, મસ્જિદો | વાઘેલા રાજ્યકાળમાં મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલે જૈન અને બ્રાહ્મણધર્મનાં પૂજાસ્થાનો ઊભાં કર્યા હતાં. તે સાથે મસ્જિદો પણ બંધાવી હતી એમ તેમના ચરિત્રલેખકો જણાવે છે. કચ્છ-ભદ્રેશ્વરના જગડુશાહે પણ મસ્જિદો બંધાવી હતી. પરંતુ ધાર્મિક સમભાવનો સૌથી સરસ દાખલો તો વેરાવળના સં. ૧૯૨૦ના લેખમાં છે.– અર્જુનદેવ વાઘેલાના મહામાત્ય રાણક શ્રી માલદેવ હતા ત્યારે, સોમનાથના પાશુપતાચાર્ય ગડશ્રી પરવીર અને ત્યાંના આગેવાન મહાજનો પાસેથી હરમુઝ(ઇરાનનું હોરમઝ)ના કાંઠાના અમીર ફકરૂદીનના રાજ્યના નાખુદા પીરોઝ, સોમનાથદેવના નગરની બહારના ભાગમાં એક મસ્જિદ બાંધવા માટે જમીનનો એક ટુકડો, બધા હકકો સાથે, ખરીદી લીધો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org