Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ
સોમસુન્દર (૧૩૭૪-૧૪૪૬), જયશેખર (વિદ્યમાન આશરે ૧૪૦૬માં) અને ભાણિજ્યસુન્દર (૧૪૨૨). આ દરેકે પદ્ય વા ગદ્યનું વાહન વાપરીને રસભર સાહિત્ય ઊગતી ગુજરાતીના ઉદયમાં સ્મરણીય ભાગ ભર્યો છે. એ પ્રમાણમાંના પહેલાના રચેલા નેમિનાથનવારસ-ફાગમાંનું વસન્તવર્ણન મનોહર છે. એ રસિક પંડિતનો આ ફાગ ત્રણ ખંડમાં ભાવિકજનોના મનરંજનાર્થ થયેલી ચિરંજીવ રચના છે. - જયશેખરની સંસ્કૃત પદ્યકૃતિ જે પ્રબંધચિન્તામણિ, તેને જાણે નવસર્જન સમી રસ-રંગવતી પોતે એ જ નામે ગુજરાતી શ્રોતાઓને સુગમ કરી છે એનું અપર નામ છે ત્રિભુવનદીપકપ્રબન્ધ.
ધનકનકસમૃદ્ધ, પૃથ્વીપી(પ્રસિદ્ધ, અત્યન્ત રમણીય, સલોકસ્પૃહણીય : લક્ષમીલીલાનિવાસ, સરસવતીતણઉ આવાસ જનિતદુર્જનક્ષોભ, સજજનોત્પાદિતશોભ...
આ ગઘનમૂના માણિક્યસુન્દરના પંચઉલ્લાસી પૃથ્વીચન્દ્રચરિત્રમાંથી છે. એ પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મકથા છે. કર્તાએ પોતે જ એને આપેલું બીજું નામ વાગ્વિલાસ છે. એ નામ, સહેજે સમજાશે કે, એમાંના લોલવિલોલ અન્તર્યમકવાળા લયે કરીને સાર્થ બને છે.
ઋતુકાવ્યોના જૈન કવિઓની કૃતિઓ યાદ કરીને જ સંતોષ માનવો પડશે. આશરે ૧૨૬માં વિદ્યમાન વિનયચન્દ્રની સાર્ક રચના નેમિનાથ ચતુષદિકાની ખરી ખૂબી એ વાંચ્યું જ સમજાવે તેવી છે. એવી જ રસીલી રચના નામે સિરિયૂલિભદ્રફાગુ છે. જિનપદ્મસૂરિની (૧૩૧૬-૪૪) એ રચના ધર્મલક્ષી તો પણ સંસારચિત્ર તરીકે સુવાચ્ય છે. વિદ્યમાન આશરે ૧૩૩૭–૪૯ માં, એ રાજશેખરના કાવ્ય નીમનાથ ફાગુમાં વસન્તખેલનનું સૂચન છે. એનાં વર્ણનો ત્યારે પ્રચલિત રૂઢ શૈલીનાં તો પણ ખરા કવિત્વની ચમકવાળાં છે.
શતકો ૧૫મા–૧ભાના આપણા વિષયના સૌથી અગ્રિમ કવિઓ હતા સુપ્રસિદ્ધ વિમલ– પ્રબંધકાર લાવણ્યસમય (જન્મ ૧૪૬૫માં), ‘માધવકાકુંડલારાસ' એ ૧૫૬ ૦ના અરસામાં થયા તે કુશલાભનું કૌતુકરાગી શૈલીનું કાવ્યરત્ન છે. ૧૫૬થી ૧૬૨૦ દરમ્યાન વિદ્યમાન હોવા સંભવ છે તે નયસુંદરે સુકુમાર ભાવો ને શબ્દલાલિત્યવાળી આ બે (છમાંની મુખ્ય) રચનાઓ વડે સાહિત્યસમૃદ્ધિમાં વૃદ્ધિ કરી છે: રૂપચંદકુંવરરાસ તથા નલદમયન્તીરાસ. એવી જ વૃદ્ધિ આપણા સાહિત્યમાં અભુતરસિક ને બહુભાષી કહેવાય તેવો પ્રખ્યાત શીલવતીરાસ (૧૯૯૪) રચીને સુકવિ નેમિવિજયે કરી છે.
આ લેખ ધાર્યા કરતાં લાંબો થયો, તેથી અતિવિસ્તારભયે, ઈસવી સત્તરમા શતકની આખરના ઉપર્યુક્ત કવિ નેમિવિજયથી જ વિરમવું પડે છે. આ ઊણપ માટે આશા છે કે વાચકો લેખકને ક્ષમાપનાનો અધિકારી ગણશે. સંદર્ભસૂચિઃ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (મો. દર
1 ઈતિહાસ (મો. ૬૦ દેશાઈ); ગુજરાત ઍન્ડ ઈટસ લિટરેચર (ક. મા. મુનશી); સોલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ (ભો. જે. સાંડેસરા); ગુજરાતી સાહિત્યની રૂપરેખા (વિક વૈદ્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org