Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
“પારસીક પ્રકાશ નામના ફારસી ભાષાના શબ્દકોશનો અને તે જ નામના ફારસી ભાષાના વ્યાકરણનો પરિચય
બેચરદાસ જીવરાજ દોશી
આ નાના નિબંધમાં પારસીક પ્રકાશ” નામના ફારસી-પારસી–ભાષાના એક શબ્દકોશનો તથા તે જ
નામના ફારસી ભાષાના વ્યાકરણનો પરિચય કરાવવાનો છે.
કોશકૃતિનો પ્રેરક અકબર બાદશાહ છે અને કોશન કર્તા વિહારી કૃષ્ણદાસ મિશ્ર નામે કોઈ બ્રાહ્મણ પતિ છે.
કોશના પ્રારંભમાં કે અંતમાં કોશકારે પોતાના નામોલ્લેખ સિવાય કોઈ વિશેષ પરિચય આપેલ નથી.
ગ્રંથકાર શરૂઆતમાં જ જેની ઉપાસના અકબર કરતો હતો તે સૂર્યની સ્તુતિ કરે છે અને અકબર બાદશાહની સભાના પ્રાજ્ઞ પંડિતોને પ્રમોદ આપનારો એવો આ કોશ બનાવે છે એમ જણાવે છે.
श्रीसूर्याय नमो विधाय विधिवत् सुधा (ध्या)य चित्तं रवी, दिव्यानामिव पारसीकवचसां कुर्वे प्रकाशं नवम् । सम्राट् शाह जलालदीन्द्रसदसि प्राज्ञप्रमोदप्रदम्,
बाह्यध्वान्तमिवापहन्तु पठितां (पैठता) पूषाऽऽतरस्थं (पाऽऽन्तरस्थं) तमः॥१॥ અકબરનું નામ જલાલુદ્દીન છે. તેનું સંસ્કૃત ઢોળવાળું નામ “ગસ્ટન્દ્ર’ એમ કોશકારે કલ્પેલ છે.
૧ “સુધા' પદને લીધે દોભંગ જેવું લાગે છે. સુધાય એટલે સભ્ય પ્રવા–સારી રીતે ધરીને–રવિમાં ચિત્તને સ્થિર
કરીને—રવિનું સારી રીતે ધ્યાન કરીને. ૨ ( ) આવા નિશાનમાં મુકેલો પાઠ લેખકે કપિલ છે. સુ૦ ગ્ર૦ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org