Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અશકયને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની એક મધ્યકાલીન કથારૂઢિઃ ૨૦૧ પુત્રીનાં લગ્ન કરી શકતી ન હતી, તે પુત્રીના પ્રેમમાં હતો. ગીલેટાએ તે સ્ત્રીને પોતાની પુત્રીના લગ્ન યાંક બીજે કરવા પ્રકળ ધન આપ્યું અને પોતાને તેની દીકરી તરીકે ખપાવી દેવા વિનંતિ કરી. પહેલાં તો બન્ડની વીંટી મેળવી પછી તેનો સમાગમ કર્યો. તેને બે પુત્ર જન્મ્યા ત્યાં સુધી તે ફલોરેન્સમાં જ રહી. બન્ડ પોતાની પ્રજાની ઇચ્છાને માન આપી વતન ગયો. ત્યાં તેણે “પાર્ટી’ ગોઠવી હતી. બધાં આમંત્રિતો ટેબલ પર ગોઠવાતાં હતાં ત્યાં જ ગીલેટા પોતાના બે પુત્રો સાથે આવી પહોંચી. બેર્ટાન્ડને પોતાના વચનની યાદ આપી વિટી અને પુત્રો બતાવ્યા. બટ્ટેન્ડ ગીલેટાની ચતુરાઈની વાત સાંભળી ખુશ થયો અને પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો.
શામળની “સ્ત્રીચરિત્રની વાર્તામાં પણ વણિકન્યા પોતાના જ પતિ સાથે પરકિયાનો સંબંધ બાંધી પુત્રી મેળવે છે. પુત્રો અને રાજકુમારે આપેલી ભેટસોગાદો હાજર કરી પોતાની ચતુરાઈથી સૌને મુગ્ધ કરે છે અને માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે છે. આ રીતે બોકેશિયોની વાર્તાના કેટલાક અંશો સાથે સ્ત્રીચરિત્રની વાર્તાના કેટલાક અંશોનું સામ્ય છે.
આ જ કથારૂઢિ અર્વાચીન વાર્તાકારોને પણ આકર્ષે છે. “સ્ત્રીચરિત્રની નવીન વાર્તાઓમાં “નનુભટ તથા તેની સ્ત્રી ગુણસુંદરી'ની વાર્તા છે. અહીં પણ ગુણસુંદરી પતિએ ફેંકેલા પડકારને ઝીલી લે છે અને પતિ સમક્ષ પોતાનું ચારિત્ર્ય પુરવાર કરી આપે છે.
કંતલપુર નગરમાં પ્રેમભટ નામે બ્રાહ્મણ હતો. તેની સ્ત્રીનું નામ કેસર હતું. તેનો પુત્ર નનુભટ હતો. નનુભટ બાર વર્ષનો થતાં તેના પિતા મૃત્યુ પામ્યા. નનું કંઈ ભણ્યો ન હતો. સૌના કહેવાથી ઊમયાપુરમાં પંડિત સોમેશ્વરને ત્યાં ભણવા ગયો. પંડિતે નામામ પૂછતાં વિદ્યાર્થી તેને જમાઈ નીકળ્યો. પણ તેણે તે વાત પ્રગટ કરી નહિ અને જમાઈને નામઠામ બદલીને રહે તો ભણાવવાનું કબૂલ કર્યું. ગરજુ નનુએ પંડિતની વાત સ્વીકારી. વખત જતાં નનું મોટો પંડિત થયો. એક વાર ગુરુને બહારગામ જવાનું થયું, પણ પોતાની ગેરહાજરીમાં રાજાને ત્યાં કથા કોણ વાંચે તે પ્રશ્ન થયો. પછી તેણે નનુને કથા વાંચવા મોકલવાનું નક્કી કર્યું. ગુરુ બહારગામ જતાં નનું રાજાને ત્યાં કથા વાંચવા ગયો. નનુની વાણી સાંભળી સોમેશ્વરની પુત્રી ગુણસુંદરી મોહી પડી. રાજા ગુણસુંદરીના હાવભાવ નિહાળવા લાગ્યો. યુવાન અને સુંદર ગુણસુંદરી પર રાજા મોહી પડ્યો. રાજાએ દાસી મારફત તેને બોલાવવાની તજવીજ કરી. રાજાનું તેડું સાં ગુણસુંદરી ગૂંચવાઈ ગઈ. તેણે તેની બેનપણી ચંચળમતિની સલાહ લીધી. ચંચળમતિએ તેને એક પ્રકારની દવા આપી. પછી ગુણસુંદરી રાજા પાસે જવા તૈયાર થઈ. એના પંડિત પિતા બહારગામથી આવી ગયા હતા. તેણે તેને કહ્યું : “પિતાજી, ભારે મહાલક્ષ્મીની પૂજા કરવા જવું છે તો સાથે કોઈ વિદ્યાર્થીને મોકલો.” પંડિતજી સમજ હતા. દીકરી જવાન છે માટે બીજા કોઈ વિદ્યાર્થી કરતાં નનુભટને સાથે મોકલવો સારો કે જેથી કંઈ બને તો વાંધો નહિ. આમ માની પંડિતે નનુને ગુણસુંદરી સાથે મોકલ્યો. ગુણસુંદરી તો મંદિરે જવાને બદલે ઊંધી જ દિશામાં ચાલી. નનુભટ વિચાર કરતો સાથે ચાલ્યો. ગુણસુંદરી તો રાજાના મહેલમાં ગઈ. નનુભટને દાદર પર બેસી જે બને તે જેવા કહ્યું. રાહ જોતા કામાતુર રાજાને તેણે દવાવાળું બીડું આપ્યું. રાજા તેના તરફ ધસી આવ્યો. ગુણસુંદરીએ બહાનાં કાઢ્યાં. થોડી વારમાં રાજાને નશો ચડ્યો અને ગબડી પડ્યો. પંડિતની પુત્રી નીચે આવી. ઊંઘતા નનુને ઉઠાવ્યો અને ઘેર ચાલી. નનએ માન્યું કે છોકરીએ કાળે કામ કર્યું છે. પણ પોતે કશું જ બોલ્યો નહિ. પછી પંડિતે તેનો અભ્યાસકાળ પૂરો થયો ગણી ઘેર જવા આજ્ઞા આપી. નનુ ઘેર ગયો. તેની પંડિતાઈથી સૌ ખુશ થયાં. પછી સૌના કહેવાથી તે પોતાની બાળપણમાં પરણેલી સ્ત્રીને તેડવા ગયો. પણ આશ્ચર્ય! જે ગામમાં તે ભણવા
૧ “સ્ત્રીચરિત્રની નવીન વાર્તાઓ' મહમદ એન્ડ મહમદભાઈ કાગદી (સં. ૧૯૮૫; ઈ. સ. ૧૯૨૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org