Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી કહ્યું. સુન્દરબાઈ લાચાર હતી. એક વાર તેણે દાસી મારફત પોતાના પિતાને વીંટી સમરાવવા મોકલી આપી. પિતાએ વીંટીના હીરા નીચેની ચિઠ્ઠી વાંચી. પુત્રીને દુઃખે દુઃખી થયા. પુત્રીને સહાયરૂપ થવા પુરુષનો પોશાક, ઘોડો અને બખ્તર મોકલી આપ્યાં. પછી પુત્રીના મહેલ સુધી ભોંયરું ખોદાવ્યું. પુત્રી એ ભોંયરાના માર્ગે એકાંતવાસમાંથી બહાર આવી. સુન્દરબાઈ પુરુષનો વેષ ધારણ કરી, રતનસિંહ નામ રાખી, બિરસિંગના પિતા પાસે દરબારમાં નોકરી મેળવવા આવી. તેને નોકરી મળી. સુંદરબાઈએ થોડા દહાડમાં યુક્તિ કરી પ્રજાને રંજાડતા સિંહને માર્યો. રાજાએ તેને એ બદલ માન અને ઈનામ આપ્યાં. એકાદ વરસ બાદ તે રાજા સાથે શિકારે ગઈ રાજાની ગેરહાજરીનો લાભ લઈ પડોશી રાજાએ વલભીપુર પર આક્રમણ કર્યું અને . બિરસિંગ પણ પકડાઈ ગયો. સુંદરબાઈએ પોતાના પિતા પાસેથી સહાય લઈ ભોંયરા મારફત વલભીપુરમાં પ્રવેશ કરીને તે પાછું મેળવ્યું અને બિરસિંગને પણ છોડાવ્યો. એકવાર રતનસિંહ રૂપે સુંદરબાઈ પોતાના મહેલ તરફ ગઈ. બિરસિંગ પોતાના મિત્ર રતનસિંહને મળવા ઇચ્છતો હતો. લોકો પાસેથી જાણ્યું કે તે સુન્દરબાઈના આવાસ તરફ ગયો છે એટલે એ વહેમાયો. સુંદરબાઈએ તેને સત્કાર કર્યો, પણ ક્રોધિત બિરસિંગે તેને રતનસિંહના સમાચાર પૂછ્યા. સુન્દરબાઈએ પોતાના તરફ વધારે ધ્યાનથી જોવાનું બિરસિંગને કહ્યું અને ભેદ કળાઈ ગયો. રતનસિંહ બીજો કોઈ નહિ, પણ પુરુષના વેષમાં સુન્દરબાઈ જ હતી. સુંદરબાઈએ પોતાની બડાશ પુરવાર કરી આપી. પતિએ પત્નીનો સત્કાર કર્યો.
- આ વાર્તામાં સ્ત્રીની બડાશ, લગ્ન પછી સજાના રૂપમાં મળેલો એકાંતવાસ, સ્ત્રી તરફથી પિતાને વીંટી તારા ચિઠ્ઠી મોકલવી, ભોંયરાની રચના અને એ દ્વારા બહાર આવી પોતાની શક્તિઓ બતાવવી, ખોટા ભ્રષ્ટાચારના આળમાંથી મુકત થવું, વગેરે અંશો શામળની “સ્ત્રીચરિત્ર”ની વાર્તાને મળતા આવે છે.
અને આ જ કથારૂઢિ પૂર્વમાંથી પશ્ચિમમાં જતાં ત્યાંના લોકસાહિત્યમાં કેવું સ્થાન પામે છે તે નીચે દર્શાવેલી બોકેશિયોના “ડેકામેરોની”ની ત્રીજા દિવસની નવમી વાર્તા જોતાં સમજાશે.
ફ્રાન્સનો કાઉન્ટ ઑફ રોઝીગ્લીઓના નામે સદગૃહસ્થનો પુત્ર બન્ડ પોતાના પિતના વૈદ્યની દીકરી ટા જોડે ઉર્યો હતો. પિતાના મૃત્યુ બાદ બન્ડ પિરિસ ગયો. ગીલેટા પણ પિતાના મૃત્યુ બાદ પેરિસ જવા ઇચ્છતી હતી અને બન્ડને મળવા ઇચ્છતી હતી. પણ સગાંસંબંધીઓ તેને તેમ કરવા દેતાં ન હતાં. એકવાર ગીલેટાએ સાંભળ્યું કે ફ્રાન્સના રાજાને છાતી પર ગૂમડું થયું છે અને કોઈ વૈધ મટાડી શકતો નથી. તેણે પિતા પાસેથી સાંભળેલી વસ્તુઓમાંથી દવા તૈયાર કરી અને એ બહાને પેરિસ ગઈ રાજાને આઠ દિવસમાં સાજા કરવાનું બીડું ઝડપ્યું અને તેના બદલામાં પોતે પસંદ કરે તે યુવાન પરણાવવાનું રાજ પાસેથી વચન લીધું. તેનો ઉપચાર સફળ થયો. રાજાએ તેને પસંદ હોય તે યુવાન સાથે પરણાવવાનું વચન પાળ્યું. ગીલેટાએ બન્ડને પસંદ કર્યો હતો. બર્ટ્રાન્ડ આ લગ્નથી રાજી ન હતો, પણ રાજાની આજ્ઞા અવગણી શકે તેમ ન હતું. લગ્ન બાદ ગીલેટા અને બેન્ડ પોતાને વતન જતાં હતાં, પણ બટ્ટેન્ડ વતન જઈ ગીલેટા સાથે રહેવા તૈયાર ન હતો. એ તો ફલોરેન્ટાઈન્ટના લશ્કરમાં જોડાયો. ગીલેટ એકલી વતન ગઈ. તેણે પતિને સંદેશો કહેવરાવ્યો કે જો તું મારા ખાતર જ વતન ન જતો હો તો હું ગમે ત્યાં ચાલી જઈશ. તેનો જવાબ બડે એ આપ્યો કે તને સૂઝે તે કરી શકે છે. પણ હું તો તારો ત્યારે જ સ્વીકાર કરું કે જ્યારે તારી આંગળી પર મારી વીંટી હોય અને ખોળામાં મારો પુત્ર હોય.
પછી ગીલેટા દાસી સાથે જાત્રાએ નીકળી અને ફલોરેન્સ આવી. ત્યાં એક વિધવાના ઘરમાં મુકામ કર્યો. ત્યાં તેણે પોતાના પતિને જોયો. તે બાજુમાં રહેતી ગરીબ સ્ત્રી, જે ગરીબાઈને કારણે પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org