Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
યશોવિજ્યની કવિતા ઃ ૧૬૫ સુરતમાં રચાયેલી આ સજઝાયમાં રૂપકગર્ભ ટૂંકાં દષ્ટાન્તકથાનકો ય છે. “બીજે પણ દષ્ટાન્ત છે રે ” જેવી ગદ્યાળજી લખાવટ, કંઈક વધુ પ્રમાણમાં પથરાયેલ કથનાત્મકતા અને વ્યાખ્યા-વિવરણ અહીં ખેંચે છે. ૪૧ કડીની “ચડ્યા-પડ્યાની સજઝાયમાં બોધ છે –
થોડો પણ જિહાં ગુણ દેખીજેતિહાં અતિહિં ગહગહીઈ રે.” ૧૯ કડીની નાની “અમૃતવેલી સજઝાય માં ય એ જ વાત છે–
“થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે.” સુગુરુ સઝાય ની ચાર હાલમાં સુગુરૂનાં લક્ષણો અને “કુગુરુ સઝાય ની છ ઢાલમાં એ જ રીતે કુગુરૂને વર્ણવેલ છે. “સમકત સુખલડી ની સજઝાય વાનગીમાં “દુઃખ ભૂખડલી ” ભાંગવાની છે. “તુંબડાની સજઝાય”માં સાધુને તુંબડું વહોરાવતાં “વિપરીત આહાર વહોરાવાઓ” ને “વધાર્યો અનંત સંસાર” એવી રજૂઆત છે. પ્રસંગાત્મક છે આ સઝાય. જ્ઞાન દ્વારા જ મુકિતપ્રાપ્તિનો સાર કવિ અંતે કથે છે.
સ્તવનો–સજઝાયો-સંવાદ–પદોના આ બહોળા પ્રવાહમાં કવિ દષ્ટાતો-ઉપમાનો–પંકિતઓ–ભાવવિચારાદિની પુનરુક્તિથી સર્વથા દૂર રહી શકયા નથી, તેમ કવચિત આજે અરુચિકર લાગે એવી દૃષ્ટાન્ત-પ્રતીકની રજૂઆત કે મધ્યકાલીન સંખ્યાતિશયનો મોહ પણ કવિ ટાળી શકતા નથી. કથનાત્મક પ્રસ્તાર કે વીગત–વિશેષણની યાદી જેવુંય ઠીક ઠીક જડે છે. પરંતુ આ વિશાળ અને વૈવિધ્યભર્યા ગુચ્છમાં કવિની દૃષ્ટિની નિજી ચમક તેમ એમની અભિવ્યકિતની કુશલ હથોટી એવી ક્ષતિઓને હિસાબે ઘણી વધારે છે. પ્રભુ પ્રત્યેના ગાઢ અનુરાગે પ્રેરાતી એમની ભાવાર્ક તેમ જ મર્માળી ઉકિતઓ, એમાં વરતાતી ખુમારી ઉપરાંત સ્વાભાવિક નમ્રતા, આસપાસની પામરતા-ક્ષુદ્રતાની નિર્ભીક ચટકલી ચિત્રણ, અને દૃષ્ટાનાદિમાં ઉપસી આવતી એમની સંગીન સૂઝ અને ગ્રાહકદષ્ટિ વાચક યશોવિજયજીની વિશિષ્ટ મુદ્રા દર્શાવે તેમ છે. લયમેળ પદબંધની વિવિધતા અને વાણીની ચિત્રાત્મકતા અને ભાવાર્થસૂચકતા પણ લક્ષ દોરનારી નીવડે છે. ઈસૂના સત્તરમા સૈકાની આપણી કવિતા આ ઉત્સાહભર્યા કવિની કલમે સમૃદ્ધ થઈ જરૂર કહેવાય. એનું સ્વરૂપવિષ્ય, એની રમતિયાળ અને ગહનગંભીર અભિવ્યકિત, એમાંનું અનુભવ અને જ્ઞાનથી ઓપતું વસ્તુ, અને સૌથી વધુ તો એમાંની સમતોલ અને સાત્વિક દષ્ટિ એવાં છે, કે આપણી મધ્યકાલીન કવિતામાં યશોવિજયજીની ગુજરાતી કાવ્યરચનાઓ હમેશાં આદરથી સંભારી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org