Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વાચક મેઘરાજ કૃત નલ-દવ દંતી ચરિત
રમણલાલ ચી. શાહ
વિક્રમના સત્તરમા શતકમાં નલદવદંતી વિશે રચાયેલી રાસકૃતિઓમાં વાચક મેઘરાજે સં. ૧૬૬૪માં
* રચેલી રાસગૃતિ “નલદવદંતીચરિત્ર'નો પણ સમાવેશ થાય છે. ન રાસને અંતે કવિએ શ્રવણ ઋષિને પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કર્યો છે. કવિએ પોતાના ગચ્છનો સ્પષ્ટ ઉલ્લેખ આ કૃતિમાં ક્યાંય કર્યો નથી, પરંતુ તેઓ પાર્ધચન્દ્રસૂરિથી પોતાની ગુરુપરંપરા ગણાવે છે એ પરથી અનુમાન થાય છે કે તેઓ પાર્ધચન્દ્ર ગચ્છના હશે. રાસની અંતિમ પંક્તિઓમાં કવિ જણાવે છે:
પાર્ધચન્દ્ર સૂરિસર રાજીઆઇ, મહિમા જાસ અપાર; ઉપદેશે જેણે ભવિ તારિયાજી, જિનશાસન શિણગાર. શ્રી સમરચન્દ્ર તિણ પાટે શોભતાજી. તેણે પાટે સૂરિદ; રાયચન્દ્ર સૂરિસર દીપતા, ગિરુઆ મેરુ-ગિરિંદ. સરવણ ઋષિ જગે પ્રગટિયો મહામુનિજી, કીધું ઉત્તમ કાજ; તે સહી ગુરુના ચરણ નમી કહેજી, વાચક શ્રી મેઘરાજ. સંવત સોળ ચઉસઠ સંવચ્છરે, થવીઓ નળ ઋષિરાજ; ભણુ–ગણજે ધર્મ વિશેષજોજી, સારતા વંછિત કાજ.
* * આનંદકાવ્યમહોદધિના ઈ. સ. ૧૯૧૪માં પ્રગટ થયેલા ત્રીજા ભાગમાં વાચક મેઘરાજનો આ રાસ છાપવામાં
આવ્યો છે. (પૃ. ૩૧૦થી ૩૭૩). આ રાસ છાપવામાં તે સમયે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની પ્રતનો અને અમદાવાદમાં શામળાપોળમાં આવેલી શ્રી હઠીસિંઘ જૈન સરસ્વતી સભાની બે પ્રતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “આનંદકાવ્યમહોદધિ'ના મુદ્રિત પાઠને આધારે અહીં અવતરણો આપવામાં આવ્યાં છે. રા, મનસુખલાલ કિરતચંદ મહેતાએ “જૈન રાસમાળા’માં પ્રસ્તુત રાસ વિશે ઉલ્લેખ કર્યો છે કે, “નળદમયંતી. વ. સં. ૧૫૨૦. લેખક મેધરાજ, ” પરંતુ ત્યાં સં. ૧૫ર૦ લખવામાં સરતચૂક થયેલી જણાય છે કારણકે મેધરાજે પોતાના રાસમાં સં. ૧૬૬૪નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org