Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૭૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ
આ રાસ છ ખંડની બધી મળીને લગભગ સાડા છ કડીમાં લખાયેલો છે. રાસની શરૂઆત કવિએ શ્રી શાંતિનાથ તીર્થંકરને પ્રણામ કરીને કરી છે. આરંભની બારેક પંક્તિમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રશસ્તિ છે. એમાં પણ બીજી કડીમાં તો શ્રી શાંતિનાથ ભગવાનના જીવનની મહત્ત્વની ઘટનાઓની તિથિઓ આપવામાં આવી છે. આથી રાસની શરૂઆતમાં જ કવિતાની નહિ, પણ શુષ્ક હકીકતોની છાપ આપણું મન ઉપર પડે છે. આ પ્રશસ્તિ કવિએ વિગતે ગાઈ હોવાથી રાસ વાંચવાની શરૂઆતમાં જ મનમાં પ્રશ્ન થશે કે કવિ નલદવદંતીનું ચરિત્ર કહેવા માગે છે કે શ્રી શાંતિનાથ ભગવાનનું? પ્રથમ પડેલી આ છાપ, પરંતુ કવિ આપણું મન પરથી તરત જ ભૂંસી નાખે છે. આગળ વાંચતાં, જે રીતે કવિએ એક પછી એક ખંડની રચના કરી છે તે જોતાં લાગે છે કે કવિ માત્ર કથાકાર જ નથી; એમની પાસે અસાધારણ કવિત્વશક્તિ પણ છે. કવિ ઋષિવર્ધનની જેમ વાચક મેધરાજે પણ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”ની નલકથાને અનુસરીને નળદવદંતીના પૂર્વજન્મની કથાથી રાસની શરૂઆત કરી છે. રાસના પહેલા ખંડમાં નળદવદંતીના પૂર્વભવની ઘટનાઓનું તથા નળ દવદંતીના જન્મ અને ઉછેર, દવદંતીનો સ્વયંવર અને તેમાં નળને વરવું ઈત્યાદિ પ્રસંગોનું કવિએ નિરૂપણ કર્યું છે. કવિ દરેક ખંડને અંતે ચોપાઈની બે પંક્તિમાં તે તે ખંડની મુખ્ય ઘટનાઓનો નિર્દેશ કરે છે. એ પ્રમાણે પહેલા ખંડને અંતે કવિએ લખ્યું છે :
પૂરવ પાંચ ભવાંતર ચરી, નળરાજે દવદંતી વરી.
મુનિ મેઘરાજ તણું એ વાણી, એટલે પહેલો ખંડ વખાણું. નળ અને દવદંતી પૂર્વના એક ભવમાં મમ્મણ રાજા અને વીરમતી રાણું હતાં. મમ્મણ અને વીરમતી શિકાર કરવા જતાં હતાં ત્યાં માર્ગમાં એક મુનિને જોતાં પોતાને અપશુકન થયા છે એમ માની તેઓએ મુનિને બાર ઘડી સુધી કષ્ટ આપ્યું તેનું વર્ણન કરતાં કવિ લખે છે :
મારગે મુનિવર જે મિલે, વાંદીજે કર જોડિ; ધર્મલાભ વળતો દિયે, સીઝે કારજ કોડિ. તિણે રાયે મૂરખપણે, અશુકન ચિત્ત વિચાર;
સાથ વિહી સંતાપિયો, મુનિવર ઘટિકા બાર. પરંતુ પછીથી એ મુનિને જોતાં તેમને પશ્ચાત્તાપ થાય છે, તેમના હૃદયનું પરિવર્તન થાય છે અને તેઓ મુનિને પોતાના ઘેર તેડી જઈ તેમનો ઉપદેશ ગ્રહણ કરે છે. આ પ્રસંગનું કવિએ કરેલું પ્રાસાનુપ્રાસયુકત વર્ણન જુઓ :
સૌમ્યવદન ઋષિ નિરખિયો, હિયડે નરવર હરખિયો,
પરખિયો સાચો મુનિવર એ સહી એ. પૂછે નૃપ ઋષિ ભાખોને, આવ્યા કિહાંથી દાખોને,
આખોને જાસો હાંથી કિહાં વહી એ? અનિયત વાસિ ઋષિ વદે, જાઉં યાત્રા અષ્ટાપદે,
ઉનમદે સાથ વિહોહો તે કર્યો એ. ધર્મ કાજે બહુ અંતરાય, સાંભળ તો મોટા રાય,
ઉપાય ધર્મ તણું મેં અણુસર્યો એ. રાયરાણી બે પ્રતિબુદ્ધ, પાય લાગે થઈ શુદ્ધ,
વિશુદ્ધ મનશું ઘેર તેડી ગયાં એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org