Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૭૫ અનાદિક મુનિને દિયે, ધર્મવચન મુનિથી લિયે,
શુદ્ધ હીએ શ્રાવક શુદ્ધ બિહું થયાં એ. નળના જન્મદિવસ વિશે નિશ્ચિતપણે કોઈ કવિએ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ કવિ મેઘરાજે લખ્યું છે કે નળને જન્મ બારસને દિવસે થયો હતો. અલબત્ત, કયા માસમાં અને કયા પક્ષમાં જન્મ થયો હતો તે કવિએ બતાવ્યું નથી. જન્મસમયનું વર્ણન કરતાં કવિ લખે છેઃ
શુભ મરતે સુત જનમિયો વાગ્યાં ઢોલ નિસાણ; ઘર ઘર ઉચ્છવ હુએ ઘણા, દિયે યાચક દાણ. અનોપમ નંદન અવતય એ, કીજે રંગ રસાલ; દેશ અમાર વરતાવિયો, છૂટે બંધિ અનેક, મહોત વધારે રાજિયો, ખરચે દ્રવ્ય અનેક. બારસમે દિને આવિયો. મિળી સાવ પરિવાર.
સાર શૃંગાર પહિરાવિયાં, ભોજન વિવિધ પ્રકાર. સ્વયંવર મંડપનું અને સજજ થઈને તેમાં આવેલી દવદંતીનું વર્ણન મેઘરાજે પોતાના પુરોગામી કવિ ઋષિવર્ધન કે મહારાજ જેટલું સુંદર કર્યું નથી. સ્વયંવર વખતે દવદંતીની ઉંમર આ કવિએ દસ વર્ષની બતાવી છે. અને તેટલી વયે એને લક્ષ્મીના અવતાર જેવી ગણાવી છે તેમાં થોડી અયુક્તિ જણાય છે. અન્ય કોઈ કવિએ દવદંતીની એટલી નાની ઉંમર બતાવી નથી. કવિ લખે છે:
સકળ કળા ગુણ મણિ ભરી, વિદ્યા વિનય વિચાર; અનુક્રમે વર્ષ દશની થઈ લાછિ તણો અવતાર તવ રાજા મન ચિંતવે, એ પુત્રી મુજ સાર,
રૂ૫ અનોપમ વય ચડી, કુણ કીજે ભરતાર ? સ્વયંવરમાં દવદંતી નળને વરી એથી ઈર્ષ્યા કરનાર અને યુદ્ધ માટે તૈયાર થનાર કરણાજ નામના રાજવીને નળે યુદ્ધમાં હરાવવો, દવદંતીને પરણીને નળનું પોતાના નગરમાં પાછા ફરવું, પોતાની આજ્ઞા ન માનનાર કદંબ રાજાને નળે હરાવવો, અને પોતાના ભાઈ ફૂબર સાથે ઘૂતમાં પોતાનું રાજ્ય હારી દવદંતી સાથે વનમાં જવા માટે નળનું નીકળવું–આટલી ઘટનાઓનું આલેખન રાસના બીજા ખંડમાં કવિએ કર્યું છે. એ ખંડને અંતે કવિ લખે છે :
- ઘર આવ્યો પરણી નળરાજ, જૂવટે રમીને હાર્યું રાજ;
મુનિ મેઘરાજ તણી એ વાણી, એટલે બીજો ખંડ વખાણિ. કૃષ્ણરાજ સાથેના યુદ્ધનો પ્રસંગ વર્ણવ્યા પછી, પુરોગામી કવિ ઋષિવર્ધને નલદવદંતીના વિવાહનો પ્રસંગ એક આખી ઢાલમાં વર્ણવ્યો છે, ત્યારે મેઘરાજે એનો ઉલ્લેખ માત્ર બે જ પંક્તિમાં કરી, એ પ્રસંગ પતાવી દીધો છે :
નળવદંતી પરણિયા, મંગળ ધવળ સુગાન;
સાજન સવિ સંતોષિયાં, દીધાં બહુલાં દાન. એવી જ રીતે, સ્વયંવરમાંથી પાછા ફરતાં નળદવદંતીને માર્ગમાં ભમરાથી વીંટળાયેલા, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા મુનિ મળે છે એ પ્રસંગ પણ મેઘરાજે ફક્ત બે પંકિતમાં જ વર્ણવ્યો છે :
ગજમદગંધે ભમરે વીંધ્યો, કાઉસગિં છે મુનિ એક; નિષધ નરેસર સવિ પરિવારે, વાંદે ધરી વિવેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org