Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ
ઋષિવર્ધનની જેમ મેઘરાજે પણ શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ સાથે રાસની શરૂઆત કરી છે. ઘૂત રમવાની નળની ટેવ માટે ઋષિવર્ધન લખે છે: *
ચંદન કQઓ ચંદ્રિ કલંક, રયણાયર ખારૂ, જલિ પંક;
ગુણમય નલનઈ જૂઓ રૂહારિ, રતનિ દોષ દિવિ કુણુ પાડિ. મેઘરાજ લખે છેઃ
ચંદન કડૂ, ચંદ્રને લંછન, જલનિધિ ખાર;
તિમ નળને જુવટે તણો અવગુણ એક અપાર. નળના પાત્રનું વર્ણન કરતાં ઋષિવર્ધન લખે છે:
દિન દિન વાધઈ નલકુમાર, શુદ્ધહ પખિ ચંદો; રૂપ સોભાગિ આગલુ એક જણ નયનાનંદો.
કલા બહુત્તરિ ભણઈ ગુણઈ સેવિગ્રંથ વખાણુઈ મેઘરાજ લખે છે :
શુલ પખે જિમ ચંદલો વધે તેમ કુમાર;
કળા બહુન્નર શીખિયો, જાણે ગ્રંથ વિચાર. નળ દવદંતીનો ત્યાગ કર્યા પછી, આગળ જતાં અગ્નિમાં બળતા સાપને બચાવે છે. એ પ્રસંગ પણ મેઘરાજે બરાબર ઋષિવર્ધનને અનુસરીને આલેખ્યો છે. દવદંતીને છોડીને ગયા પછી આઠમે દિવસે આ બનાવ બને છે એમ ઋષિવર્ધને લખ્યું છે. જેને પરંપરાની મૂળ કથામાં આ બનાવ કેટલે વખતે બન્યો તેનો સ્પષ્ટ નિર્દેશ નથી, પરંતુ એ પ્રસંગે નળ પોતાના પિતાને ‘દવદંતીનું શું થયું?” એમ ત્યારે “દવદંતી અત્યારે એના પિતાને ઘરે પહોંચી ગઈ છે' એમ અવધિજ્ઞાની નિષધ દેવતા કહે છે. હવે આગળના વૃત્તાંત પ્રમાણે નળ-દવદંતી વનમાં જવા નીકળ્યાં અને નળે દવદંતીનો ત્યાગ કર્યો એ પછી દવદંતી સાત વર્ષ એકલી પર્વત પર ગુફામાં રહી. એ પછી એ પોતાની માસીને ત્યાં ગઈ. માસીને ત્યાં એ કેટલો વખત રહી એનો સ્પષ્ટ નિર્દેશ ક્યાંય થયો નથી એટલે એનો ચોક્કસ અંદાજ કાઢી શકાય નહિ. પરંતુ દવદંતી પોતાના પિતાને ત્યાં પહોંચી ગઈ એવા સમાચાર નિષધ દેવતા નળને આપતા હોય તો એનો અર્થ એ થયો કે દવદંતીના ત્યાગ પછી, સાત વર્ષ કરતાં યે વધારે સમય પસાર થયા પછી, આ પ્રસંગ બન્યો હોવો જોઈએ. એને બદલે ઋષિવને આ પ્રસંગ દવદંતીને ત્યાગ પછી આઠમે દિવસે બનતો વર્ણવ્યો છે.
નલિ જવ ભીમી પરિહરી, ચાલિઉ મનિ ઝૂરત,
તવ દવ દેખાઈ આઠમઈ દિનિ વનિ પસરત. અને આથી “દવદંતી પોતાના પિતાને ત્યાં પહોંચી ગઈ છે” એવું વચન ઋષિવર્ધને નિષધ દેવતા પાસે કહેવડાવ્યું નથી. જુઓઃ
નલિ પૂછિઉં દવદંતીનું કહું દેવ ચરિત્ત;
* સીલ પ્રશંસા તસ તણી, કરતુ સુપવિત્ત. આમ, ઋષિવર્ધને કરેલા આ ફેરફારને અનુસરીને મેઘરાજે પણ આઠમા દિવસે આ ઘટના બનતી બતાવી છે:
* ઋષિવર્ધનના રાસની પંક્તિઓ હસ્તપ્રતો તથા ડૉ. બેન્ડરના સંપાદનના આધારે ટાંકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org