Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ચર્થી
ઉત્તમ સંગતિ કરવા જાય, નીચ થકો પણ તે પૂજાય; ગંગા કર્દમ આદર વડે, ગોપીચંદન મસ્તકે ચડે. ચાર હત્યા જેણે નર કીધ, સ્ત્રીમસ્તક છેદી કર લીધ; એહવા પણ પુહતા સદગતિ, જાણે સાધુ તણું સંગતિ. કાઢવાહ મુનીસર તિમે, ચોથું વ્રત પાળે પૂનમે; તેહથી મનવંછિત તસ થાય, રાજ તણું પામ્યો સુપસાય. ઉત્તમ સરસી સંગતિ કરે, પંડિત ગોષ્ઠિ હિયડે ધરે;
નિરલોભીશું મત્રિ યદા, તે નર નહું સીદાએ કદા. દવદંતી પોતાના પિતાને ત્યાં જાય છે, એનાં દુઃખની વાત સાંભળીને માતાપિતાને ઘણું દુઃખ થાય છે. પરંતુ તેઓ સીતા, અંજના, ઋષિદરા વગેરેનાં દૃષ્ટાન્ત આપી દવદંતીને આશ્વાસન આપે છે, અને આ બધું કર્મને કારણે છે એમ સમજાવે છે. - આ ખંડની ચોથી ઢાલથી કવિ દવદંતીનો ત્યાગ કરીને ગયેલા નળના પ્રસંગો વર્ણવે છે. નળે અગ્નિમાંથી સાપ બચાવ્યો એ પ્રસંગનું વર્ણન કવિએ ઋષિવર્ધનને અનુસરીને કર્યું હોય એમ લાગે છે. સુસમારપુર નગરમાં નળ ગાંડા હાથીને વશ કરે છે તે પ્રસંગે કવિ લખે છે :
તતક્ષણ ગજ શિખ્યા કરી, ચડી જઈ ગજકુંભ;
અંકુશ શિરે પ્રહારીને, લેઈ બચ્યો ગજથંભ. નળ દધિપર્ણ રાજાને ત્યાં રહે છે, રાજા એની પાસે સૂર્યપાક રસોઈ કરાવે છે, દવદંતીની વિનતિથી ભીમ રાજા નળની ભાળ કઢાવે છે અને પછી બનાવટી સ્વયંવરની યોજના કરે છે, દધિપણું રાજા હુંડિક (નળ) સાથે ડિનપુર આવે છે ઈત્યાદિ ઘટનાઓનું નિરૂપણ કવિએ પાંચમાં ખંડમાં કર્યું છે. ખંડને અંતે
હુંક આવ્યો કુંડન પરે, દધિપન સાથે પુહતો ઘરે;
મુનિ મેઘરાજ એણી પરિ કહે, પચમ ખંડ સમાપ્તિ લહે. દધિપર્ણ રાજાને ત્યાં નળ કૂબડા તરીકે આવે છે. તે દવદંતી સાથે વનમાં નીકળેલા નળનું અવસાન થયું છે એવી કલ્પિત વાત દધિપર્ણને કહે છે.
નૃપ રાજ ગમાયું તે નળ રાયેં, નીકળ્યો ત્યજી આવાસો રે, દવદંતીને સાથે લઈ એકલડો વનવાસી રે. લીલા લહરી પુર પ્રતાપી, ઈન્દ્ર સમો નળ હુઓ રે, દુઃખ દીઠું તિણે એકે વારે, તેણે કારણે વન મૂઓ રે. કોમળ પ્રાણુ ટાઢ તડકે, થોડે ઘણું કમલાય રે, જિમ હિમ પડતે માસ શિયાળે, કમલિની કરમાય રે.
કૂબડ વયણે નળના જાણ્યા, મરણ તણો સમાચારો રે, દુઃખ ધરે તે દધિપણુ રાજા, કરતો હાહાકાર રે. પ્રેતકાજ કરે સવિ નળનાં, મન વૈરાગે રહિયે રે, પ્રેમી અથવા વેરી હોજો, ગુણવંતના ગુણ ગ્રહિયે રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org