Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ યથ
વિરથા જન્મ ગુમાયો, રે મૂરખ ! વિરથા જન્મ ગુમાયો
–ચિદાનંદજીના પદો : પદ સોળમું આપણી રોજની રામકહાની કોઈને આજે તાત્કાલિક સમજાય છે તો સુમતિને મિલાપનો આનંદ અર્પી શકે છે અને પોતે પણ નિજાનંદ માણી શકે છે. જેને પાછળથી સમજાય છે એને પશ્ચાત્તાપરૂપી ઝરણમાં સ્નાન કરવાનું સદભાગ્ય સાંપડે છે અને તે પવિત્ર થવાનો યોગ પ્રાપ્ત કરે છે, ત્યારે ગત જીવનના સંસ્મરણો દિવાસ્વપ્નો જેવા લાગતાં આત્મા પુકારે છે : રે નર ! જગ સપનકી માયા
–ચિદાનંદજીનાં પદો : પદ સત્તરમું. સૌથી વિશેષ કારુણ્ય તો ત્યારે પ્રગટે છે જ્યારે સુમતિની વિનતિ આપણે અંતરાત્માથી અવગણી શકીએ તેમ ન હોઈએ અને કુમતિના સકંજામાં સપડાયેલા હોઈએ, એટલું જ નહિ પરંતુ તેમાંથી ટવાનો અવકાશ જણાતો ન હોય, અને એવી ત્રિશંકુ જેવી દશા હોય ત્યારે ?
પ્રભુ મેરો મનડો હટક્યો ન માને. બહુત ભાંતર સમજાયો, યાંકુ ચોડે હું અરુ* છાને, પણ ઈર્ય શિખામણ કછુ પંચક, ધારત નવિ નિજ કાને, પ્રભુ ! મેરો મન હટક્યો ન માને.
–ચિદાનંદજીનાં પદો : પદ એકવનમું. આવી દશા કાંઈ ચિદાનંદજી એકલા જ અનુભવે છે એવું થોડું છે? આનંદઘનજી પણ વર્તમાન ચોવીશીના સત્તરમા તીર્થંકર શ્રીકુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહે છે : સુર નર જન પંડિત સમજાવે, સમજે ના માહરો સાળો,
હો કુંથુજિન! મનડું કિમ હી ન બાજે. મન કેવું છે તેની વ્યાખ્યા આપી શકાય ખરી? આ પ્રશ્ન આનંદઘનજી જેવા સિદ્ધહસ્ત કવિ માટે પણ વિકટ છે. છતાં તેઓ લખે છે :
જે ઠગ કહું તો ઠગ તો ના દેખું
શાહૂકાર પણ નાહીં, સર્વ માંહે ને સહુથી અળગું
એ અચરજ મન માંહી,
હો કેથરિન ! મનડું કિમ હી ન બાજે. મન કાબૂમાં નથી. મન વિષે બયાન પણ કર્યું. એનો ઉપાય બતાવતાં ખરેખરો સાધક કોણ છે એ દર્શાવે છે ત્યારે “મનઃ જીવ મનુષ્યાrrR[ વર્ષે મોક્ષયોઃ ” સૂત્ર યાદ આવ્યા વિના રહેતું નથી ?
મન સાધ્યું તિણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી.’
—આનંદઘનજી
૨ રત. ૩ પ્રગટ, ૪ અને. ૫ આત્માની પારણતિ ભિન્ન ભિન્ન પરિસ્થિતિ તે આત્માની પત્ની. તેનો ભાઈ તે આપણું મન. એટલે અહીં
“સાળો' કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org