Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
યશોવિજયની કવિતા : ૧૬૧ કહી શકાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બોધ, કલ્પના, ભાવ અને ચિંતનથી શોભતી એમની રચનાઓ અવશ્ય આકર્ષક અને આદરપાત્ર છે. સ્તવન સઝાયનાં ટૂંકાં ગેય પદો કે સંવાદ-રાસ રૂ૫ની દીર્ઘ રચનાઓમાં આ “તાકિક શિરોમણ’–‘ન્યાયાચાર્ય ની કવિત્વશકિત સતત ઝળક્યા કરતી જણાશે. એવી કેટલીય પંક્તિઓ મળે, જેમાં જણાઈ આવે કે આ કલમ કવિની, કે પછી કહેવું જ રહે, કે આ મિજાજ જ કવિનો.
ઈ. સ. ૧૬પરમાં રચાયેલો એમનો “દ્રવ્યગુણુપર્યાય રાસ” અધ્યાત્મતત્ત્વની જેનવિચારણાને નિરૂપે છે. સંસ્કૃતમાં એનો અનુવાદ થયો છે. “જબૂસ્વામી રાસ’નું વ્યવસ્થિત સંપાદન તો પ્રારમણલાલ ચી. શાહે હવે સુપ્રાપ્ય કરી આપ્યું છે. અન્ય કવિનો “શ્રીપાલ રાસ” પણ એમણે– કવિ યશોવિજયજીએ-પૂરો રચી આપ્યો છે. “ગૂર્જર સાહિત્ય સંગ્રહ”ના બે ગ્રંથોમાં (સં. ભદ્રંકરવિજય) યશોવિજયજીનાં સ્તવનો–સઝાયો–સંવાલદિ કૃતિઓ પણ સુલભ છે. આ લેખમાં એમાંનાં સ્તવન, સજઝાયો, સંવાદની રચનાઓ વિશે વિચારણાનો આશય છે.
સમુદ્ર–વહાણ સંવાદ' આ ગુચ્છની મનોરમ અને બોધક કૃતિ છે. ઈ. સ. ૧૬૬ ૧માં ઘોઘા મુકામે રચાયેલી આ સંવાદરચનામાં “વાચક જશવિજય”ની ઉપદેશક શક્તિ કવિતાની કલા સાથે આકર્ષક મેળ રચે છે. “મત કરો કોઈ ગુમાન”ની શીખ આપવા વિષ સમુદ્ર અને એના ગર્વને ગાળતા વહાણ વચ્ચે કવિએ આકર્ષક સંવાદ રચ્યો છે. “ઉપદેશ રચ્યો ભલો’ કહીએ તેવી ચિત્રણ, એવું વિવાદચાતુર્ય, એવી અનુપ્રાસાદિની યોજના અને એવી પરોક્ષ જીવનવિચારણું યશોવિજયજી આ કૃતિમાં પ્રગટ કરે છે. ક્યાંક સુરુચિ ન જળવાય એવી વિવાદોકિત ખરી, પણ સમગ્રપણે રચના સફળ જ કહેવાય. સમુદ્રને મુખે કવિએ સ્વગૌરવની દલીલો કુશળતાથી મૂકી છે, પણ વહાણ એનો તોડ કરી સ્વત્વની પ્રતિષ્ઠા વધુ અસરકારક રીતે કરે છે. સમુદ્ર રાવણની સમૃદ્ધિ અને લક્ષ્મીનારાયણની શય્યા સાથેનો નિજનો સંબંધ દાખવી “તાહરું તે કુલ કાઇનું પણ સંભળાવે છે; પોતાની મોટાઈ વર્ણવીને પોતા પાસે રત્નો છે, ગંગાદિને કારણે પોતે “તીરથસાર છે, ઘનઘટા પોતાનું જલ લઈ વરસે છે તેથી જ સહુનું હિત છે અને વહાણનો જન્મ પણ એ કારણે જ સંભવિત થાય છે, ચન્દ્ર જેવો પોતાને પુત્ર છે, અને પોતે સંતુષ્ટ છે પરંતુ “ભમ્યા કરતું વહાણ લોભી છે” એવું કહી દે છે. સામે દરેક સમુદઉગારનો તે તે ક્ષણે જ વહાણ પણ રોકડો જવાબ આપે છે. એ કહે છે: “હલુઆ' તો ય અમે જ બહુજનને તારીએ છીએ પાર ઉતારીએ છીએ. મોટો તો ઊકરડોય છે, પણ કામનો તો નાનો તો ય હીરો જ. રત્નો તો છે પણ આપતાં
બેસે છે મુખડામાં'. વળી તૃણ ઉપર ને રત્નો હોય તળિયે એવું તો છે સમુદ્રનું અજ્ઞાન !, તરસ્યાં ય દૂર ભાગે એવું છે એનું જળ, ગંગાદિ ય એમાં મળતાં નામમાધુર્ય ખોઈ દે છે; અને કુલની વાત તો “જે નિજગુણે જગ ઉજજવલ કરિયો, તો કુલમદનું હૂં કાજ રે ?', હજાર નદીઓએ ય સમુદ્રની ભૂખ ક્યાં ભાંગી ? ચન્દ્ર પુત્ર તો યે દૂર જ રહ્યો–તે ય કુલકલંક સાથે. વહાણની આવી સ્પષ્ટ વાતોએ પછી તો –
“એહવે વયણે રે, હવે કોઈ ચડ્યો, સાયર પામ્યો રે ક્ષોભ, પવન ઝકોલે રે જલ ભર ઊછલી, લાગે અંબર મોભ. ભમરી દેતા રે પવન ફિરી ફિરી રે, વાસે અંગ તરંગ, અંબર વેદી રે ભેદી આવતા, ભાજે તે ગિરિશંગ.
“નાંગર ત્રોડી રે દૂરિ નાંખીએ, ફૂલતણા જિમ બીંટ; ગગનિ ઉલાળી રે હરિઈ પાંજરી, મોડિ મંડપ મીટિ.”
સુ૦ ગ્ર૦ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org