Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો : ૧૪૫
અનંતકાળથી આ જીવડો સંસારસાગરમાં રઝળ્યો છે છતાં ‘મારું’ ‘મારું’ કરતાં થાક્યો નથી. આ વાતને લગભગ બધા જ ભક્તકવિઓએ કાવ્યના વિષય તરીકે અપનાવી છે.
કૈં
નથી જીવ તારી રે સુંદર કાયા, છોડીને ચાલ્યો વણુઝારા રે હોજી.
વળાવી.
–કબીર
વૈરાગ્યની સજ્ઝાય : ઉદયરત્નકૃત અભિમાન એક ભયાનક રોગ છે. વ્યક્તિત્વવાદના આ જમાનામાં એ રોગ જ્યાંત્યાં નજરે પડે છે. એતે મહામદ કહ્યો છે. મદનું સ્વરૂપ સમજવા માટે તો જૈનોની ભરતખહુબલીની કથા જ તપાસવી રહી. બાહુબલીએ રાજપાટનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી, પણ અહમ્ ભાવના ત્યાગી નહિ. ધોર તપસ્યા કરવા છતાં મહામદને કારણે સર્વજ્ઞ થઈ શકતા નથી. આ વસ્તુ સમજાવવા માટે જો કોઈ શક્તિમાન હોય તો ભાઈ ને માટે એમની અતુલ સ્નેહલ ખહેનો જ. આ વસ્તુનો આશરો લઈ કવિ એમની બહેનોના મુખમાં આ શબ્દો મૂકે છે :
સુગ્ર૦૧૦
*
મેલી દે મનથી મારું-તારું રે મનવા પ્રભુ વિના કોઈ નથી તારું, સ્મશાન સુધી તારાં સગાં સંબંધી વાલાં આવીને ખાળે તન પ્યારું, રે માનવી ! પ્રભુ વિના કોઈ નથી તારું.
.
વીરા ! ગજ થકી હેઠા ઊતરો અભિમાનરૂપી હાથી પરથી નીચે ઊતરવાનું કહે છે. ‘ માન-અભિમાન ન કરો' એનું કારણ આપણને યથાર્થ રીતે, માર્ગદર્શનરૂપે માનની સઝાયમાં ઉદયરત્ન સમજાવે છે :
Jain Education International
—પીપા ભગત
વાલાં તે વાલાં શું કરો, વાલાં વોળાવી વળશે વાલાં તે વનના લાકડાં તે તો સાથે જ બળશે એક રે દિવસ એવો આવશે...
આ પ્રસંગે ગીતાનો ઉપદેશ જરા જોઈ એ તો ઠીક પડશે. સાધકને માટે ગીતાજીમાં ત્રણ વસ્તુ પર ખાસ ભાર મૂક્યો છે : પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. આ યુગમાં પ્રણિપાત એટલે નમ્રતા, વિવેક ખાસ ખ્યાલમાં રાખવા યોગ્ય છે. પરિપ્રશ્ન એટલે ફરી પૂછ્યું. જિજ્ઞાસાવૃત્તિ એ આવશ્યક અંગ છે. જૈનોમાં ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ગૌતમસ્વામી જ્ઞાતા હોવા છતાં ય કોઈપણ બાબત સંશય થતાં ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછતા એ રીતે નમ્રતા દાખવવી. સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપે છે. એટલે સેવા આવશ્યક છે. આ બધા માટે માન-અભિમાન છોડવાની જરૂર છે.
રે જીવ ! માન ન કીજિયે
માને વિનય ન આવે, વિનય વિના વિદ્યા નહિ
તો કિમ સમકિત પાવે ...રે જીવ ! માન ન કીજિયે.
For Private & Personal Use Only
www.jainelibrary.org