Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગુજરાતી સાહિત્યમાં જૈન ભકિતકાવ્યો ઃ ૧૪૧ ઉપાલંભ આપતાં જ આપણને સનાતન સત્ય આપ્યું : “દુ:ખ વેળા હો વિરલા સંસાર !' તો યશોવિજયજી (સામાન્ય રીતે “વાચકજશ”ના નામે ઓળખાતા) ત્યારે ભક્તિમાં લીન બને છે ત્યારે પરિણામ સારુ કેવી અધિરાઈ દાખવે છે તે જુઓ :
કરજેડી ઊભો રહું રાત-દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણ નહિ તો શું કહીએ છાની રે ?
સંભવ જિનવર વિનતિ. ચિદાનંદજીનો નીચેનો ઉપાલંભ જુઓ. તેમાં તેઓ પોતાની આજસુધીની પરિસ્થિતિ માટે ઈશ્વરને જ જવાબદાર ઠરાવે છે–પોતાની ન્યૂનતાના સ્વીકાર સાથે !
મોહ મહામદ છાકથી હું છકિયો હો નાહીં સૂધ લગાર, ઉચિત સહી ઇણ અવસરે સેવકની હો કરવી સંભાળ,
પરમાતમ પૂરણ કળા. આ પણ જ્યારે ભક્તને એમ લાગે છે કે અન્યની ભકિતથી ઈશ્વર રીઝે છે અને કદાચ પોતાની ભક્તિમાં ખામી જેવું જણાતું હોય ત્યારે ઈશ્વરને કેવી ચેતવણી અપાય છે તે જુઓ :
સેવા ગુણો ભવિજનને જો તમે કરો બડભાગી, તો તમે સ્વામી કેમ કહેવાશો નિર્મમ ને નિરાગી ?
- હો પ્રભુજી ! ઓળભડે મત ખીજે. તો આપણું પ્રિયતમ કેવો સ્વાર્થી છે એ જોવા આપણે ફરીથી ચિદાનંદજીનો સમ્પર્ક સાધીએ :
સર્વ દેશ-ઘાતી સહુ અંઘાતી હો કરી ઘાત દયાળ, વાસ કિયો શિવમંદિરે મોહે વિસરી હો ભમતો જગજાળ,
પરમાતમ પૂરણ કળા. પણ મનુષ્યની શક્તિને મર્યાદા છે, એ વાત કવિઓ પણ વિસરી ના શકે. આપણાથી ઈશ્વરની સંપૂર્ણ કક્ષાએ પહોંચી ન શકાય તો એનો એકાદ અંશ પણ ભાગી લેવાનો લોભ જતો કેમ કરાય ? (આપણા સ્વભાવની વિરુદ્ધ):
નાણું રમણ પામી એકાંતે થઈ બેઠાં મેવાસી, તેહ માંહેલો એક અંશ જે આપો તે વાતે શાબાશી,
હો પ્રભુજી! ઓળંભડે મત ખી.
૬
મુજને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org