Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અમદાવાદની સ્થાપનાના સમય ઃ ૧૦૭ ગંભીર વાંધો એ આવે છે કે હિજરી સન ૮૧૩ની મિતિ ઈ. સ. ૧૪૧૧માં આવે છે, જ્યારે શક ૧૩૧૪ની મિતિ ઈ. સ. ૧૭૯૨માં આવે છે. આ ૧૮ વર્ષનો ફેર ઘણો મોટો ગણાય. ગુજરાતના સુલતાનોની તવારીખ તે તે વખતે લખાતી રહેતી ને એમાં સુલતાનના રાજ્યારોહણ જેવા દરેક મહત્ત્વના બનાવની ચોક્કસ તારીખ નોંધવામાં આવતી. આ અનુસાર અહમદાબાદ વસાવનાર અહમદશાહ હિજરી સન ૪૧૩ના રમજાન મહિનાની ૧૪મી તારીખે અર્થાત ઈ. સ. ૧૪૧૧ના જાન્યુઆરીની ૧૦મી તારીખે તખ્તનશીન થયો હતો. આથી એણે એ અગાઉ ૧૯ વર્ષ પહેલાં શહેર વસાવ્યું સંભવતું નથી. આથી સંવત ૧૪૪૯ શક ૧૩૧૪નું વર્ષ સમૂળગું અસંભવિત કરે છે; હિજરી સન ૪૧૩ની સાલ જ વિચારણીય છે.
“મિરાતે અહમદી'માં આપેલી કુંડળી પ્રમાણે વડોદરાના શ્રી આપટેએ એના ફલાદેશની અનુકુળ નોંધ લખી છે, પરંતુ ગ્રહગણિતની દષ્ટિએ એ કુંડલીને તપાસતાં એ શક ૧૩૧૪(ઈ. સ. ૧૩૯૨)ના પ્રયોગો સાથે બંધ બેસતી નથી એટલું જ નહિ, હિજરી સન ૪૧૩(ઈસ૧૪૧૧)ના પ્રયોગો સાથે પણ એનો મેળ મળે એમ નથી.૧૪ આથી વિકમ-શક વર્ષ તેમ જ કુંડળી એ બંને કપોલકલ્પિત હોવાનું ફલિત થાય છે.
શ્રી ગિરિજાશંકર જોશીએ એમના કુલની પ્રાચીન અનુશ્રુતિમાં મળેલો જે શ્લોક જણવ્યો છે તેમાં પણ સંવત ૧૪૪૯ની વૈશાખ સુદ પાંચમ ને ગુરુવારની મિતિ આપી છે, પરંતુ ઉપર જણાવ્યા મુજબ એ મિતિ સમૂળી અસ્વીકાર્ય છે. શ્રી ગિરિજાશંકર જોશી પોતે પણ એ મિતિને પ્રમાણભૂત ગણતા નથી.
આથી શ્રી ગિરિજાશંકર જોશીએ વૈશાખ સુદ પાંચમ ને ગુરુવારની મિતિ શક ૧૩૩૩ ઈ. સ. ૧૪૧૨ની ગણીને નવેસર કુંડળી બનાવેલી છે, જે “મિરાતે અહમદી માંની કુંડળીને ઘણે અંશે મળતી આવે છે. એમાં લગ્ન, ચંદ્ર, ગુરુ, શનિ, રાહુ, કેતુ, સૂર્ય એક રાશિના છે; મંગળ, બુધ અને શુક્રની રાશિ
૧૨ અહીં ૧૪૬૮ને બદલે ૧૪૪૯ની લહિયાને હાથે સરતચૂક થઈ હોવાનું ધારી શકાય, પરંતુ શ્રી ગિરિજાશંકર જોશીએ
ટાંકેલા આનુશ્રુતિક શ્લોકમાં શબ્દોમાં જણાવેલ સંખ્યા પણ નિશ્ચિત રીતે ૧૪૪૯ આપેલી છે (જુઓ નીચે નોંધ ૧૫). 13 Mirat-i-Ahmadi, Supplement, Appendix II (pp. 215-22). ૧૪ એ બંને વર્ષમાં રાહુ મીન રાશિમાં હતો, જ્યારે આમાં એને કન્યા રાશિનો કહ્યો છે. શનિ અને ગુરુ જેવા મંદ
ગતિના ગ્રહ પણ એ વર્ષોમાં આપેલી રાશિમાં હોવાનો લેશમાત્ર સંભવ નથી (જુઓ નીચે નોંધ ૨૪). એ વર્ષોમાં આ ગ્રહો કઈ રાશિમાં હતા એને લગતું ગણિત મુત્ર શ્રી હરિહરભાઈ ભટ્ટે મને આ કામ માટે ગણી આપ્યું છે, જેને માટે
હું તેમનો આભારી છું. १५ संवत् नंदकृतेन्द्रकैः परिमिते मासे सिते माधवे
पञ्चम्यां गुरुवासरे दिनदले ऋक्षे च पुष्याभिधे । नाथेनाथ सुमाणिकेन मनसा दत्तं मुहूर्त यदि (दा) श्रीपात्शाह-सुएझदेन अमदावादं तदा कारितम् ॥ [ શંકરરાય અમૃતરાય, અમદાવાદની જીવનવિકાસ'; રત્નમણિરાવ ભીમરાવ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ,
૫૦ ૨૫-૨૬ ] ૧૬ એ કુંડળી આ પ્રમાણે છે :
૨
બુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org