Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અમદાવાદની સ્થાપનાનો સમય
અમદાવાદ શહેર ગુજરાતના ત્રીજા સુલતાન અહમદશાહ પહેલાએ પ્રાચીન આશાપલ્લી–કર્ણાવતીની બાજુમાં વસાવેલું એ હકીકત જાણીતી છે, પરંતુ એણે એ શહેર ક્યારે વસાવેલું એનો ચોક્કસ સમય નક્કી કરવામાં મતભેદ પ્રવર્તે છે.
હરિપ્રસાદ શાસ્ત્રી
કવિ હુલવી શિરાઝીએ અહમદશાહના સમયનો ઇતિહાસ ‘તારીખે અહમદશાહી ’માં લખેલો, ને એ કવિ, અહમદશાહની લગભગ સમકાલીન હતો એવુ જાણવા મળે છે. પરંતુ આ તિહાસનો આજે પત્તો નથી. એ ગ્રંથ ફારસી પદ્યમાં રચાયો હતો. એમાંથી આશરે એક્સો ખેત · મિરાતે સિકંદરી ’માં ઉતારવામાં આવી છે, તે ‘મિરાતે અહમદી ’માં પુરવણીમાં અપાયેલા અમદાવાદના વર્ણનમાં પણ એમાંથી કેટલીક ખેત રજૂ કરવામાં આવી છે. એ એતો પરથી માલૂમ પડે છે કે અહમદશાહે નજુમ(જ્યોતિષ)ના જાણકારો પાસે ગણિત કરાવી શહેરની સ્થાપનાનું શુભ મુર્ત કઢાવ્યું હતું ને એ મુહૂર્ત હિજરી સન ૮૧૩ના ઝુલકાદ મહિનામાં આવ્યુ હતું.? આમાં તારીખ આપવામાં આવી નથી. હિ૰ સ૦ ૮૧૩નો એ મહિનો ઈ. સ૦ ૧૪૧૧ના ફેબ્રુઆરી-માર્ચમાં આવતો હતો.
<<
એ પછીનો ઉલ્લેખ શ્રીરાકુંનયતીયનાપ્રવન્ય(લગભગ ઈ॰ સ૦ ૧૫૩૦)માં મળે છે. એમાં સંવત્ ૨૪૬૮ વર્ષે વૈરાલ વિ ૭ વૌ પુષ્યે અદ્દીમનાવાય સ્થાપના ! ” એવું નોંધેલું છે. અર્થાત આ ઉલ્લેખ અનુસાર અમદાવાદની સ્થાપના સંવત ૧૪૬૮ના વૈશાખ વિદે ૭ને રવિવારે થઈ હતી. પરંતુ એ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાનું જણાવેલું છે તે પરથી આ તિથિ વૈશાખ વદે છ નહિ, પણ વૈશાખ સુદ છ હોવી જોઈ એ એવું માલૂમ પડે છે. આથી પ્રસ્તુત પ્રબન્ધની પ્રતમાં સુદિ 'ને બદલે ' હિંદ'ની
:
ર
3
૧ The Mirat-i-Ahmadi: Supplement (Trans. by Syed Nawab Ali and C. N. Seddon), pp. 4–5; રત્નમણિરાવ ભીમરાવ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ, પૃ૦ ૫૫-૫૬, સં૰ મુનિ જિનવિજયજી (૧૯૧૭), પૃ૦ ૩૧.
ગુજરાતના રાજાઓની જૂની વંશાવળીમાં સંવત ૧૪૬૮ના વૈશાખ સુદ ૭ રવિવાર પુષ્યનક્ષત્રની મિતિ જણાવેલી છે, તે પરથી આ અનુમાનને સમર્થન મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org