Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શત્રુજયમાહાભ્યનાં ભૌગોલિક તત્ત્વ : ૧૦૩ હતું. આગળ જતાં શત્રુંજયમાહાભ્યની લહિયાઓ દ્વારા નકલો થતાં મૂળ “વલભી સંવત’એ વિક્રમ સંવત રૂપે લખાય, વગેરે ભૂલો થવા સંભવ છે. મૈત્રક વંશનાં તામ્રપત્રો તથા દંડીના દશકુમારચરિત, સોમદેવના કથાસરિત્સાગર, વગેરે પ્રાચીન ગ્રંથોમાં ભૌગોલિક સ્થળોનાં નામોનાં જે રૂપો મળી આવે છે તે જ રૂપ શત્રુંજયમાહાસ્યમાં પણ મળી આવે છે, એટલે અસલ ગ્રંથ મૈત્રકકાળમાં વલભી ખાતે ઈ. ૬૬ ૬થી ૭૬ ૬ સુધીમાં ત્રીજા શિલાદિત્યથી સાતમા શિલાદિત્ય સુધીના અનેક શિલાદિત્યો થયેલા તેમાંના એકાદાના સમયમાં લખાયો હોવો જોઈએ. શત્રુંજયમાહામ્યની વિશેષતા એ છે કે એમાં સૌરાષ્ટ્રને લગતી કેટલીક એવી પ્રાચીન ભૌગોલિક માહિતી મળી આવે છે જે બીજા કોઈ ગ્રંથમાં મળી આવતી નથી, એથી પ્રસ્તુત લેખમાં આપણે એની થોડીક નોંધ લઈશું. પુરાણોની ભૌગોલિક માહિતીની જેમ ક્યાંક ક્યાંક એમાં પણ કવચિત વિસંગતિ મળી આવે છે, જે સ્વાભાવિક છે.
શત્રુંજયમાહાસ્યના પહેલા સર્ગમાં સિદ્ધાચલ (શત્રુંજય) પરથી દેખાતી નદીરૂપે શત્રુંજયા, અન્દી, નાગેન્દ્રી, કપિલા, યમલા, તાલધ્વજી, યક્ષાંગા, બ્રાહ્મી, માહેશ્વરી, સાભ્રમતી, શબલા, વરતોયા, જયંતિકા અને ભદ્રા આ ૧૪ નદીઓનાં નામ આપ્યાં છે. શત્રુંજય પરથી દેખાતી નદીઓને બહાને લેખકે સૌરાષ્ટ્ર-ગુજરાતની કેટલીયે નદીઓનાં નામો આપ્યાં જણાય છે. શત્રુંજ્યા તે શેત્રુંજી છે, પણ તાલધ્વજી નદી એ જદી નથી, કારણકે તળાજા આગળ પણ શેત્રુંજી જ છે. શક્ય છે કે એના દરિયાના ભાગમાં શત્રુંજ્યા એ તાલધ્વજી પણ કહેવાતી હોય. સાભ્રમતી તે સાબરમતી છે. એનું પ્રાચીનતમ નામ
શ્વભ્રમતી' હતું, પણ પદમ, સ્કંદ, વગેરે પુરાણોમાં “સાભ્રમતી’ નામ મળી આવે છે. એન્ટ્રી કઈ તે કહેવાય નહિ. મહીનદીનું એક નામ મહેન્દ્રી પણ હતું, એટલે શકય છે કે એ મહીનું નામ હોય. કપિલા એ પ્રભાસના ત્રિવેણીસંગમ પૈકીની એક જણાય છે. બ્રાહ્મી તે હળવદ નજીકની બ્રાહ્મણ હોઈ શકે. પ્રભાસક્ષેત્રમાં એક “માહેશ્વરી” હોવાનું સ્કંદપુરાણ(પ્રભાસખંડ, ૪. ૧૭–૧૮)માં જણાવ્યું છે. જિયંત (ગિરનાર) પર્વતનું એક નામ વરાહપુરાણ, ૮૫, ૩માં જયન્તા આપેલું છે, એટલે ત્યાંની સોનરેખા કે પલાશવા હોઈ શકે. વરતીયા એ બારાડી પ્રદેશની વર્તી હોવી જોઈએ. ભદ્રા એ ભાદર છે. બીજી નદીઓ
નથી. એ જ સર્ગમાં આગળ જતાં સિદ્ધાચલના શત્રુંજય. રેવતગિરિ. સિદ્ધિક્ષેત્ર, સુતીર્થરાજ, ઢંક, કપર્દી, લૌહિત્ય, તાલધ્વજ અને કદંબગિરિ આટલાં શિખરો ગણાવ્યાં છે. એમાંના રેવતગિરિ, ટંક તથા તાલધ્વજ એ અનુક્રમે ગિરનાર, ઢાંકને ડુંગર અને તળાજાની ટેકરી છે. કપર્દી, લૌહિત્ય અને કદંબગિરિ ઓળખાતાં નથી, પણ ત્રીજા સર્ગમાં શત્રુંજયાની નજીકમાં કદંબગિરિની સ્થિતિ બતાવી છે. શકય છે કે એ સાનાનો ડુંગર હોય કે જ્યાં પ્રાચીન ગુફાઓ છે.
પાંચમા સર્ગમાં જણાવ્યા પ્રમાણે ભરત ચક્રવર્તીએ શત્રુંજય નજીક આનંદપુર નગર વસાવેલું. આ ચોટીલા નજીકનું આનંદપુર રહ્યું હશે. ત્યાં પ્રાચીન મંદિરો છે. નજીકમાં જ ભરતે માનપુર અને ભરતપુર નામે નગર વસાવેલાં. એ ક્યાં તે કહી શકાય નહિ. પછી ગિરનારનું વર્ણન આવે છે. એમાં ઉદયવંતી, સુવર્ણરેખા અને લીલા આટલી નદીઓ વહે છે. સુવર્ણરેખા એ હાલની સોનરેખા અને ઉદયવંતી તે ઓઝત હોવી જોઈએ.
પછી ભરતચક્રવતી ગિરનાર પરથી ચારે બાજુનું દશ્ય એ છે અને તેમને બરટ પર્વત દેખાય છે. બટ પર્વત એટલે બરડો. શત્રુંજયમાહામ્ય સિવાય બીજે કયાંય બરડાનો ઉલ્લેખ નથી. ગ્રીક સાહિત્યમાં બાર્નાક્ષીમાની નોંધ આપી છે. એમાંથી નીકળતી નદી વરત્રોઈ(વરત)ની નોંધ સૈધવ તામ્રપત્રોમાં મળી આવે છે. શત્રુંજયમાહાભ્યમાં જણાવ્યા પ્રમાણે બરટ નામનો એક દુષ્ટ વિદ્યાધર ત્યાં રહેતો હોવાથી એ પર્વત “બરટ’ કહેવાયો હતો.
સર્ગ સાતમામાં જણાવ્યું છે કે પંડરીક પર્વત નજીક હસ્તિસેન નગરમાં કોટિ દેવીઓના પરિવારવાળી સુહસ્તિની નામની જૈનધર્મવિરોધી મિથ્યાદૃષ્ટિવાળી દેવીઓ ઉત્પન્ન થઈને તાલધ્વજ
M
)
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org