Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અમદાવાદની સ્થાપનાનો સમય : ૧૦૯
મણિરાવે આ નવી નિરયન કુંડલીના પ્રયોગોના ફલાદેશનો વિચાર કરતાં નોંધ્યું છે કે એ ફલાદેશ અમદાવાદની વૃત્ત કારકિર્દીને બરાબર લાગુ પડતો નથી. શ્રી દિનકર ફણસેએ આ સમયની સાયન કુંડળી પ્રમાણે ફલાદેશ વિચાર્યો છે, તે પણ એને બરાબર લાગુ પડતો નથી. ૨૩
ફલજ્યોતિષની અટપટી બાબતોને બાજુએ રાખીએ તો પણ મુહૂર્તશાસ્ત્રની દૃષ્ટિએ ય આ કુંડળી વિચિત્ર હોવાનું માલૂમ પડે છે. “તારીખે અહમદશાહીનો કર્તા હુલવી શિરાઝી સ્પષ્ટ જણાવે છે કે અહમદશાહે આકાશનું ગણિત જાણનારા અને અગમનિગમ જાણનારાઓને બોલાવી શહેરની સ્થાપનાનું શુભ મૂહૂર્ત કઢાવ્યું હતું. માણસના જન્મનો સમય આપણું હાથમાં હોતો નથી, પરંતુ નવા શહેરની સ્થાપના ક્યારે કરવી એ તે આપણા હાથની વાત છે. આથી, બાદશાહે જ્યારે જ્યોતિષીઓ પાસે સ્થાપનાનું મુર્ત કઢાવ્યું હતું, ત્યારે એ મુહૂર્ત મુહૂર્તશાસ્ત્રના નિયમો અનુસારનું હોય એ તદ્દન અપેક્ષિત છે. એ દૃષ્ટિએ જોતાં ઝિલકાદ માસમાં સૂર્ય મીન રાશિમાં હતો. ભારતીય મુહૂર્તશાસ્ત્રમાં આવા શુભ કામ માટે હાલ તો મીનાકનો સમય નિષિદ્ધ મનાય છે, પરંતુ એ માન્યતા અહીં પંદરમી સદીના આરંભમાં પ્રચલિત હતી કે કેમ એ નક્કી કહેવું મુશ્કેલ છે. છતાં લગ્ન, લગ્નાધિપતિ, સૂર્ય, શનિ, રાહુ અને શુક્ર બળવાન ન હોય એવો દિવસ હિંદુ યોતિષીઓ ભાગ્યે જ પસંદ કરે એ સ્પષ્ટ છે. ૨૪ શ્રી રત્નમણિરાવ ધારે છે તેમ આ મુહૂર્ત મુસ્લિમ નજમીઓએ કહ્યું હોય, તો તેમની મુદૃર્તશાસ્ત્રની માન્યતાઓની દૃષ્ટિએ પણ આ પ્રયોગ તપાસવા રહે.
ફલજ્યોતિષ તથા મુહૂર્તશાસ્ત્રની દૃષ્ટિએ ગમે તે હોય, તો પણ શ્રી હરિહરભાઈએ નક્કી કરેલી મિતિને આધારે શ્રી ફણસે બનાવેલી કુંડળી પરથી એટલું સ્પષ્ટ થાય છે કે “મિરાતે અહમદીમાં જણાવેલી કુંડળી તેમ જ શ્રી ગિરિજાશંકર જોશીએ બનાવેલી કુંડળી શનિ, રાહુ અને ગુરુ જેવા મંદગતિના ગ્રહોની બાબતમાં ઈ. સ. ૧૪૧૧માં કે તેની નજીકના કોઈ બીજા વર્ષમાં લાગુ પડી શકે તેવી છે જ નહિ.૨૬ શ્રી ફણસે જણાવે છે કે “મિરાતે અહમદી' વગેરેમાં આપેલી કુંડળીમાં જે ગ્રહોની સ્થિતિ છે, તે આસપાસનાં એકસો વર્ષનું ગણિત તપાસતાં પણ મળતી નથી. આથી ગ્રહગણિતની ચોકકસ પદ્ધતિ પ્રમાણે એ બંને કુંડળીઓ અવાસ્તવિક અને અશ્રય હોવાનું નિશ્ચિત થાય છે. આથી કુંડળી, મુહૂર્ત અને ફલાદેશની વાત પડતી મૂકવી ઇષ્ટ છે.
ઐતિહાસિક દષ્ટિએ જોતાં, તાત્પર્ય એ નીકળે છે કે અમદાવાદની સ્થાપના માટે મુસ્લિમ તવારીખ પ્રમાણે હિજરી સન ૪૧૩ના ઝિલકાદ મહિનાની બીજી તારીખ અને ગુરુવાર (તા. ૨૬મી ફેબ્રુઆરી, ઈ. સ. ૧૪૧૧) અને હિંદુ અનુશ્રુતિ પ્રમાણે સંવત ૧૪૬ ૮ની વૈશાખ સુદ ૭ ને રવિવાર (તા. ૧૭મી એપ્રિલ ઈ. સ. ૧૪૧૨) એ બે મિતિ સહુથી વધુ સંભવિત હોવાનું ફલિત થાય છે. એ બે પ્રકારનાં સાધનોમાં સલતનતનો અમલ અને “તારીખે અહમદશાહી ની સમકાલીનતા જોતાં, અમદાવાદની સ્થાપના માટે હિ સઃ ૮૧૩(ઈ. સ. ૧૪૧૧)ની મિતિ વધારે પ્રમાણભૂત ગણાય.
૨૨ જ્યોતિષદર્શન, વર્ષ ૧, અંક ૧૨ (નવેમ્બર, ૧૯૫૦); “અમદાવાદ ગુજરાતનું પાટનગર” (૫૦ ૬૪-૬૮) ૨૩ રત્નમણિરાવ, ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસઃ ઇસ્લામ યુગ, ખંડ ૨, ૫૦ ૬૧૫–૧૬. ૨૪ ઍજન, ૧, પૃ. ૬૧૦–૧૫. ૨૫ ઍજન, પૂ. ૬૧૧, નોંધ ૩. ૨૬ ત્રીસ વર્ષે રાશિ બદલતો શનિ ઈ. સ. ૧૪૧૧માં મેષ રાશિમાં હતો, જ્યારે એ બે કુંડળીઓમાં એને ધન રાશિમાં
જણાવેલો છે; અઢાર વર્ષે રાશિ બદલતો રાહુ ત્યારે મીન રાશિમાં હતો, જ્યારે એને એ બે કુંડળીઓમાં કન્યા રાશિને કહો છે; ને બાર વર્ષે રાશિ બદલતો ગુરુ ત્યારે સિંહ રાશિમાં હતો, જ્યારે એને એ બે કુંડળીઓમાં વૃશ્ચિક રાશિમાં જણાવ્યો છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org