Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અંબડકથાના આંતરપ્રવાહો ઃ ૧૨૧ વિક્રમને પોતાની પુત્રી દેવદમની સાથે સારિપાશ દૂત રમવા આદેશ આપે છે. એમાં એવી શરત હોય છે કે, જે દેવદમની છતે તો વિક્રમે તેની સેવા કરવી; પણ જે વિક્રમ છતે તો વિક્રમ દેવદમનીને પરણે. છેવટે વિક્રમ જીત્યો અને દેવદમનીને પરણ્યો. અંબડકથાની ઉપર્યુક્ત વાર્તા સાથે “પંચદંડ ની આ પહેલી વાર્તાનું ઘણું સામ્ય છે.
અંબડ ગોરખયોગિનીને બીજી વખત મળ્યો ત્યારે ગોરખયોગિનીએ અંબાને બીજો આદેશ આપ્યો કે, દક્ષિણ સાગરમાં હરિબંધ નામના દ્વીપમાં રહેતા કમલકાંચન નામના યોગી પાસેથી “અંધારી” નામનું જઈ વસ્ત્ર લઈ આવ. આ આદેશ સિદ્ધ કરતાં, અંબડ રોલગપુર પટ્ટણના રાજા હંસરાજની પુત્રી ગુણવતીના સમાગમમાં આવ્યો. આ ગુણવતીને સૂર્ય તરફથી જાદૂઈ કાંચળી ભેટ મળી હતી. આ કાંચળી અભેદ્ય હતી. ગુણવતી અને તેની બીજી સાત સખીઓ સરસ્વતી પંડિતા નામની જાદુઈ વિદ્યાઓની જાણકાર બ્રાહ્મણ સ્ત્રીને ત્યાં ભણવા જતી હતી. સરસ્વતીએ, યોગિનીઓ પાસેથી ઊંચી જાતની સિદ્ધિ પ્રાપ્ત કરવા, તેની ઉપર્યુક્ત આઠેય વિદ્યાર્થિનીઓનું યોગિનીઓને બલિદાન આપવા ગુપ્ત સંકેત
તો. ગુણવતીએ આ સંકેત જાણ્યો અને જાઈ કાંચળીની મદદથી તે અને તેની સંખીઓ બચી ગઈ અને યોગિનીઓ સરસ્વતી પંડિતાનો ભક્ષ કરી ગઈ. આ આડકથાનું પ્રતિરૂપ આપણને “પંચદંડ”ની “ઊડણુડ”ની વાર્તામાં મળે છે. સરસ્વતી પંડિતા ઊમદે સાથે, અને ગુણવતી રાજકુમારી વિક્રમ સાથે સામ્ય ધરાવે છે.
ત્રીજા આદેશમાં ગોરખયોગિનીએ એબડને આદેશ આપ્યો કે, સિંહલદીપમાં સોમચંદ્ર રાજાની પત્રી ચંદ્રવ્યશા પાસે રત્નમાલા છે તે તું લઈ આવ. આ રત્નમાલાની વાર્તા “પંચદંડની ‘અભયદંડ” અથવા “રત્નમંજા ની વાર્તાની પૂર્વ આવૃત્તિ છે. “અંબડકથા’ની ચંદ્રયશા “પંચદંડ”માં રત્નમંજરીના પાત્ર તરીકે આવે છે. બને વાર્તાઓમાં રત્નમાલા અને રત્નમંજૂષા જાદૂઈ વિદ્યાના પ્રતીકરૂપ છે.
ચોથા આદેશમાં, ગોરખોગિનીના આદેશ પ્રમાણે, અંબડ નવલખ પાટણમાં બોહિ૭ નામના વણિકને ત્યાંથી નવલખી માકડી લેવા જાય છે. બોહિછ વાણિયાની પુત્રી રૂપિણી પાસે આ માકડી હતી. રૂપિણીએ અંબાને કહ્યું કે, હું તને સિદ્ધિકરી વિદ્યા આપું છું. તે વિદ્યા વડે નગરના રાજા વિમલચંદનને અજારૂપ બનાવ અને પછી તેને તેનું મૂળ સ્વરૂપ આપવાનો દંભ કરી, તેની પાસે તેની વીરમતી નામની પુત્રી પરણવાની યાચના કરજે. અંબડે રૂપિણીના કહ્યા પ્રમાણે યુક્તિ કરી, એટલે રાજાએ પ્રસન્ન થઈ અર્થે રાજય અને પોતાની પુત્રી વીરમતી અંબાને આપ્યાં. અંબાની સિદ્ધિવિદ્યાથી આકર્ષાઈ રૂપિણી તેની માકડી સાથે અંબને પરણી. - યોગિનીના પાંચમા આદેશ પ્રમાણે, અંબડ સોરઠમાં આવેલા દેવકા પાટણમાં, ત્યાંના રાજા દેવચંદ્રના પ્રધાન બુદ્ધિસાગર પાસેથી રવિચંદ્ર નામનો દીપ લાવવા જાય છે. એબડે દેવકા પાટણમાં જઈ એક માલણને ત્યાં ઉતારો કર્યો. માલણ મારફતે આંબડે જાયું કે, ત્યાંના રાજા અને પ્રધાન મહાવ્યા પીડાતા હતા. અબડે પોતાની સિદ્ધિવિદ્યા પ્રભાવથી નગરનાં ઘણું દુઃખી લોકનાં દુઃખદર્દ દૂર કરવા માંડ્યાં. માલણે આ વાત રાજા અને પ્રધાનને કહી. રાજાએ એબડને પોતાની પાસે બોલાવ્યો. અબડે રાજા અને પ્રધાનના વ્યાધિની વાત જાણી, અને કહ્યું કે, રાજપુત્રી અને પ્રધાનપુત્રી અને પરણાવવામાં આવે અને અર્થે રાજ્ય આપવામાં આવે તેમ જ પ્રધાન તેમની પાસેનો રવિચંદ્ર દીપ મને આપે તો તમારા બનેનો જીવલેણ વ્યાધિ હું ભાડું. રાજા અને પ્રધાને એબડની શરતો કબૂલ કરી. અબડે રાજા અને પ્રધાનને સિદ્ધવિદ્યા પ્રભાવથી વ્યાધિમુક્ત કર્યા; અને રાજપુત્રી, પ્રધાનપુત્રી, તેમ જ માલણપુત્રી (પોતે જે માલણને ત્યાં ઊતર્યો હતો તેની પુત્રી) અને રવિચંદ્ર દીપ લઈ પાછો ફર્યો.
ગોરખયોગિનીએ અંબડને છઠ્ઠી વાર આદેશ આપ્યો કે, કૂર્મકોડિ નગરમાં દેવચંદ્ર રાજા રાજ્ય કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org