Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અં બડકથાના આંતર પ્રવાહો
સોમાભાઈ પારેખ
ન પુરાણુવિદ્યામાં અંબડ વિદ્યાધરની કથા અતિ મહત્વની છે, પણ તેના તરફ વિદ્વાનોનું જોઈએ તેટલું ' ધ્યાન દોરાયું નથી એટલું જ નહિ, પણ પ્રસિદ્ધ ભારતીય વિદ્યાવિદ્ પ્રો. લૂમફિડે અને પ્રો. એ વેબરે ભારતીય લોકકથાની પરંપરાની ચર્ચામાં જેનો સારો એવો ઉલ્લેખ કર્યો છે તેવી મુનિરત્નસૂરિ-વિરચિત ગદ્યપદ્યકૃતિ “સખ્યારિત્ર'ની સમીક્ષિત આવૃત્તિ પણ આપણે તૈયાર કરી શક્યા નથી. જૈન આગમો જેટલું જ સાંસ્કૃતિક ઇતિહાસની સામગ્રીમાં સમૃદ્ધ, આચાર્ય હેમચન્દ્રાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર” મહાકાવ્ય છે, અને છતાંય, ડૉ. હેલન જોહાન્સને તેનો કરેલો અંગ્રેજી અનવાદ અને આત્માનંદ જૈન સભા-ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલો તેનો ગુજરાતી અનુવાદ–આ. અનુવાદો દ્વારા જ એ મહાકાવ્ય-વિષયક અધ્યયન અને સંશોધન ચાલે છે, પણ તેની સમીક્ષિત : હજી આપણી પાસે તૈયાર નથી. આવી જ સ્થિતિ અબડકથા-વિષયક “ અશ્વત્ર”ની છે. તેરમા શતકમાં રચાયેલી આ કૃતિની છાપેલી પ્રત મુનિમાનવિજયે સંપાદિત કરી, શ્રી સત્યવિજય ગ્રન્થમાલામાં ગ્રન્થાાંક ૧૧ તરીકે, ઈસ. ૧૯૨૮માં પ્રસિદ્ધ કરી છે. આ જ સંસ્કૃત કૃતિનો જૂની ગુજરાતીમાં વાચક મંગલભાણિયે કરેલો અનુવાદ (વિ. સં. ૧૬૩૯ = ઈ. સ. ૧૫૮૩), પ્રૉ. બળવંતરાય ક. ઠાકોરે સંપાદિત કરી ઈ. સ. ૧૯૫૩માં પ્રસિદ્ધ કર્યો છે. મેં મારી ચર્ચામાં, સંસ્કૃત કૃતિ “અન્નવરિત્ર” અને પ્રૉ૦ બ૦ ક. ઠાકોર-સંપાદિત “અંબડ વિદ્યાધર રાસનો ઉપયોગ કર્યો છે.
અંબડકથાના બાહ્યસ્વરૂપ (Morphology) પર તેના પુરોગામી કથાગ્રન્થો—ગુણાટ્યકૃત બહત્કથા, શ્રીસંઘદાસગણિ વાચકચિત “વસુદેવ-હિંડી', બુધસ્વામીત બૃહત્કથાલોકસંગ્રહ', સોમદેવવિરચિત “કથાસરિત્સાગર', ક્ષેમેન્દ્રકૃત “બૃહત્કથામંજરી', આચાર્ય હેમચન્દ્રાચાર્યવિરચિત “ત્રિષષ્ટિશલાકાપર ચરિત્ર', “પરિશિષ્ટ પર્વ આદિ ગ્રન્થો–ની સારી વ્યાપક અસર પડેલી છે, જ્યારે તેરમા શતક પછી, સંસ્કત કે જૂની ગુજરાતીમાં રચાયેલ, વિક્રમ-વિષયક વાર્તાચક્રો—‘સિંહાસનબત્રીસી', ‘વેતાલપચીસી' અને “પંચદંડ છત્ર'—પર આ અબડકથાની પ્રબળ અસર પડેલી છે. વિક્રમનાં ઉપર્યુક્ત ત્રણેય વાર્તાચક્રનાં તેમ જ દરેક વાર્તાચકની અલગ ઉપવાર્તાનાં સ્વરૂપઘટન, આયોજન, કથાઘટકો અને સાંસ્કૃતિક પરંપરામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org