Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૧ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ સરતચૂક થઈ ગણાય. ત્રાદિ વર્ષની પદ્ધતિ અનુસાર વિક્રમ સંવત ૧૪૬૮ના વૈશાખ સુદિ સાતમને દિવસે રવિવારે નહિ, પણ ગુરુવાર હતો. વર્ષ ચિત્રાદિને બદલે કાતિકાદિ ગણીએ, તો એ દિવસે રવિવાર હોઈ શકે ખરો, પરંતુ ચૈત્રાદિ સં. ૧૪૬૮ની એ તિથિએ હિજરી સન ૮૧૩ના ઝિલકાદ (અર્થાત ૧૧મા) મહિનાને બદલે હિ. સ. ૮૧૪નો મહોરમ (૧લો) મહિનો આવે અને કાતિકાદિ સં. ૧૪૬૮ની મિતિએ તો હિટ સ. ૮૧૫નો મહોરમ મહિનો આવે! આમ સં. ૧૪૬૮ની મિતિ સાથે હિ. સ. ૮૧૩ના ઝિલકાદ મહિનાનો મેળ મળતો નથી.
અમદાવાદની સ્થાપના પછી લગભગ બસો વર્ષે લખાયેલ “મિરાતે સિકંદરીમાં હિ૦ સ૮૧૩માં શહેરની સ્થાપના થઈ હોવાનું અને ગઢનું બાંધકામ હિટ સ૦ ૮૧૬(ઈ. સ. ૧૪૧૩–૧૪)માં પૂરું થયું હોવાનું જણાવેલું છે. આ કિતાબમાં કવિ હુલવીની બેતો ઉતારેલી છે.
તારીખે ફિરિસ્તા, જે લગભગ એ જ સમયમાં લખાઈ હતી, તેમાં આ બનાવ હિ૦ સ. ૮૧૫ના આખરમાં (અર્થાત ઈ. સ. ૧૪૧૩માં) બન્યો હોવાનું જણાવ્યું છે. આ સમય ગઢનું બાંધકામ પૂરું થયાનો હોઈ શકે.
“આઈને અકબરી,” જે પણ લગભગ એ સમયે લખાઈ હતી, તેમાં હિ૦ સ. ૮૧૩ના ઝિલકાદ મહિનાની ૭મી તારીખ આપી છે. એ દિવસે ઈસ. ૧૪૧૧ના માર્ચની ૩જી તારીખ હતી.
ઈ. સ. ૧૭૬૧માં (અર્થાત અમદાવાદની સ્થાપના પછી ૩૫ વર્ષે) પૂરી થયેલ “મિરાતે અહમદી માં અમદાવાદની સ્થાપનાનો વિગતવાર સમય આપવામાં આવ્યો છે. એમાં હિજરી સન ૪૧૩ના ઝુલકાદ મહિનાની ૩જી તારીખ, સંવત ૧૪૪૯ અને શક ૧૩૧૪ના વૈશાખ સુદ પાંચમની મિતિ અને સૂર્યોદયાત ૧૫ ઘડી અને ૩૫ પળનો સમય જણાવેલો છે ને એ સમયના ગ્રહોની કુંડળી પણ આપી છે.
આમાં વિક્રમ સંવત ૧૪૪૯ (ચિત્રાદિ) અને શક વર્ષ ૧૩૧૪નો પરસ્પર મેળ મળે છે, પરંતુ એ વર્ષની વૈશાખ સુદ પાંચમે ગુરુવાર નહિ પણ શનિવાર આવે છે, ૧૧ કાર્તિકાદિ વિક્રમ સંવત ૧૪૪ત્માં એ દિવસે ગુરવાર આવે ખરો, પરંતુ તો શક વર્ષ ૧૯૧૪ને બદલે ૧૩૧૫ થઈ જાય. આથી યે વધુ
૪ ઈ. સ. ૧૪૧૧ના ઍપ્રિલની ૩૦મી. ૫ ઈ. સ. ૧૪૧૨ના ઍપ્રિલની ૧૭મી. ૬ ગુજ૦ ભાષાંતર-આત્મારામ મોતીરામ દીવાનજી (૧૯૧૪), પૃ. ૨૩-૨૪.
Eng. Trans. by Blochman, Vol. I, p. 507 n. ૮ હિજરી તારીખ સાથે વાર આપેલો નથી. બનતાં સુધી મંગળવાર હશે. ૯ Supplement, pp. 2–3
કુંડળી આ પ્રમાણે છે :
૪ ચં
/
૧૦ ૧૧
તા. ૨૭-૪-૧૩૯૨. તા. ૧૭–૪–૧૩૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org