Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ-અસત્ ૪૫
સાથે સાથે કાળને લક્ષમાં રાખીનેય સત-અસત વિશે વિચાર થતો રહ્યો લાગે છે. શ્વેદના નાસદીયસૂક્તમાં શરૂમાં જ કહ્યું છે કે, સૃષ્ટિ પૂર્વે ન તો સત હતું કે ન તો અસત. અહીં એક બાજુ સત કે અસત અને બીજી બાજુ સૃષ્ટિ એ એની વચ્ચેના સંભાવિત કાર્યકારભાવનો આડકતરો નિર્દેશ મળે છે, પરંતુ હજુ સુધી સ્વયં સત્ અને અસત્ એ બેની વચ્ચેના કાર્ય-કારણભાવનું સૂચન સરખુંય મળતું નથી. આવું સૂચન આપણને “છાન્દોગ્ય ઉપનિષદ્દમાં મળે છે. તેમાં એક એવા મતનો ઉલ્લેખ છે : અનુસાર અસતમાંથી સતની ઉત્પત્તિ થાય છે. આનો સ્વાભાવિક અર્થ એ થાય કે તદન શૂન્યમાંથી સૃષ્ટિ થાય છે. “ન્યાયદર્શનમાંય અભાવમાંથી ભાવની ઉત્પત્તિ માનનાર આવા જ એક મતનો ઉલ્લેખ અને તેનું ખંડન છે. ૩ સ્વયં “છાન્દોગ્ય ઉપનિષદમાં આ મતનો પ્રતિવાદ કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે, સર્વથા અસતમાંથી સની ઉત્પત્તિ થઈ શકે જ નહિ; આથી માનવું રહ્યું કે, સૌ પ્રથમ સત્ એકલું જ હતું; તેને વિચાર થયો કે હું એકમાંથી અનેક થાઉં અને પછી તેમાંથી ક્રમશઃ તેજ, જળ, અન્ન - થયાં.૪ ટીકાકારોએ અસતમાંથી સતની ઉત્પત્તિને સમજાવવા અસતનો અર્થ અવ્યક્ત અને સતનો અર્થ વ્યકત કર્યો છે, અને કહ્યું છે કે, અસતમાંથી સસ્ત ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ છે કે અવ્યકત દશામાંથી વ્યક્ત દશા થાય છે."
દાર્શનિક યુગમાં આવો પ્રશ્ન પણ રહ્યો છે કે, કાર્ય એ ઉત્પત્તિ પહેલાં કારણમાં સત છે કે અસત. સાંખ્યોએ કહ્યું કે, કાર્ય કારણમાં સત્ છે પણ તે તિરોહિત–અવ્યક્ત છે. જ્યારે અમુક સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યક્ત થાય છે. આ છે સત્કાર્યવાદ. આ વાદ પ્રમાણે કાર્ય અને કારણ વચ્ચે કર્થચિત અભેદ છે અને એને લઈને એમનો કાર્ય-કારણનો સિદ્ધાન્ત કમિક આંતરિક વિકાસનો (gradual organic growth) સિદ્ધાન્ત બની જાય છે. અને એટલે જ એમના કાર્યકારણનાં દૃષ્ટાન્તોમાં બીજઅંકર જેવાં દષ્ટાન્તો જ હોય છે. નૈયાયિકોએ મૂળ પ્રશ્નના ઉત્તરમાં જવાબ વાળ્યો કે કાર્ય કારણમાં સત નથી; કારણમાં કાર્ય શક્તિરૂપે કે અવ્યકતરૂપે પણ નથી; પરંતુ અમુક સામગ્રી ઊભી થતાં પૂર્વે કારણમાં વિદ્યમાન નહિ એવું કાર્ય ઉત્પન્ન થાય છે. આ છે અસત્કાર્યવાદ. આ વાદ પ્રમાણે કાર્ય અને કારણ વચ્ચે અત્યન્ત ભેદ મનાયો છે અને એને લઈને એમનો કાર્ય-કારણનો સિદ્ધાંત યાંત્રિક (mechanical) બની જાય છે. અમુક અવયવો અમુક રીતે ગોઠવાઈ જાય એટલે તે અવયવોથી તદ્દન ભિન્ન એક અવયવી ઉત્પન્ન થાય છે. અહીં અવયવો કારણ છે અને અવયવી કાર્ય છે. એમની કાર્યકારણભાવની આવી યાંત્રિક કલ્પનાને લઈને એમના કાર્ય-કારણની દૃષ્ટાન્તો પણ તતુમાંથી પટ અને કપાલમાંથી ઘટ જેવાં હોય છે. કેટલાક સત્કાર્યનો અર્થ એવો કરે છે કે, કાર્યમાં કારણ સત છે. કારણભૂત બ્રહ્મસત બધાં જ કાર્યોમાં અનુસ્મૃત છે. આ છે વેદાન્તી મત.
ભગવાન બુદ્ધ વિભયવાદને આધારે નિત્ય દ્રવ્યની કલ્પનાને પ્રજ્ઞપ્તિસત કહી ફગાવી દીધી અને માત્ર ધર્મોને જ સંત કહ્યા. આગળ ઉપર પ્રશ્ન ઊભો થયો કે ભૂત, વર્તમાન અને ભવિષ્યત બધા જ ધર્મોને સત માનવા કે માત્ર વર્તમાન ધમને જ સત માનવા. સાંખ્યસિદ્ધાન્તથી પ્રભાવિત વૈભાષિકોએ
૨ મઢમા માસત્ તત્સલાલીત્ તત્સમમવત્ છોરૂ. ૧૧. ૨. જુઓ તૈત્તિ. ઉપ૦ ૨.૭. ३ अभावाद्भावोत्पत्तिर्नानुपमृद्य प्रादुर्भावात् । व्याघातादप्रयोगः । न्यायसूत्र, ४. १. १४--१५.
અસત: સદુ૫યત પ્રત્યયં પક્ષ...... માધ્ય, ન્યા. સૂ૦ ૪. ૧. ૨૪. ४ कथमसतः सज्जायेतेति सत्त्वेव सोम्येदमग्र आसीदेकमेवाद्वितीयम् । तदक्षत बहु स्यां प्रजायेयेति तत्तेजोऽसृजत તન પક્ષત વહુ ાં પ્રજાતિ તપોષકૃનત...! છાન્દો૬, ૨, असदिति व्याकृतनामरूपविशेषविपरीतमव्याकृतं ब्रह्म उच्यते...ततः असत: वै सत् प्रविभक्तनामरूपविशेषम् મનાયત ૩પમ્ ! રાવણમાષ્ય, તિત્તિ૩૫૦, ૨. ૭.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org