Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૬૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ હોય છે એમાં શંકા નથી, પણ તેની પાછળનું મુખ્ય ધ્યેય જીવનશુદ્ધિ હોવું જોઈએ, અર્થવૃદ્ધિ નહિ વર્તમાનકાળની ધાર્મિક ક્રિયાઓ અને અનુષ્ઠાનો પણ શુભ હોવા છતાં જીવનશુદ્ધિના મુખ્ય ધ્યેયને બદલે તેમાં અર્થવૃદ્ધિનું તત્વ જોવામાં આવે છે, અને તેથી જ આવી ક્રિયાઓ પ્રત્યે આપણુ યુવાન ભાઈબહેનો આદરને બદલે ધૃણાની દષ્ટિએ જોવા લાગ્યા છે.
ભારતના રાષ્ટ્રપતિ અને દર્શનશાસ્ત્રના પ્રખર પંડિત શ્રી રાધાકૃષ્ણને તેના એક પુરતકમાં લખ્યું છે કે : સંપત્તિ એ જ સર્વસ્વ નથી, એ સઘળી ઉત્તમ વસ્તુઓ નથી ખરીદી શકતી. મનનું અને આત્માનું સુખ, સંતોષ અને સભાવ જેવી અતિશય ઈચ્છનીય વસ્તુઓ પૈસા વડે ખરીદી શકાતી નથી. જીવનમાં કેવળ ઉપયોગિતાવાદનું જ નથી ચાલતું. માણસો કાંઈ માત્ર મજૂરો અથવા પૈસા પેદા કરનારા જ નથી; તેઓ માનવ પ્રાણી છે અને સૌંદર્ય–પ્રેમ અને મનની કેળવણી જેવી માનવભાવનાઓ તેમને આકર્ષે છે. જ્યાં સુધી આપણને ચિત્તની શાંતિ અને સ્વતંત્રતા ન મળે, ત્યાં સુધી બાહ્ય શિષ્ટતા આપણને કશા કામમાં નથી આવવાની. માણસની ભૌતિક સ્થિતિ સુધારવાની ઉત્કંઠામાં આપણે સામાજિક પ્રણાલિકાઓમાં પરિવર્તન કરવા ઉપર અને આધુનિક જીવનની જટિલ વ્યવસ્થાનું બાહ્ય સ્વરૂપ સુધારવા ઉપર ભાર દઈ રહ્યા છીએ, પણ માણસની ઈચ્છિત વસ્તુના ગુણમાં અને પરિમાણમાં જ્યાં સુધી સુધારો નહિ થાય, ત્યાં સુધી સામાજિક પ્રણાલિકાઓમાં અને વ્યવસ્થામાં ગમે તેટલા સુધારા કર્યું કંઈ જ વળવાનું નથી.'
જૈન સમાજના બહુશ્રુત અને એક આદર્શ સાધ્વીજી પૂ૦ ઉજજવળકુંવરજીએ પરિગ્રહના વિષય પર વ્યાખ્યાન આપતાં એક વખત કહેલું કે : “ હજારો વર્ષોથી અપરિગ્રહનો ઉપદેશ અપાઈ રહેલ છે, છતાં હજુ સમાજમાં અપરિગ્રહની પ્રતિષ્ઠા થવા પામી નથી, તે રણ શું? આ એક અણઉકેલ પ્રશ્ન છે. સમાજમાં અહિંસાની પ્રતિષ્ઠા થવા પામી છે અને હિંસા પ્રત્યે ઘણા જોવામાં આવે છે. પહેલા વતનો ભંગ કરનાર હિંસક, કસાઈ સન્માનનીય નથી; ચોથા વ્રતની મર્યાદાનો ભંગ કરનાર દુરાચારી સમાજમાં આદરને પાત્ર નથી; બીજા અને ત્રીજા વ્રતનો ભંગ કરનાર અર્થાત્ જૂઠી લખાણ લખનાર કે ચોરી કરનાર શિક્ષાને પાત્ર બને છે. આ રીતે અન્ય વ્રતનો ભંગ કરનાર સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવે છે અને કાયદાની દષ્ટિએ પણ સજાને પાત્ર બને છે; ત્યારે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે પાંચમાં અપરિગ્રહ વ્રતનો ભંગ કરનાર અને અમર્યાદિતપણે પરિગ્રહ એકત્ર કરનાર, સમાજમાં ઘણાને પાત્ર કે શિક્ષાને પાત્ર કેમ નહિ ? તેથી ઊલટું, જેમ વધુ પરિગ્રહી તેમ તે સમાજમાં વધુ સન્માનને પાત્ર બને છે તેનું કારણ શું? પરિગ્રહ પ્રતિ આદર જ અનર્થનું મૂળ છે; ધનવાનને માત્ર ધનને કારણે જ્યાં સુધી સન્માન બન્યા કરશે, ત્યાંસુધી માનવીના હૃદયમાંથી દ્રવ્યલોભ નાશ નહિ પામે. પરિગ્રહ પ્રત્યે સમાજમાં જે આદરવૃત્તિ છે તે તો દૂર થવી જ જોઈએ.”
પૂજય કેદારનાથજીએ પણ આવો જ અભિપ્રાય દર્શાવતાં એક લેખમાં કહ્યું છે કે : “પાપોથી મેળવેલા ધનથી ધનવાન થયેલાઓને આપણે આદર અને માન પ્રતિષ્ઠા આપીએ છીએ; કારણ કે આપણે સાર્વજનિક કામો માટે, મોટાં મોટાં મંદિરો બાંધવા માટે, એના મોટા આઈબરયુક્ત ઉત્સવો ઉજવવા માટે પૈસા ભેગા કરવા તેમની જ પાસે જવું પડે છે. પરંતુ આવા આપણા વર્તનથી તેમના પાપમાં આપણે પણ ભાગીદાર થઈએ છીએ, એ વાત ભૂલી ગયે ચાલશે નહિ.”
નીતિશતકના એક શ્લોકમાં ભર્તુહરિ જેવા મહાન યોગીએ પણ કટાક્ષવાણીમાં કહ્યું છે કે : “જેની પાસે પૈસો હોય છે, તે જ માણસ કુલીન ગણાય છે, પંડિત ગણાય છે. શાસ્ત્રજ્ઞ ગણાય છે; ગુણજ્ઞ, વક્તા અને સુંદર ગણાય છે. ટૂંકામાં સર્વે ગુણ સુવર્ણને આશ્રયે રહે છે.”
મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ બાબત પર વિચાર કરતાં એમ લાગે છે કે સમાજના મોટા ભાગના લોકોના મનમાં પરિગ્રહી લોકો પ્રત્યે જે સન્માન અને આદરની લાગણી જોવામાં આવે છે, તેના મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org