Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વડનગરના નાગર જૈન સઘ : ૮૯
૧. આચાર્યશ્રીના આદેશથી વિગત ચાતુર્માસ કરવા આવેલા મુનિઓની પ્રશંસા અને તેમના આવવાથી શ્રીસંઘને ધર્મકરણી, વ્યાખ્યાનશ્રવણ વગેરેમાં રહેલી ખૂબ જ અનુકુળતા.
૨. આગામી ચાતુર્માસમાં એ મુનિઓને મોકલવા માટે તેમનો નામોલ્લેખ કરીને સવિનય વિનંતિ કરી છે.
૩. પહેલાં શ્રીસંઘની ઇચ્છા ન સચવાયાના કારણે શ્રીસંધનું ગુરુવર્ગ પ્રત્યે ઊંચું મન થયેલું તેની યાદ આપીને અને આચાર્ય શ્રીવિજયદેવસૂરિપ પણ શ્રીસંઘની ઇચ્છા સાચવતા તેની પણ યાદ આપીને જેમનાં નામ જણાવ્યાં છે તે મુનિઓને આગામી ચાતુર્માસમાં મોકલવા માટેની બહુમાનભરી સવિનય વિનંતિ.
૪ પ્રસિદ્ધ વિદ્વાન્ ઉપાધ્યાયજી શ્રીમેઘવિજયજી ગણીનો નામોલ્લેખ હોવાથી તે સમયે તેઓ આ. શ્રીવિજયપ્રભસૂરિજીની સાથે હતા તે જાણી શકાય છે.
શિલાલેખ તથા મૂર્તિલેખોમાંથી તારવીને જૈનધર્માનુયાયી નાગરવણિકજ્ઞાતિની અટકો મેં પહેલાં લખી છે, જેનો સમય આ વિજ્ઞપ્તિલેખથી પહેલાંનો છે, તેના આધારે કહી શકાય કે પ્રસ્તુત વિજ્ઞપ્તિલેખમાં આવતી ગાંધી, દોસી, સંધવી, શાહ, સા વગેરે અટકો નાગરવણિકજ્ઞાતિની જ છે. વિજ્ઞપ્તિલેખમાં આવતી ‘દેવી’ અટક વડનગરના નાગરવણિકોની છે. શ્રેષ્ઠી, ગાંધી, દોસી અને દેવી અટકોવાળા નાગરવિણુકો આજે પણ વડનગરમાં છે. આથી કહી શકાય કે વિજ્ઞપ્તિલેખમાં જે નામો છે તે નાગરવિકોનાં જ છે. આ હકીકત લેખની ૮૫–૮૬-૮૭મી પંક્તિમાં આવતા “ શ્રીવજે(૮)દેવસર પણ નાગરવાણીઓ જાણીને વી(૮૭)નતી અવધારતા ” આ પાહેથી પણ નિશ્ચિત થાય છે. લેખમાં આવતા નાગરવિકોના સમુદાયના આધારે તથા લેખની ૮૧-૮૨ અને ૮૫મી પંક્તિમાં આવતા સંધ 'શબ્દના આધારે વડનગરમાં જૈન નાગરવણિકોનો શ્રીસંધ હતો એ વસ્તુ સ્પષ્ટ થાય છે.
વિક્રમના ૧૮મા શતકમાં વડનગરમાં ઓસવાલ, શ્રીમાલી આદિ જ્ઞાતિઓના વણિકો નહીં હોય તેમ માનવાને કોઈ કારણ નથી. છતાં નાગરવિણુકો અને અન્ય વણિકોના ધાર્મિકપ્રસંગોની ઉજવણી કાં તો જુદી થતી હશે અથવા તો એકરૂપે થતી હશે તોપણ તેમાં નાગરવણિકોનું વિશિષ્ટ પ્રાધાન્ય હશે એટલું તો વિજ્ઞપ્તિલેખમાં આવેલી નાગરવણિકોની નામાવલીના આધારે કલ્પી શકાય.
આ લેખ જેના આધારે લખાયો છે, તે વિજ્ઞપ્તિપત્ર તથા સચિત્ર કલ્પસૂત્રની પોથીનો ઉપયોગ કરવાની અનુમતિ આપવા બદલ હું અમદાવાદના શ્રી. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુખ્ય નિયામક પં. શ્રી દલસુખભાઈ માલવણિયાનો આભારી છું.
૫૧
આ. શ્રીવિજયદેવસૂરિજી તે આ. શ્રીવિજયપ્રભસૂરિજીના ગુરુ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org