Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અંતરાત્મદર્શન : ૫ પ્રમાણે જે જે શરીરો આપણી નજર આગળ આવે તેને દેહ રૂપે નહિ જોતાં—દેહ તરફ દષ્ટિ ન આપતાં તેની અંદર રહેલા અ૯૫પ્રકાશને જ જોવાની ટેવ પાડવી તે અંતરાત્મદર્શન છે. આટલું કામ જો આ જન્મમાં કરવામાં આવે તો ભવાંતરમાં મોક્ષ તેનાથી છેટું નથી. આત્મા પરમાત્મા બની રહેશે. આવી આત્મદષ્ટિ જાગ્રત થવા માટે નિરંતર અભ્યાસની જરૂર છે. આ જ સમ્યગુ દર્શન-સમ્યગ જ્ઞાન છે.
જંગની બાહ્ય અને આંતર ઘટનાઓ વિચિત્રપણે લાગવા છતાં જે આત્માઓ એ ઘટનાને સ્વાભાવિક માને છે, તે આત્માએ ખરેખરી રીતે સ્થિતપ્રજ્ઞપણે દાખવ્યું છે. આખું વિશ્વ તેના સાથે સંબંધવાળું અનુભવાય છે. પોતે વિશ્વનો છે, વિશ્વ તેનું છે એવું ઉગ્ર ભાન તેને રહ્યા કરતું હોય છે. શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે, નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર”—એ અંતરાત્મપણાનું લક્ષણ છે. સાધ્યદૃષ્ટિ તે મનુષ્ય ચૂકતો નથી–તેમાં સતત જાગ્રત્ રહ્યા કરે છે.
સ્વામી રામતીર્થ કહે છે કે, “I was never born, yet my births of breath are as many as waves on the sleepless sea.”– અર્થાત્ હું અમર છું, જોકે આ શ્વાસોચ્છવાસની સૃષ્ટિમાં હું અખંડ મહાસાગરના તરંગોની સંખ્યામાં જમ્યો છું, છતાં વાસ્તવમાં હું અજન્મા છું–આવા પ્રકારના અમરત્વનો ભાનથી તે મનુષ્યમાં ભય, તિરસ્કાર, ખેદ, ગ્લાનિ, ધિક્કાર, આદિનો અભાવ થતો જાય છે. તે માનવો અત્યંત માયાળુ હોય છે, પ્રસન્નવદનવાળા હોય છે, પ્રાણીઓ તરફ અંધત્વ-એ સિદ્ધાંત તેમનાં રોમેરોમમાં પરિણમેલો હોય છે, વિશ્વ અને પ્રાણીપદાર્થ તરફથી તેની દષ્ટ ફેરવાઈ ગયેલ હોય છે.
અમક સારું અને અમુક ખોટું એ ભાવના તરફ વિવેકથી જાગ્રત થતો મનુષ્ય અંતરાત્મકોટિમાં પ્રવેશ કરવાને લાયક હોય છે. અહીં પ્રશસ્ત રાગની માન્યતા હોય છે. ક્રોધ અને ધિક્કારની જે લાગણીઓ પરનિંદા ખાતર પ્રબલ થતી હતી તે હવે ઉપયોગી અને અન્યને હિતકારી પરિણામવાળી પરિસ્થિતિમાં પ્રકટે છે. સ્વ-પરનું હિત આ કોટિના મનુષ્યો યુક્તિથી જુદી જુદી લાગણીઓ પ્રદર્શિત કરી સાધતા હોય છે. એમની યુક્તિઓ સ્વાર્થ સાધવા ખાતર હોતી નથી, પરંતુ સ્વ-પરના હિત ખાતર જ યોજાય છે. પ્રત્યેક ક્રિયાઓ સમજણપૂર્વક અને હેતુપૂર્વક કરતા હોય છે. મનુષ્ય જીવન કોઈ ઉચ્ચ હેતુ માટે છે એવું જાગ્રત્ ભાન તેમને આ પરિસ્થિતિમાં નિરંતર હોય છે. ઈદ્રિયના વિકારો ઉપર બને તેટલું સંયમન રાખવા પ્રયત્નશીલ જણાય છે. તેમનો વ્યવહાર એવો સુંદર હોય છે કે બીજાઓ તેનું અનુકરણ કરવા લલચાય છે. શરીરબળ અને મનોબળનો વિકાસ આ કોટિના મનુષ્યોને જરૂરવાળો લાગે છે. જ્યારે જ્યારે નિઃસ્વાર્થી કાર્ય તેમના હાથે બને છે ત્યારે સ્વાભાવિક શાંતિ પ્રકટી નીકળે છે. પૂર્વાવસ્થાના બાળ ખ્યાલો તરફ હસવું આવે છે તેમ જ અત્યાર સુધીના પાપગ્ય વર્તન માટે પશ્ચાત્તાપ પ્રકટે છે.
જિનેશ્વર પ્રભુની પ્રશાંત મૂર્તિમાં સાક્ષાત્ જિનેશ્વરને વિરાટ સ્વરૂપમાં જોવા એ પણ અંતરાત્મ દર્શનવાળા આમાની કળા હોય છે. પ્રાથમિક દૃષ્ટિએ તેમની સાથે હાલોડહં બની પછી સોડમાં પ્રવેશ કરવાનો છે. અને “જિનવર પૂજા રે તે નિજપૂજના રે' એ શ્રીમદ્દ દેવચંદ્રજીના કથન મુજબ પ્રકટ કરવું એ સમ્ય દર્શનનું ઉચ્ચ સ્વરૂપ છે.
બીજો માર્ગ બુદ્ધિમાન પ્રકૃતિના મનુષ્યોને અનુકૂળ થાય તેવો છે. સભ્યશ્રદ્ધા પ્રકટ થયા પછી આ વિશ્વ, આત્મા અને કર્મને મહાપ્રશ્ન બુદ્ધિના વ્યાપારોથી, તર્કોથી, શોધખોળથી, ચિંતનથી, વિજ્ઞાનથી અને માનસ-જ્ઞાનના પ્રયત્નોથી ઉકેલવાનો માર્ગ છે. ગુક્તિમત્વને ચર્ચા તસ્ય વાર્થ ઘર એ શ્રીમદ્ હરિભદ્રસૂરિના વાક્યનું અવલંબન લઈ ફિલોસોફરો, તવો, મનોવિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસકો અને તેજસ્વી બુદ્ધિનાં સ્ત્રી-પુ સર્વજ્ઞસિદ્ધાંતનું વાસ્તવિક રીતે પૃથક્કરણ કરે છે. એમણે કેળવેલી બુદ્ધિપ્રકૃતિને એ માર્ગ બહુ બંધબેસતો છે. શાસ્ત્રમાં તેને અભિનવજ્ઞાન અથવા જ્ઞાનયોગ કહેલો છે. સુ૦ ગ્ર૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org