Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો : ૪૩ એટલે તેમને સંઘથી બહિષ્કાર કરવામાં આવ્યો. પછી ક્રમે કરી તેઓ રાજગૃહ ગયા ત્યારે મૌર્ય રાજા બલભદ્ર તેમને સન્માર્ગમાં લાવવા એક યુકિત અજમાવી. તેમણે લશ્કરને હુકમ કર્યો કે તે સાધુઓને પકડીને મારી નાખો. ગભરાઈને તેઓ રાજાને કહેવા લાગ્યા કે રાજા, તું તો શ્રાવક છે અને અમે સાધુ છીએ તો તને આ શોભતું નથી. રાજાએ ઉત્તર આપ્યો કે તમે તો અવ્યક્તવાદી છો. તમે કેવી રીતે નિર્ણય કર્યો કે હું શ્રાવક છું? વળી, હું કેવી રીતે જાણે કે તમે ચોર નથી અને સાધુ છો ? આ સાંભળી તેઓને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ પુનઃ વંદના-વ્યવહાર શરૂ કર્યો.
–વિશેષાગા૦ ૨૩૫૬-૨૩૮૮ બાહ્ય ઉપકરણ અને બાહ્ય વંદન આદિ વ્યવહારવિધિ વિષે આક્ષેપ અને સમાધાન જે પ્રકારે આવશ્યકણિ (ઉત્તરાર્ધ પૃષ્ઠ ૨૯-૩૦)માં કરવામાં આવ્યાં છે તેની પણ અત્રે નોંધ લેવી જરૂરી છે–
વ્યવહારવિધિમાં અવિચક્ષણ શિષ્ય એવી શંકા કરી કે બાહ્ય ઉપકરણાદિ વ્યવહાર છે તે અનેકાંતિક છે એટલે તે મોક્ષમાં કારણ નથી, પણ આધ્યાત્મિક વિશુદ્ધિ જ મોક્ષમાં કારણ છે; માટે આધ્યાત્મિક વિશદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. બાહ્ય ઉપકરણ આદિ અનાવશ્યક છે. રાજા ભરત ચક્રવર્તીને કશા પણ રજોહરણાદિ ઉપકરણો હતા નહિ છતાં આત્મવિશદ્ધિને કારણે મોક્ષ પામ્યા, તેમને બાહ્ય ઉપકરણોનો અભાવ દોષકર કે ગુણકર ન થયો; અને બીજી બાજુ રાજા પ્રસન્નચંદ્ર સાધુવેશમાં હતા છતાં પણ નરોગ્ય કર્મનો બંધ કર્યો. આમાં પણ બાહ્ય ઉપકરણો તેમને કશા કામ આવ્યાં નહિ, તાત્પર્ય એમ થાય છે કે આંતરિક ઉપકરણ આત્મવિશદ્ધિ એ જ મોક્ષનો ઉપાય છે અને બાહ્ય રજોહરણાદિ નિરર્થક છે.
આનો ગુરુ ઉત્તર આપે છે કે વસ, ભરત અને એમના જેવા બીજા પ્રત્યેક બુદ્ધ હતા, અને તેમને જે બાહ્ય ઉપકરણો વિના લાભ મળ્યો છે તો કદાચિત્ય છે. વળી તેમને પણ પૂર્વભવમાં આંતર બાહ્ય ઉપસંપદા હતી જ, અને તેમણે તેને કારણે જ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે એમનું દૃષ્ટાંત આગળ કરીને બાહ્યાચાર-વ્યવહારનો લોપ કરવો ઉચિત નથી. અને જેઓ એમ કરે છે તે તીર્થકરનો અભિપ્રાય જાણતા નથી. તીર્થકોનો અભિપ્રાય એવો છે કે ક્યાંઈક વ્યવહારવિધિથી પ્રવૃત્તિ કરવી, કયાંઈક નિશ્ચયવિધિથી અને ક્યાંઈક ઉભય વિધિથી. આમાં કોઈ એકાંત નથી, વિધિ અનિયત છે. આમાં શું એક બુદ્ધનું દૃષ્ટાંત આપ્યું છે. એક મૂર્ખ ઈંટ નીચે દીનાર જોયો પણ લીધો નહિ અને ભાત વાત કરી. માતાએ લઈ આવવા કહ્યું એટલામાં તો તે દીનાર લઈને કોઈ ચાલી ગયેલું. એટલે તે મૂર્ખ જેટલી ઇંટો જોઈ ત્યાં દીનાર હોવાનું માની બધાની નીચે દીનારની ખોળ કરી. પણ એમ કાંઈ દીનાર મળે ? તે જ પ્રમાણે કેટલાક નિશ્ચયવાદીઓ એકાદ દષ્ટાંતને આધારે આચરણની ઘટના કરવા જાય છે તેમાં તેઓ ઉન્માર્ગદર્શક જ બની જાય છે અને દર્શનનો ત્યાગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org