Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ માનતા હો તો સાધુનાં લક્ષણો, જે તેમણે બતાવ્યાં છે, તે જુઓ. અને વળી તમને દેવે જે વાત કહી તેમાં જ તમે કેમ શંકા નથી કરતા અને તેને સાચી કેમ માની લો છો ?
વળી, તમે જાણો છો કે જિનપ્રતિમામાં જિનના ગુણ નથી છતાં પણ પોતાના આત્માની વિશુદ્ધિને માટે તમે જિનપ્રતિમાને વંદન કરો છો તો તે જ પ્રમાણે સાધુને વંદવામાં શો વાંધો છે? ધારો કે સાધુમાં સાધુપણું નથી, પણ એટલા ખાતર જ જે તમે સાધુની વંદના ન કરો તો પ્રતિમાની પણ ન કરવી જોઈએ. તમે જિનપ્રતિમાને તો વંદો છો તો પછી સાધુને વંદન કરવાની શા માટે ના પાડો છો ? દેખાવે સાધુ હોય પણ જે તે અસંયત હોય તો તેને વંદન કરવાથી પાપની અનુમતિ દેવાનો દોષ લાગે માટે સાધુને વંદન ન કરવું પણ પ્રતિમાને વંદન કરવું–એમ માનો તો પ્રશ્ન છે કે જિનપ્રતિમા પણ જે દેવાધિઠિત હોય તો તેને વંદન કરવાથી તેની પાપની અનુમતિનો દોષ કેમ ન લાગે? અને તમે એ નિર્ણ તો કરી જ શકતા નથી કે આ જિનપ્રતિમા દેવધિષ્ઠિત છે કે નહિ. તમે એમ માનો કે જિનપ્રતિમા ભલે દેવાધિષિત હોય પણ અમે તો તેને જિનની પ્રતિમા માની અમારા વિશુદ્ધ અધ્યવસાયથી નમસ્કાર કરીએ છીએ તેથી કાંઈ દોષ નથી તો પછી સાધુને સાધુ માની વિશુદ્ધ અધ્યવસાયથી વંદન કરવામાં શો દોષ છે? અને ધારો કે દેવની આશંકાથી તમે જિનપ્રતિમાને વંદન કરવાનું છોડી દો પણ તમે જે આહાર શૈયા આદિ સ્વીકારો છો તે પણ દેવત છે કે નહિ એવી શંકા તો તમને થવી જ જોઈએ. વળી, શંકા જ કરવી હોય તો એવું એક પણ સ્થાન નથી જ્યાં શંકા ન કરી શકાય–પછી તે ભોજનનો પદાર્થ હોય કે પહેરવાના વસ્ત્ર હોય, કે પોતાને સાથી હોય. વળી ગૃહસ્થમાં પણ યતિના ગુણોનો સંભવ તો ખરો જ. તો પછી તેને આશીર્વાદ આપી, તમે મર્યાદાલોપ શું નથી કરતા? વળી, દીક્ષા દેતી વખતે તમે જાણતા તો નથી કે
એ છે કે અભવ્ય ? ચોર છે કે પરદારગામી ? તો પછી દીક્ષા કેવી રીતે દેશો ? વળી, કોણ ગુરુ અને કોણ શિષ્ય એ પણ કેવી રીતે જાણવું ? વચનનો વિશ્વાસ પણ કેવી રીતે કરવો ? વળી સાચું શું ને જૂઠું શું એ પણ શી રીતે જાણી શકાશે ? આમ તીર્થંકરથી માંડીને સ્વર્ગ–મોક્ષ આદિ બધું જ તમારે માટે શંકિત બની જશે. પછી દીક્ષા શા માટે ? અને જે તીર્થંકરના વચનને પ્રમાણમાનીને ચાલશો તો તેમની જ આજ્ઞા છે કે સાધુને વંદન કરવું. તે કેમ માનતા નથી? વળી, જિનવચનને પ્રમાણ માનતા હો તો જિનભગવાને જે બાહ્યાચાર કહ્યો છે તેનું વિશુદ્ધ રીતે પાલન કરતો હોય તેને મુનિ માનીને વિશુદ્ધભાવે વંદન કરવામાં ભલેને તે મુનિને બદલે દેવ હોય પણ તમે તો વિશુદ્ધ જ છો, દોષી નથી વળી, તમે આષાઢાચાર્યના રૂપે જે દેવ જોયો તેવા કેટલા દેવો સંસારમાં છે કે એકને જોઈ એ સૌમાં શંકા કરવા લાગી ગયા છો, અને બધાને અવિશ્વાસની નજરે જુઓ છો ? ખરી વાત એવી છે કે આપણે છીએ છદ્મસ્થ. તેથી આપણી જે ચયો છે તે બધી વ્યવહારનું અવલંબન લઈ ને ચાલે છે. પણ તેનું વિશુદ્ધ ભાવે આચરણ કરવાથી આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધિ થાય છે એમાં શંકા નથી.
આ વ્યાવહારિક આચરણ એટલું બધું બળવાન છે કે શ્રતમાં જણાવેલ વિધિથી છગ્નસ્થ આહારાદિ લાવ્યો હોય અને તે કેવળીની દૃષ્ટિએ વિશુદ્ધ ન હોય પણ કેવળી તે આહારને ગ્રહણ કરે છે. અને વળી એવો પ્રસંગ પણ બને છે કે કેવળી પોતાના છદ્મસ્થ ગુરુને વંદન પણ કરે છે. આ વ્યવહારની બળવત્તા નથી તો બીજું શું છે ?
જિનેન્દ્ર ભગવાનના શાસનનો રથ બે ચક્રોથી ચાલે છે : વ્યવહાર અને નિશ્ચય. આમાંના એકનો પણ જે પરિત્યાગ કરવામાં આવે તો મિથ્યાત્વ અને તસ્કૃત શંકાદિ દોષોનો સંભવ ઊભો થાય છે. માટે જો તમે જિનમતનો સ્વીકાર કરતા હો તો વ્યવહારનયને છોડી શકતા નથી, કારણ વ્યવહારનયનો ત્યાગ કરવામાં આવે તો અવશ્ય તીર્થો છેદ છે.
આ પ્રકારે તેમને ઘણું ઘણું સમજાવવામાં આવ્યા પણ તેઓએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org