________________
- ૧૫
ચંદ્રજીનું જીવન ચરિત્ર ગ્રંથમાળા તરફથી બહાર પાડવા રતીલાલજીએ તૈયાર કર્યું. વાંચ્યું અને તેની પ્રસ્તાવના લખવાની ફરજ મહારા ઉપર આવી.
પાઠક પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી લંકાગચ્છના આચાર્ય હતા. લોકશાહની સેવા દિગંતવ્યાપી રાખવા પૂર્વાચાર્યોએ લોંકાગચ્છ નામ રાખ્યું હતું. લોકશાહે માર્ટીન લ્યુથરની જેમ પિકાર કરી શાસ્ત્રોક્ત રીતે મુતપુજાનું ખંડન કરી શીથીલાચારી સાધુઓના વૃત સંયમ દઢ કર્યા. લોંકાશાહને લ્યુથરમાં ફેર એટલો જ કે માર્ટીન લ્યુથર પાદરી હતા અને લકાશાહ આદર્શ ગૃહસ્થાશ્રમી હતા. તે જ લોકાગચ્છની પરંપરામાં પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી થયાં જેમનું દ્રષ્ય જોતાં જ જેન સંસ્કૃતિની છાયા દેખાઈ આવે. જેમની ધ્યાન અને સાધકવૃતી સાંભળતાં સાચા જેનભિક્ષુનું સ્મરણ થાય. તેઓ આધ્યાભીક હતા એટલે સંયમી હતા. બાહ્ય અને અત્યંતર બને સંયમમાં એકલીન હતા. તેમની આત્મશક્તી અદ્વીતીય હતી. તેમની વિદ્વતા પણ અસત્યનું ઉમ્મુલન કરનારી હતી. પૂજ્યશ્રીની વ્યાખ્યાન ભાષા ગુજરાતી અને મારવાડી બંને મિશ્રણ હતી અને તેથી તેમની મીઠી ભાષાના પ્રતાપે શ્રાવકો અને શ્રોતાઓ ઉપર અકથ્ય છાપ પડી હતી. પૂજ્ય શ્રી કંઈ ઈશ્વર નહોતા તેમ ધર્મસર્જક પણ નહતા પણ એક આધ્યાત્મપંથના પથિક હતા. સંયમી હતા. સંયમ પાળતા અને પળાવતાં. પૂજ્ય શ્રી કલ્યાણચંદ્રજી મારવાડના જોધપુર ટેટમાં આવેલા પાલીમાં જમ્યા. કુદરતના વાતાવરણમાં ઉછરી યૌવનવયમાં આવ્યા. લગ્નની વાતે વખતમાં તેમની વીચારક શક્તીએ જગતના દુઃખ તરફ દ્રષ્ટી કરી.
જગત જાણે પિકાર કરી કહેતું હોય કે અમારા દુઃખ કાઢવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com