________________
LLLLLLLSLSLSLSLSLSLSLLLLLLLLLLLELELELSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS
UTUESTITUESTITUTUTUTIFUTURESENTRIFUGUSTUFFESTSTST
ઉપાધ્યાય પદ પ્રદાન
કુશળ ઝવેરી એવા દાદા સાહેબે આ કચ્છના કોહિનૂર હીરાને પારખી લીધા. એમની શાસન સેવાની અદ્ભૂત ધગશ જોઈ માત્ર પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં જે મુનિ શ્રી ગુણસાગરજીને ઉપાધ્યાય પદ પ્રદાન કર્યું . એ પદ ઉપાધ્યાયજીએ એવું
ઝળકાવ્યું કે સમય ભાવવાહી સ્તવન ચોવીશી, સુગમ સંસ્કૃતમાં સ્તુતિ ચોવીશી, શ્રીપાલ ચરિત્રમ (સંસ્કૃત), દ્વાદશ પર્વ કથા SF (સંસ્કૃત) એવી અનેક સંસ્કૃત, ગુજરાતી, હિન્દી રચનાઓ પૂજ્યશ્રીએ કરી. આજે પણ અચલગચ્છીય શ્રમણ-શ્રમણીઓ રાઈ
પ્રતિક્રમણમાં તથા પખ્ખી પ્રતિક્રમણમાં પૂજ્યશ્રી રચિત સ્તુતિ બોલી જ રહ્યા છે. પૂજ્યશ્રીની રચનાઓ એવી શાંત જાણે મીઠું ઝરણું વહેતું હોય એમ સાંભળતા લાગે. પૂજ્યશ્રી જેમ વિદ્વાન હતા તેમ સરળ પણ એટલા જ હતા. ભદ્રિક પરિણામી એ પૂજ્યશ્રીના જીવનમાં દિન-પ્રતિદિન ગુણ સમૃદ્ધિ વધવા માંડી. સોળ સોળ વર્ષો સુધી દાદા ગુરૂની અદ્દભૂત સેવાનો જે મેવો પૂજ્યશ્રીએ ચાખ્યો ને સમાજને ચખાડયો એનું તો વર્ણન આ નમણી નાજુક કલમ દ્વારા કરી ન શકાય. ગુરૂવિરહ બાદ સૂરિપદે સોહાયા
વિ. સં. ૨૦૦૯ માં દાદા સાહેબ કાળધર્મ પામ્યા એ આઘાત જેવો તેવો ન હતો. છતાં દાદા સાહેબે પોતાની હયાતિમાં જ એટલે વિ. સં. ૨૦૦૩ માં પોતાનો આજ્ઞાવતિ સાધુ સાધ્વી સમુદાય ઉપાધ્યાયજી મહારાજને સોંપી દીધો હતો. પૂ. દાદા R સાહેબ વતી પૂ. ઉપાધ્યાયજી ગચ્છનું સંચાલન કરતા. પણ હવે તો છત્રછાયા જ ગઈ એ આઘાતને પણ પચાવી કચ્છના ખૂણેખૂણે
ઉપાધ્યાયજીએ જ્ઞાનની જ્યોત જલાવી. જનતામાં અજ્ઞાનતા જોઈ એમને કરૂણા ઉપજતી. એમના અપૂર્વ પુરુષાર્થથી ગચ્છમાં અને કચ્છમાં ચેતના આવી. સં. ૨૦૧૨ માં શ્રી અચલગચ્છ ઉત્કર્ષ સાધક સંઘે તેઓને મુંબઈ નગરે સૂરિપદ પર આરૂઢ કર્યા.
ત્યારબાદ મુંબઈમાં ત્રણ ચાતુર્માસ કરી કચ્છમાં વિદ્યાપીઠની સ્થાપના કરવા જોરદાર પ્રેરણા આપી. ક બે વિદ્યાપીઠોની સ્થાપના
કચ્છ અને મુંબઈમાં પરાં પરાં અને ગામેગામે વિચરી પૂજ્યશ્રીએ આપેલી પ્રેરણાને સમાજે ઝીલી અને એના પરિણામ સ્વરૂપે સં. ૨૦૧૭ માં મેરાઉમાં તથા નાગલપુરમાં શ્રાવક અને શ્રાવિકા વિદ્યાપીઠોની સ્થાપના થઈ. ત્યારે જાણે કચ્છમાં કાશી આવી હોય એવો ઉત્સાહ અને ઉમંગ ચારેકોર ફેલાયો. તે વખતે સાધુસંસ્થા નહિવત્ હતી. પૂજ્યશ્રી સાથે બે ચાર ઠાણા હતા
પણ વિદ્યાપીઠની સ્થાપના બાદ આશાસ્પદ બાળકો, યુવાનો સંયમી બન્યા. વિ. સં. ૨૦૧૬ માં પ્રથમવાર મુનિ શ્રી GS કલાપ્રભસાગરજી આદિ ત્રણ બાલદીક્ષાઓ થઈ. ત્યારબાદ સાધુરત્નો પાકવા માંડયા.
PIPIPICCICICICUCUCUCUCUCUCUCUS
Jan Education international
For Personal
Private Lise Only