________________
વ્યાખ્યાન
કલ્પસૂત્ર ક્ર.
પ્રભુ પાસેથી ગોશાલાની બારમા દેવલોકની ગતિની વાત જાણીને ગૌતમસ્વામીએ કહ્યું, હે ૨ ભગવાન ! તીર્થંકરની આવી ઘોર આશાતના કરનારને બારમો દેવલોક ? પ્રભુએ કહ્યું કે, મારા છે
કહેલ વચન પ્રમાણે એને પિત્તજવરાદિથી થતો દાહ શમ્યો નહીં, પણ વધવા લાગ્યો. તેથી એને પારાવાર પશ્ચાત્તાપ થવાથી શુભ ભાવ સાથે મૃત્યુ થવાથી બારમું દેવલોક મળ્યું. પરંતુ આશાતના અને ઉત્સુત્ર પ્રરૂપણા આદિના ફળ તો એને અત્યંત ભયંકર કોટીના ભોગવવાંજ પડશે. તે ગોશાલો બારમા દેવલોકથી ચ્યવી ભરત ક્ષેત્રના શતદ્વાર નગરમાં મહાપધ, દેવસેન અને વિમલવાહન એવા ત્રણ નામને ધારણ કરનારો રાજા થશે. પૂર્વના સંસ્કારોથી અને પાપના ઉદયથી એ રાજા જૈન સાધુઓને અત્યંત હેરાન કરતો રહેશે. પ્રજાજનો રાજાને વિનંતિ કરીને કહેશે કે હે રાજન ! આપ પ્રજાવત્સલ છો, તો આપે સાધુ મહાત્માઓને દુ:ખો દેવાં યોગ્ય નથી, રાજાને આ વાત રૂચશે નહીં. એક દિવસ સુમંગલ નામના છઠ્ઠનો તપ કરનારા, આતાપના લેતા ત્રણ જ્ઞાનવાળા સાધુને જોવા માત્રથી તેને ક્રોધ ચઢશે. પોતાનો રથ સાધુ સામે ચલાવશે, મુનિ પડી જશે. ફરી ઉભા થઇ ધ્યાનમાં સ્થિર થાશે. રાજા ફરી મુનિ સામે રથ ચલાવી પાડી નાખશે, પછી ઊભા થઇને રાજાના પૂર્વ ભવને જાણી મુનિશ્રી રાજાને કહેશે કે હે રાજન્ ! તું આગલા ત્રીજા ભવમાં ગોશાલો હતો, ત્યારે તે વીર પ્રભુના શિષ્ય સુનક્ષત્રમુનિ અને સર્વાનુભૂતિમુનિને બાળી ભસ્મીભૂત કરી નાખ્યા. તે મુનિવરો ક્ષમાના સાગર હતા, તેથી તારો નાશ કરવા માટે
અનેકગણી શક્તિ હોવા છતાં સમભાવે સહન કરી સમાધિથી કાળ કરી સુનક્ષત્રમુનિ બારમા સ્વર્ગ પ્ત અને સર્વાનુભૂતિમુનિ આઠમા સ્વર્ગે ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઇ ચારિત્ર લઇ મોક્ષે E
જાશે. એ મુનિઓએ તારા ઉપસર્ગો સહન કર્યા, તેમ વીરપ્રભુ ઉપર પણ તે તેજોવેશ્યા મૂકી. વીતરાગ એવા તે પ્રભુજીએ પણ ગુસ્સો ન કરેલ, સહન જ કરેલ. પરંતુ મેં બે વાર સહન કર્યું, હવે જો તું કાંઇ પણ કરશે તો તને હવે બાળીને ભસ્મ કરી દઇશ. મુનિશ્રીએ ચેતવણી આપી
છતાં ક્ષમા માગવાને બદલે વધુ ગુસ્સો કરી મુનિ સામે રથ ચલાવી મુનિને પાડી નાખશે. પછી F) મુનિ પણ તેજોવેશ્યા મૂકી તેને બાળી નાખી આલોયણા લઇ ઉગ્રઆરાધના કરી એક માસની FD ૬૪
4414 414141414141414
திருருருருருருருருருருருரு
0905
Jan Education international
For Personal
Private Lise Only