________________
કલ્પસૂત્ર
576715
44 445 446 447 44
સ્થવિર શિષ્યો હતા. એક માઢ૨ ગોત્રવાળા આર્યસંભૂતિવિજય સ્થવિર અને બીજા પ્રાચીન વ્યાખ્યાન
ગોત્રવાળા આર્યભદ્રબાહસ્વામી સ્થવિર એમાં શ્રી ભદ્રબાહુસ્વામીનું વૃત્તાંત કહે છે. દક્ષિણમાં H) પ્રતિષ્ઠાનપુરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામે બે દરિદ્ર બ્રાહ્મણ કુમારો રહેતા હતા. તેમણે HD દિ શ્રી યશોભદ્રસૂરિની દેશના સાંભળી દીક્ષા લીધી, અનુક્રમે ભદ્રબાહુ ચૌદ પૂર્વ ભણી ગયા, તેમને E
યોગ્ય જાણી ગુરુએ સૂરિપદે સ્થાપ્યા, તેથી વરાહમિહિરને ઠીક ન લાગવાથી દીક્ષા તજી વારાહીસંહિતા રચી લોકોને જ્યોતિષ કહેતો આજીવિકા ચલાવવા લાગ્યો. પોતાને જ્યોતિષશાસ્ત્ર પારગામી તરીકે ઓળખાવતો છતો જૈન ધર્મની નિંદા કરવા લાગ્યો, એણે પ્રતિષ્ઠાનપુરમાં જિતશત્રુ રાજાને કહ્યું કે, તમારી સમક્ષ ચીતરેલા આ કુંડાળામાં મધ્યમાં બાવન પલનો મત્સ્ય આકાશમાંથી પડશે. આ વખતે તે ગામમાં બીરાજમાન શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે તે પડતો મત્સ્ય વાયુથી અર્ધી પલ પ્રમાણ શોષાઇ જવાથી, સાડાએકાવન પલનો હશે અને તે કુંડાળાના મધ્યમાં નહીં પરંતુ છેડા પર પડશે. પછી તે મત્સ્ય શ્રી ભદ્રબાહુસ્વામીના કહ્યા પ્રમાણે પડયો.
તેથી ક્રોધ પામેલ વરાહમિહિર જૈનોનો વધારે દ્વેષ કરવા લાગ્યો. પછી રાજાને ત્યાં પુત્ર જન્મ $) થયો ત્યારે સર્વ લોકો રાજાને ત્યાં ખુશાલી વ્યક્ત કરી આવ્યા. વરાહમિહિર પણ સો વર્ષનું જી
આયુષ્ય થશે એ રીતે કહી આવ્યો. શ્રી ભદ્રબાહુસ્વામી રાજાની પાસે ખુશાલી વ્યક્ત કરવા ગયા
નથી. જૈનો આવા વિવેક વગરના છે આ રીતે તેણે પ્રચાર કરવા માંડ્યો અને રાજાને પણ ભંભેર્યો. E છે. આ જાણી શ્રી ભદ્રબાહુસ્વામીએ રાજાને કહેવડાવ્યું કે, હે રાજન ! તમારા બાળકનું આયુષ્ય સાત કે
જ દિવસનું છે. સાતમે દિવસે બિલાડીથી તે બાળકનું મૃત્યુ થાશે, તેથી તમને શી રીતે ખુશાલી 3 બતાવીએ ? રાજાએ બધી બિલાડીઓને ગામ બહાર કરાવી અને બાળકનું અનેક રીતે રક્ષણ કરાવવા માંડ્યું, છતાં સાતમે દિવસે બિલાડીના આકારવાળો આગળિઓ ઉપરથી ધાવતા બાળક
પર પડવાથી બાળકનું મરણ થઇ ગયું. ત્યારે રાજાએ બિલાડીની સમજ મેળવી. શ્રી કે ભદ્રબાહુસ્વામીની પ્રશંસા કરી, લોકમાં એમની અને જૈન ધર્મની પ્રશંસા થવા લાગી અને દ) 2 વરાહમિહિરની સર્વ સ્થળે નિંદા થવા લાગી. પછી તિરસ્કાર પામેલા વરાહમિહિરે તાપસી દીક્ષા ..
૨૮૯
For Personal & Private Use Only
Jain Education international
www.janelorary.ang