________________
કલ્પસૂત્ર
FERRE
Jain Education International
குழுழுழுகு
૧૦
ગયે છતે પર્યુષણ પર્વ-વર્ષાવાસ કરેલ છે. જેવી રીતે ગણધરોએ વર્ષાકાળના વીશ દિવસ સહિત વ્યાખ્યાન એક માસ વીત્યા બાદ પર્યુષણ પર્વ કરેલ છે. તે રીતે ગણધરોના શિષ્યોએ પણ વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરેલ છે. જેવી રીતે ગણધરોના શિષ્યોએ પણ વર્ષાકાળના પચાશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરેલ છે. તેવી રીતે સ્થવિરોએ પણ વર્ષાકાળના પચાશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરેલ છે. જેવી રીતે સ્થવિરોએ વર્ષાકાળના પચાશ દિવસ ( ગયે છતે પર્યુષણ પર્વ કરેલ છે તેવી રીતે હમણાના શ્રમણનિગ્રંથો વિચરી રહ્યા છે, તેઓ પણ વર્ષાઋતુના પચાશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરે છે. અમારા આચાર્ય, ઉપાધ્યાયો પણ એવી જ રીતે વર્ષાકાળના પચાશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરે છે અને અમે પણ એ જ રીતે ચોમાસાના પચાસ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરીએ છીએ. અપવાદ તરીકે ક્યારેક ભાદરવા સુદિ પાંચમથી એક દિવસ પહેલાં પણ કરવા કલ્પે પરંતુ ભાદરવા સુદિ પાંચમની રાત્રિ ઓળંગીને પછી પર્યુષણ પર્વ કરવાં કલ્પે નહિ. એટલે કે ચોમાસાના આષાઢી પૂનમથી પચાશમે દિવસે પર્યુષણ પર્વ કરવાનાં છે કોઇ વિશેષ કારણવશાત્ કારણ પૂરતા ઓગણપચાસમે દિવસે પર્યુષણ પર્વ કરવાં કલ્પે પરંતુ એકાવનમે કે અડતાલીશમે દિવસે પર્યુષણ પર્વ કરવાં કલ્પે નહીં.
વર્ષાકાળમાં ચોમાસું રહેલા સાધુસાધ્વીઓને ચાર દિશાઓમાં અને ચાર વિદિશાઓમાં એક યોજન અને એક ગાઉં એટલે પાંચ ગાઉ સુધીનો અવગ્રહ રાખવો કલ્પે, અર્થાત્ દરેક દિશાવિદિશામાં અઢી ગાઉનો જવાનો અને અઢી ગાઉ આવવાનો અવગ્રહ સમજવો. જરૂર પડે સાધુ કે સાધ્વી અઢી ગાઉ સુધી જઇ શકે. અઢી ગાઉથી દૂર જવાનું ન કલ્પે. એ અઢી ગાઉના અવગ્રહમાં જરૂર પડે જવું આવવું કરાય. એટલો અવગ્રહ રાખી શકાય. અવગ્રહવાળાં સાધુસાધ્વીઓને યોગ્ય કાળ પ્રમાણે એટલે જધન્યથી પાણી વડે હાથ ભીંજાયેલો હોય તે સુકાઇ જાય તેટલા કાળ સુધીમાં અથવા ઉત્કૃષ્ટથી પાંચ અહોરાત્રિ સુધી કે યાવત્ છ માસ સુધી અવગ્રહમાં રહેવું કલ્પે, પરન્તુ અવગ્રહથી બહાર રહેવું કલ્પે નહીં.
For Personal & Private Use Only
૩૦૬
www.jainalarary.cfg