________________
કલ્પસૂત્ર
ஒழுகு
શ્રાવિકાને પાસે ઉભા રહેવું કલ્પે નહીં. પરંતુ પાંચમો વૃધ્ધ પુરુષ કે વૃધ્ધ સ્ત્રી સાક્ષીરૂપ ત્યાં હોય તો ઉભા રહેવું કલ્પે. અથવા બીજાઓની નજર ઉભેલા ઉપર પડતી હોય, કે ઘણા ખુલ્લા દરવાજાવાળું તે સ્થાન હોય તો ઉભા રહેવું કલ્પે. એવી જ રીતે એક સાધ્વી સાથે એક ગૃહસ્થને – સાથે ઉભા રહેવું ક્લ્પ નહીં, બે સાધ્વી અને એક ગૃહસ્થ હોય, એક સાધ્વી અને બે ગૃહસ્થ હોય, (4) અથવા બે સાધ્વી અને બે ગૃહસ્થ હોય તો તેમણે એક સ્થાને ઉભા રહેવું કલ્પે નહીં, પરંતુ પાંચમો (4) કોઇ વૃદ્ધ પુરુષ કે કોઇ વૃદ્ધ સ્ત્રી સાક્ષીરૂપ હોય તો ઉભા રહેવું કલ્પે અથવા ઉભેલા ઉ૫૨ બીજાની દ્રષ્ટિ પડતી હોય કે ઘણા ખુલ્લા દરવાજાવાળું એ સ્થળ હોય તો ઉભા રહેવું કલ્પે.
બે
FERRE
Jain Education International
ચાતુર્માસ રહેલા સાધુ અથવા સાધ્વીઓને આહારાદિ નહીં મંગાવનારા એવા સાધુ અને સાધ્વીઓ માટે તેઓની રજા વિના અશનાદિક ચારે પ્રકારનો આહાર લાવવો કલ્પે નહીં. અહીં શિષ્ય આપ એમ કેમ કહો છો ? એમ ગુરુને પૂછે છે ત્યારે ગુરૂ કહે છે ઇચ્છા થાય તો તે નહી મંગાવનારા ખાય અને ઇચ્છા ન થાય તો તેઓ નહીં ખાય, તેથી તેમના કહ્યા વિના આહાર લાવવો નહીં, નહીં તો એ આહાર કોઇને પણ ખાવો પડે તો અજીર્ણાદિ થાય અને કોઇ ન ખાય તો પરઠવવાનો પ્રસંગ આવે અને દોષ લાગવાથી પ્રાયશ્ચિત્તને યોગ્ય બનાય છે.
ચાતુર્માસ રહેલા સાધુ કે સાધ્વીઓને પોતાના શરીર ઉપરથી પાણી ટપકતું હોય અથવા શરીર પાણીથી ભીનું હોય ત્યાં સુધી ચારે પ્રકારનો આહાર કરવો કલ્પે નહીં. અહીં શિષ્ય કહે છે કે હે પૂજ્ય ! આપ એ શા માટે કહો છો ? એટલે ગુરુ કહે છે કે શ્રી જિનેશ્વર દેવોએ શરીરમાં પાણીને રહેવાના સાત સ્થાનો કહેલ છે. બે હાથ, બન્ને હાથની રેખાઓ, નખો, નખોની અણીઓ, ભ્રકુટીઓ, દાઢી અને મૂછ. એ સાત સ્થાનો વધારે વખત ભીંજાયેલા રહે છે તેથી જો પાણી ટપકતું હોય કે આ સાત સ્થાનો અને શરીર ભીંજાયેલા હોય તો અકાય જીવોની વિરાધના થાય તેથી જ્યારે મારું શરીર એ સાત સ્થાનો સહિત તદ્દન સુકાઇ ગયું છે એમ જાણે ત્યારે તે સાધુ સાધ્વીને
આહાર કરવો લ્હે.
For Personal & Private Use Only
குழுச்
વ્યાખ્યાન ૧૦
૩૧૪
www.jainslitary.c113